કફન વીંટાળેલો દીકરો પાછો આવવાનો હોય તો ડોલરનો મોહ કેમ રાખવો, આ મોહ તમારા સંતાનોને ગળી રહ્યો છે

Study Abroad : ડોલરનો મોહ કે પછી સારા ભવિષ્યની આશા હોય, દીકરો કે દીકરીની લાશ કફનમાં વીંટાળીને પાછી આવવાની હોય તો પછી આવો મોહ કેમ રાખવો. કેટલાક કિસ્સાઓમાં વ્હાલસોયાના મૃતદેહને વતન પરત લાવવાના રૂપિયા પણ માતાપિતા પાસે હોતા નથી

કફન વીંટાળેલો દીકરો પાછો આવવાનો હોય તો ડોલરનો મોહ કેમ રાખવો, આ મોહ તમારા સંતાનોને ગળી રહ્યો છે

Canada Visa અમદાવાદ : દીકરાને લંડન, અમેરિકા કે કેનેડા મોકલીશું તો આપણું ફ્યુચર સેટ થઈ જશે. દીકરો ડોલરમાં કમાશે અને આપણે સુખી થઈ જઈશું. એવા અરમાનો સાથે માતાપિતા લાખો રૂપિયા ખર્ચીને સંતાનોને વિદેશમાં મોકલે છે. કેટલાક મજબૂર માતાપિતા સાથે રૂપિયા હોતા નથી, છતાં એજ્યુકેશન લોન લઈને કે લોકો પાસેથી માંગીને રૂપિયાની વ્યવસ્થા કરે છે, અને સંતાનોને વિદેશમાં મોકલે છે. પરંતુ આ ડોલરિયો મોહ હવે સંતાનોને ખાઈ રહ્યો છે. સંતાનોને વિદેશમાં સુખ નહિ મળી રહ્યું, પરંતું મોત મળી રહ્યું છે. એવુ મોત કે, તેમના મૃતદેહો પરત લાવવા પણ રૂપિયા ભેગા કરવા પડે છે. 

અમદાવાદના નરોડાના પાટીદાર પરિવારનો એકના એક આધાર એવા દીકરા લંડનમાં આત્મહત્યા કરી. 10 દિવસ બાદ કુશ પટેલનો મૃતદેહ ક્ષતવિક્ષત હાલતમાં લંડન બ્રિજ પાસેથી મળી આવ્યો હતો. આર્થિક સંક્રામણના કારણે કુશ પટેલે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યુ છે. હાલ કુશનો મૃતદેહ લંડનના શબ ઘરમાં રાખવામાં આવ્યો છે. કારણ કે, કુશ પટેલનો મૃતદેહ ભારત લાવવામાં 25 લાખનો ખર્ચ હોવાથી પટેલ પરિવાર પણ મૂંઝવણમાં મૂકાયો છે. જો આ દીકરો હાલ અમદાવાદમાં જ માતાપિતાની નજર સામે હોત તો તેનો જીવ બચી ગયો હોત. લંડનમાં એકલતામાં તેની મૂંઝવણ સાંભળનારું કોઈ ન હતું. રૂપિયાની તંગી એવી થઈ કે દીકરાને મોત વ્હાલુ કરવું વધુ યોગ્ય લાગ્યું. પરંતું શું ગમે તે ભોગે વિદેશમાં જવુ જરૂરી છે. શું દીકરો ડોલર કમાશે તો જ માતાપિતાની ઈજ્જત વધશે એવું છે. ડોલર નહિ કમાય તો ભારતમાં ક્યાં તમે ભૂખ્યા મરવાના છો. વતનમાં એક રોટલી ઓછી ખાવા મળશે તો ચાલશે, પણ વિદેશના મોહમાં સંતાનો ન ગુમાવો. 

ડોલરનો મોહ કે પછી સારા ભવિષ્યની આશા હોય, દીકરો કે દીકરીની લાશ કફનમાં વીંટાળીને પાછી આવવાની હોય તો પછી આવો મોહ કેમ રાખવો. કેટલાક કિસ્સાઓમાં વ્હાલસોયાના મૃતદેહને વતન પરત લાવવાના રૂપિયા પણ માતાપિતા પાસે હોતા નથી. વિદેશથી એક મૃતદેહને ભારત લાવવાનો અંદાજિત ખર્ચ 25 લાખ જેટલો થાય છે. આવામાં માતાપિતા પાસે રૂપિયા ન હોય તો મદદ માંગીને અથવા વિદેશમાં રૂપિયા ભેગા કરીને મૃતદેહ વતન લાવવાની વ્યવસ્થા કરવામાં આવે છે. 

સરકારનું દેવાળું ફૂંકવા બેસ્યા સરકારી બાબુઓ, ઓફિસોમાં સાહેબો વગર લાઈટ-પંખા ચાલુ
 
એક અંદાજ અનુસાર, ગુજરાતમાંથી દર વર્ષે અંદાજે પાંચેક હજાર જેટલા લોકો ગેરકાયદે રીતે અમેરિકા જવાની વાટ પકડે છે. છેલ્લા સવા વર્ષમાં અમેરિકા જવાના પ્રયાસમાં સાત ગુજરાતીઓના મોત થયા છે. હવે તો અપહરણની ઘટનાઓ બનવા લાગી છે. તો એનાથી વધુ ગેરકાયદે જવાના મોહમાં ગુજરાતીઓને અધવચ્ચે જ ગાયબ કરી દેવાય છે. તો કેનેડામાં તરફના વલણમાં પણ આ વર્ષે કેટલાક ગુજરાતી યુવકોના મોત થયા છે. આ તરફ સાઉથ આફ્રિકામાંથી છાશવારે ગુજરાતી યુવકો પર હુમલા, હત્યાની ઘટનાઓના સમાચાર આવ્યા કરે છે. જો વિદેશની ધરતી સેફ નથી તો પછી ત્યા જવાનો આટલો મોહ કેમ. 

અમેરિકા જવા માટે એજન્ટો સાથે લાખો રૂપિયાની ડીલ કરવામાં આવે છે. આટલું ઓછું હોય તેમ આ પ્રવાસમાં જીવનું જોખમ પણ ઓછું નથી. છતાં અમેરિકા જવાનું સપનું જોનારા લાખો ગુજરાતીઓ છે. હાલ જે અમદાવાદી યુવકે લંડનમાં આત્મહત્યા કરી છે, તે પરિવારનો એકનો એક આધાર હતો, તેના પિતાને શારીરિક તકલીફ છે, તેમજ તેના માતા પણ હાઉસવાઈફ છે. ત્યારે ડોલરના મોહમાં હકીકતમાં એક પરિવારે કુલદીપક ગુમાવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news