મહેસાણા :પાટીદાર સમાજે 18 થી 22 ડિસેમ્બર સુધી ઊંઝામાં યોજેલ લક્ષચંડી મહાયજ્ઞ (Unjha Lakshachandi Mahayagya) આખા વિશ્વને યાદ રહેશે. 40 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ પાંચ દિવસમાં મા ઉમિયા (Maa Unmiya) ના ધામની મુલાકાત લીધી, ત્યારે પાંચ દિવસમાં ટ્રાફિકથી લઈને ભોજન પ્રસાદી કે અન્ય કોઈ જ વ્યવસ્થામા કોઈ જ તકલીફ ઉભી ન પડી. આ કારણે જ પાટીદારો (Patidar Power)ના આ મેનેજમેન્ટના જોરશોરથી આખા વિશ્વમાં વખાણ થઈ રહ્યાં છે. અંતિમ દિવસે 10 લાખ જેટલા શ્રદ્ધાળુઓ મા ઉમિયાને નતમસ્તક થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં ઠંડી ઘટી, તો આકાશી આફત આવી પડી, આજે ગુજરાતમાં વરસાદની શક્યતા


પાંચ દિવસમાં 40 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ મા ઉમિયાના દર્શનનો લ્હાવો લીધો હતો. અંતિમ દિવેસ વધુ માનવ મહેરામણ ઉમટી પડ્યુંહતું. છેલ્લા પાંચ દિવસથી 1100 બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર અને ચાલી રહેલા મહાયજ્ઞી યજ્ઞશાળામાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજાયેલ ધજાને ઉમિયાનગરની માતાજીની નીજ મંદિરમાં લઈ જવાઈ હતી. ધજાને મંદિર પર આરોહણ કરાઈ હતી. સાંજે પાંચ વાગ્યે શ્રીફળની આહુતિ આપવીને ઐતાહિસક મહાયજ્ઞની પૂર્ણાહુતિ કરાઈ હતી.


Statue of Unity પાસે બની રહેલી જંગલ સફારી ચિમ્પાન્ઝીને કારણે વિવાદોમાં આવી 


આંકડામાં ઐતિહાસ ઉત્સવની વિગતો...
પાંચ દિવસમાં 40 લાખ લોકોએ લક્ષચંડી મહાયજ્ઞમાં હાજરી આપી. અંતિમ દિવસે 10 લાખ શ્રદ્ધાળુઓ મા ઉમિયાના ધામ પહોંચ્યા.


  • પૂર્ણાહુતિના દિવસે 1.25 લાખ વાહનો પાર્કિંગમાં પાર્ક થયા. 300થી વધુ બસોએ રવિવારે ટ્રીપ મારી. 25 હજારથી વધુ મુસાફરો એસટીમાં આવ્યા, 7 લાખથી વધુ લોકોએ ભોજન પ્રસાદી લીધી.

  • પાંચ દિવસના મહોત્સવમાં 1100 બ્રાહ્મણોએ મહાયજ્ઞ કરાવ્યો. 75 ટન લાકડા અને 150 ડબ્બા ગાયના ઘી તેમજ 4 ટન હોમાત્મક ઔષધિઓની તેમાં આહુતિ અપાઈ. 108 મુખ્ય યજમાનો મહાયજ્ઞમાં બેસ્યા હતા.

  • પાંચ દિવસમાં કુલ 25 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદી લીધી.

  • પાંચ દિવસમાં માતાજીના નીજ મંદિરમાં 51થી વધુ ધજા ચઢાવાઈ.

  • માતાને 3 કરોડથી વધુનુ દાન મળ્યું.

  • 20 હજાર સ્વંયસેવકોએ સતત પાંચ દિવસ સેવા આપી. 

  • 8થી વધુ રાજ્યોના શ્રદ્ધાળુઓએ ઉંઝા પહોંચીને મા ઉમિયાના દર્શન કર્યાં. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ભક્તો પહોંચ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....