સાવધાન! રિક્ષામાં બેસતા પહેલા સો વાર વિચારજો! આ રીતે એક ઝાટકે થશે સામાનની ચોરી
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં ઉભેલા ગેંગ ચોરની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં તેઓ અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ઓટો રિક્ષામાં મુસાફરોને બેસાડી તેના સામાનમાંથી કિંમતી ચીજ વસ્તુ સહિત રોકડાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓટો રીક્ષામાં મુસાફરો બેસાડીને મુસાફરોની નજર ચૂકવી ચોરી કરતી ગેંગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં ઉભેલા ગેંગ ચોરની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં તેઓ અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ઓટો રિક્ષામાં મુસાફરોને બેસાડી તેના સામાનમાંથી કિંમતી ચીજ વસ્તુ સહિત રોકડાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
જે ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પણ તપાસ શરુ કરી તેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની બાતમી મળી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઓટો રિક્ષામાં મુસાફરો બેસાડી ચોરી કરતી ગેંગના ચાર સાગરીતો ની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે અમદાવાદ ના સરો ઉર્ફે બટ્ટમ, મોહસીન ઉર્ફે માંજરો, ફૈઝલ ખાન પઠાણ અને સુરતથી મુખ્ય આરોપી ફારુક ખાન પઠાણની ધરપકડ કરી છે. પોલીસે આ ચારેય આરોપીઓ પાસેથી ચોરીમાં ઉપયોગ લેવાયેલ એક સીએનજી ઓટોરિક્ષા અને 48 હજાર રૂપિયા રોકડા મળી કુલ 1,28,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે અમદાવાદના બાપુનગરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે આ સહિત અન્ય ત્રણ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ચારેય આરોપીઓને પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. મુસાફરોની નજર ચૂકવી તેનો સામાન ચોરી કરનારી આ ગેંગનો માસ્ટરમાઈન્ડ ફારુક ખાન પઠાણ છે. જે સુરતનો રહેવાસી છે. ચોરીમાં જે ઓટો રીક્ષા વપરાય છે તેનો માલિક ફૈઝલ છે અને ઓટો રિક્ષાનો ડ્રાઈવર સરો ઉર્ફે બટ્ટમ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફારૂખખાન સુરતથી બસ મારફતે ખાસ ચોરીને જ અંજામ આપવા માટે અમદાવાદ આવતો હતો અને આઠથી દસ દિવસ રોકાઈ ચારેય સભ્યો ચોરીઓને અંજામ આપતા હતા.
ચારેય આરોપીઓ વર્ષ 2019 થી એકબીજાના પરિચયમાં છે. એક જ રિક્ષામાં ચારેય સભ્યો નીકળતા હતા અને પેસેન્જર બેસાડી તેની નજર ચૂકવી ચોરી ઓ કરતા હતા. આ ગેંગ દ્વારા 25 એપ્રિલની સાંજના સમયે ઠક્કરનગર બ્રિજથી નિકોલ રીંગરોડ સુધીમાં એક પેસેન્જરના ₹20,000 ની ચોરી કરી હતી. આ ઉપરાંત 24 જૂનના દિવસે સિવિલ બ્રિજ નમસ્તે સર્કલ પાસેથી રિલાયન્સ મોલ ની સામે ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી તેના 10,000 રૂપિયાની ચોરી કરી હતી. તેમજ બે મહિના પહેલા કૃષ્ણનગર ત્રણ રસ્તા સૈજપુર ટાવર સુધીમાં ઓટો રિક્ષામાં બે પેસેન્જર બેસાડી તેમની પાસેના 7000 અને બીજા પેસેન્જર ના 5000 રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરી રહયા છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે કે ચોર ફારુક ખાન પઠાણ જે સુરત રહે છે તેના વિરુદ્ધ સુરતમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં મારામારી, લિંબાયત પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરી ના ગુના ઓ નોંધાઈ ચૂક્યા છે તેમજ અમદાવાદના કારંજ અને માધુપુરામાં રીક્ષામાં મુસાફરો ને બેસાડી સામાન ચોરી કર્યા હોવાના ગુના ઓ નોંધાયા છે.
ફારૂક ખાન અગાઉ પાસામાં જેલમાં જઈ ચુક્યો છે. તો ચોર ફૈઝલ ખાન પઠાણ એક વર્ષ પહેલા અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં મુસાફરોની સામાન ચોરીના ગુનામાં પકડી પાડવામાં આવ્યો હતો , અન્ય બે આરોપીઓ પહેલી વખત જ પોલીસ ચોપડે નામ નોંધાયા છે . પોલીસે ચારેય ચોરની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે