Ahmedabad Youth Suicide In London : લાખો કરોડો ખર્ચીને તમારા સંતાનને કેનેડા, અમેરિકા, લંડન ભણવા મોકલતા હોવ તો હવે માતાપિતાએ વિચારવાનો સમય આવી ગયો છે. કારણ કે, બની શકે છે ડોલરમાં કમાવાની લાલચમાં તમે દીકરો ગુમાવી શકો છો. લંડનમાં ભણવા ગયેલો અમદાવાદના પાટીદાર યુવક કુશ પટેલના મોતના સમાચાર આવ્યા છે. તેના ગુમ થયાના 10 દિવસ બાદ કુશ પટેલની લાશ લંડન બ્રિજ પાસેથી મળી આવી છે. તેની લાશ પાણીમાં એટલી કોહવાઈ ગઈ છે કે, ઓળખાય તેવી હાલતમાં પણ રહી નથી. પરંતું બાયોમેટ્રિક અને ડીએનએ ટેસ્ટના આધારે મૃતદેહ કુશ પટેલનો હોવાની પુષ્ટિ કરી છે. ત્યારે હવે કુશ પટેલના અંતિમ લંડનમાં જ કરાશે. તેનો મૃતદેહ ડિકંપોઝ થતા મૃતદેહ વતનમાં લાવવામાં નહિ આવે, ત્યાં જ અંતિમસંસ્કાર કરાશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજી ગત વર્ષે જ લંડન ગયો હતો કુશ 
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતો કુશ પટેલ ગત વર્ષે સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો. ગત વર્ષે 2022 ના વર્ષે તેણે લંડનની યુનિવર્સિટીમાં બિઝનેસ મેનેજમેન્ટના કોર્સમાં એડમિશન લીધું હતું. પરંતું 10 ઓગસ્ટથી કુશ પટેલનો કોઈ સંપર્ક થયો નથી. તે 10 ઓગસ્ટ બાદથી કોઈને જોવા મળ્યો નથી. અમદાવાદમાં રહેતા તેના માતાપિતા આ કારણથી ચિંતાતુર બન્યા હતા. કુશનો સંપર્ક ન થયા તેઓએ કુશના રૂમમેટ સાથે વાત કરી હતી, પરંતું રુમમેટને પણ તેના વિશે કોઈ ખબર ન હતી. તેથી તેના માતાપિતાએ લંડનની વેમ્બલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જેના બાદ લંડન પોલીસે હાલ કુશની શોધખોળ શરૂ કરી છે. બે કે ત્રણ મહિનામાં કુશ પટેલના વિઝા પણ પૂર્ણ થવાના હતા.  


કફન વીંટાળેલો દીકરો પાછો આવવાનો હોય તો ડોલરનો મોહ કેમ, આ મોહ સંતાનોને ગળી રહ્યો છે


મૃતદેહ ભારત લાવવા પ્રયાસો શરૂ કર્યાં
કુશની આત્મહત્યા બાદ પરિવાર ભાંગી પડ્યો હતો. પરિવારે મૃતદેહ ભારત લાવવા પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે, મૃતદેહ ભારત લાવવા 25 લાખ રૂપિયાનો ખર્ચો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પરિવાર મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. કેમ કે, એક તરફ તેમણે લાડલો દીકરો ગુમાવ્યો છે અને હવે આટલો આર્થિક બોજો ઉઠાવી શકે તેવી પરિવારની સ્થિતિ નથી. હાલ તો કુશનો મૃતદેહ લંડન શબ ઘરમાં રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.


આને સ્વર્ગ કહેશો કે સ્વિત્ઝર્લેન્ડ, વિશ્વાસ નહિ થાય કે આ ગુજરાતનું જ એક સુંદર સ્થળ છે


કુશનો મૃતદેહ પાણીમાં કોહવાઈ ગયો
લંડન પોલીસ છેલ્લા 10 દિવસથી કુશ પટેલે શોધી રહી હતી. તેના લોકેશન તથા સીસીટીવી ફૂટેજ મોકલ્યા હતા. જેના આધારે તે છેલ્લા લંડન બ્રિજ પાસે હોવાનું દેખાયુ હતું. અંતે 19 ઓગસ્ટે મોડી રાતે લંડન બ્રિજના છેડાથી કુશ પેટલની લાશ મળી હતી. કુશ પટેલના કપડા પરથી તેની ઓળખ થઈ હતી. કારણ કે, તેનું આખું શરીર અને ચહેરો સડી ગયો હતો. જેના કારણે તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. તેથી પોલીસે મૃતદેહ ડીએનએ માટે મોકલ્ય હતો. આખરે બીજા દિવસે તે કુશ પટેલ હોવાનું સામે આવ્યુ હતું. 


કુશ પટેલ પરિવારનો એકનો એક આધાર હતો. કારણ કે, તે લંડનમાં નોકરી કરીને જે રૂપિયા કમાતો હતો, તેનાથી અમદાવાદમાં તેના પરિવારનું ગુજરાન ચાલે છે. તેના પિતાને શારીરિક તકલીફ છે, તેમજ તેના માતા પણ હાઉસવાઈફ છે. હાલ કુશના દાદીના પેન્શનથી ઘર ચાલે છે. તેથી પટાદીર પરિવાર પોતાના વ્હાલસોયાના પરત લાવવા માટે ચિંતાતુર બન્યો છે. 


ઓગસ્ટ નહિ જાય કોરો, આગામી 5 દિવસ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની અંબાલાલ પટેલની અગાહી


અંતે 11 દિવસે લંડનમાં ગુમ નરોડાના કુશ પટેલનો મૃતદેહ બ્રિજના છેડેથી મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેણે આર્થિક સંકડામણના કારણે લંડન બ્રિજ પરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, એકનો એક દીકરો ગુમાવ્યોને કારણે અમદાવાદમાં રહેતા તેના પરિવારમાં માતમ છવાયો છે.


મૃતદેહ અમદાવાદ લાવવાનો ખર્ચ 25 લાખ
અમદાવાદના નરોડાના પાટીદાર પરિવારનો એકના એક આધાર એવા દીકરા લંડનમાં આત્મહત્યા કરી. 10 દિવસ બાદ કુશ પટેલનો મૃતદેહ ક્ષતવિક્ષત હાલતમાં લંડન બ્રિજ પાસેથી મળી આવ્યો હતો. આર્થિક સંક્રામણના કારણે કુશ પટેલે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યુ છે. હાલ કુશનો મૃતદેહ લંડનના શબ ઘરમાં રાખવામાં આવ્યો છે. મૃતદેહ લંડનથી ભારત પરત લાવવાનો ખર્ચ પણ લાખોમાં થાય છે. કારણ કે, કુશ પટેલનો મૃતદેહ ભારત લાવવામાં 25 લાખનો ખર્ચ હોવાથી પટેલ પરિવાર પણ મૂંઝવણમાં મૂકાયો હતો. જોકે, હવે કુશ પટેલના અંતિમ સંસ્કાર લંડનમા જ કરાશે તેવો નિર્ણય લેવાયો છે. તેનુ શરીર આખેઆખું ડિકંપોઝ થઈ ગયું હોવાથી તેને ભારત લાવી શકાય તેમ નથી. તેના અસ્થિ ભારત લવાશે.


સરકારનું દેવાળું ફૂંકવા બેસ્યા સરકારી બાબુઓ, ઓફિસોમાં સાહેબો વગર લાઈટ-પંખા ચાલુ


પ્રાપ્ત માહિતી આધારે, કુશ પટેલના પરિવારની સ્થિતિ પણ બહુ સારી નથી. જેમ કુશ લંડનમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો, ત્યાં તેનો પરિવાર પણ અમદાવાદમાં આર્થિક સંકડામણમાં જવી રહ્યો છે. કુશને જે કોલેજમાં એડમિશન મળ્યું હતું. ત્યાંથી તેને છેલ્લે બે સપ્તાહમાં ભારત પરત ફરવાની નોટીસ અપાઈ હતી. તેને વર્ક પરમીટ મળી નહોતી. કુશના પરિવારમાં માતા-પિતા તેમજ દાદી છે. તેના પિતા દિવ્યાંગ છે. જ્યારે માતા-પિતા બંનેનું આંખનું ઓપરેશન કરાવવાનું છે.


મેડમ જવાબ આપો... ટોળુ વળતા જ સુરતના મેયર બાઈક પર બેસીને ભાગી ગયા