હાર્દિક દીક્ષિત/વડોદરા: શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા એક ફળિયામાં લોકો પોતાના ઘરની બહાર નીકળતા પણ થરથર ધ્રૂજે છે. આની પાછળનું કારણ જાણશો તો તમે પણ ફફડી જશો. ભાયલીમાં વસવાટ કરતા લોકોને કોઈ ચોર લુંટારૂનો ડર નથી, છતાં અહીંના લોકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે. રાત્રે તો ઠીક દિવસે પણ અહીના રોડ રસ્તા હોય કે પછી ગલીઓ હંમેશા સુમસાન જોવા મળે છે. જાણે કરફ્યુ લાગી ગયું હોય તેમ લોકો પોતાના ઘરની બહાર નીકળતા નથી અને બસ ઘરના દરવાજામાંથી બહાર તાક્યા કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતીઓ સાવધાન! નવસારીમાં સર્જાઈ શકે છે પૂરની સ્થિતિ? NDRF ની ટીમો સ્ટેન્ડ બાય


હવે લોકોમાં આટલો ડર કઈ વાતનો છે એ જાણશો તો તમે પણ કહેશો બાપ રે...આમ તો વડોદરા શહેરને મગરોની નગરી કહેવાય છે. એક સમય એવો હતો કે અહીંયા વસવાટ કરતા મગરો માણસોથી ટેવાયેલા હતા, પરંતુ હવે એવું નથી. હવે સમય બદલાયો છે અને મગર તેમજ માણસોનો સ્વભાવ પણ બદલાયો છે. ત્યારે મગરોની નગરી કહેવતા વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં તો ખુદ મગરે નાગરિકોના વસવાટ વચ્ચે પોતાનું ઘર બનાવી દીધું છે. આ કોઈ નાની વાત નથી કારણ કે દસ ફૂટનો મહાકાય મગર મન ફાવે ત્યારે વિસ્તારની ગલીઓમાં લટાર મારતો નજરે ચડે છે. જેના કારણે સ્થાનિક લોકોનું રાત્રે તો ઠીક પરંતુ દિવસે પણ પોતાના ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.


આગામી 24 કલાક ગુજરાતમાં મેઘરાજા કરશે તોફાની બેટિંગ! આટલા જિલ્લામાં અપાયું એલર્ટ


સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અહી દસ ફૂટનો એક નહિ બલ્કે 4 જેટલા મગરો વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે. ઘણી વાર તો મહાકાય મગર લટાર મારતાં મારતાં લોકોના ઘર સુધી આવી પહોંચે છે, જેના કારણે અહીંના વૃદ્ધો તેમજ બાળકોએ છેલ્લા ઘણા દિવસોથી પોતાના ઘરની બહાર જ નીકળવાનું બંધ કરી દીધું છે. 


અમદાવાદમાં આગામી 2 દિવસ કેવો પડશે વરસાદ? ગુજરાતમાં 4 દિવસ ધડબડાટી બોલાવશે મેઘરાજા


મહાકાય મગર તેમના ઘરમાં ન ઘૂસી જાય તેના માટે લોકો હંમેશા પોતાના ઘરના દરવાજા બંધ જ રાખે છે. તો વળી કેટલાક લોકોએ તો પોતાના ઘરની બહાર લાકડાની આડસ પણ મુકાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે ભાયલીના આ ફળિયામાં મગરોએ પોતાનું વર્ચસ્વ જમાવી દીધું છે, ત્યારે વહેલી તકે આ મગરોનું રેસ્ક્યું કરી અહીથી દૂર કરવામાં આવે તેવું સ્થાનિકોમાં માંગ ઉઠી છે.


લવ સેક્સ ઔર ધોખા: અમદાવાદમાં બે સગી બહેનો લવ-જેહાદનો શિકાર,કંપારી છૂટી જાય એવી કહાની