Rajput Boycott BJP : રાજપૂતોના વિરોધ વચ્ચે રાજકોટમાં રૂપાલા નહિ જ બદલાય તેવુ આખરે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પરસોત્તમ રૂપાલાએ કહી દીધું છે. ડેમેજ કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહેલા ગુજરાત ભાજપે હાલ ગાંધીનગરમાં રાજપૂત આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેના બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને સીઆર પાટીલે કહ્યું કે, ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ. તેમણે ત્રણેકવાર માફી માંગી છે. તેમજ પાટીલે અંતે એમ પણ કહ્યું કે, રાજકોટમાં ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાને બદલવાની કોઈ જરૂરિયાત નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેસ કોન્ફરન્સમાં સીઆર પાટીલે કહ્યુ હતું કે, છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ માટે એક ટિપ્પણીને કારણે સમાજ રોષ ફેલાયો હતો. જેમાં રૂપાલાજીએ ત્રણેક વખત માફી માંગી હતી. હજી પણ સમાજનો રોષ ઓછો થતો નથી. આજે ભાજપે રાજપૂતના સમાજના આગેવાનોની હાજરીમાં, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અમે બેઠક કરી હતી. કોઈ પણ સમાજનો રોષ હોય એ સ્વભાવિક છે. પરંતુ હવે માફી માંગી લીધી છે. તેથી ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને માફ કરે. 


કોણ છે એ રાજપૂત જેણે રૂપાલાને કહી દીધું, લાજ હોય તો ડૂબી મર, કયા મોઢે ચૂંટણી લડે છે


આ સાથે તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજના સંકલન સમિતિનો સંપર્ક કરવામાં આવશે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિને આવતીકાલે ત્રણ વાગ્યે મળશે. ધીમે ધીમે વાતાવરણ થાળે પડે એ માટેના પ્રયત્ન કરવામાં આવશે. ક્ષત્રિય સમાજને મારી પણ વિનંતી છે કે ભૂલ માટે માફી પણ માંગવામાં આવી છે તો પાર્ટીની સાથે જોડાઈ એવી વિનંતી. અમદાવાદ ગોતા વિસ્તારમાં આવતીકાલે સંકલન સમિતિની ત્રણ વાગે બેઠક મળશે. 


રૂપાલા સામે ક્ષત્રિયો આર યા પારના મૂડમાં : સરકારે રાજપૂતોને મનાવવા બંધબારણે બેઠક કરી


રાજપૂતોને મનાવવા સરકારની બેઠક
ગમે તમે કરીને રૂપાલાનો વિવાદ શાંત થઈ જ નથી રહ્યો, ઉપરથી વધી રહ્યો છે, ત્યારે સી આર પાટીલના નિવાસસ્થાને આ મુદ્દે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ આગેવાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ કે જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, કીરીટસિહ રાણા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા. તેમજ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ જોડાયા હતા. ભાજપના મહામંત્રી રજની પટેલ પણ પ્રદેશ અધ્યક્ષના નિવાસ્થાને પહોંચ્યા.