સુરતની સૂરત બગડી, રૂપિયો કમાવાની લ્હાયમાં ધંધાદારીઓએ શહેરી સુંદરતા પર કાળી મેસ ચોપડી દીધી
ઔદ્યોગિક નગરી સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા ઉદ્યોગોને જરૂરી કોલસો વિદેશમાંથી મંગાવી પૂરો પાડવામાં આવે છે, આ કોલસો મગદલ્લા પોર્ટ પર આવે છે, અને ત્યાંથી ઔદ્યોગિક એકમોમાં મોકલવામાં આવે છે. જોકે કોલસાના ટ્રાન્સપોર્ટને કારણે સમગ્ર વિસ્તારને કાળો મેસ કરી નાંખ્યો છે. પ્રતિદિન 700થી વધુ ટ્રકોની આવનજાવનને કારણે આ વિસ્તારના રસ્તાઓની પણ હાલત બદતર થઇ ગઇ છે. સ્થાનિક લોકોએ અનેક રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ આવતું નથી. તેમનો આરોપ છે કે અહીં ગેરકાયદેસર રીતે કોલસાનો સ્ટોરેજ થાય છે, જેને કારણે સ્થાનિક રહેવાસીઓ અલગ અલગ રોગથી પીડાઈ રહ્યાં છે.
તેજશ મોદી/સુરત :ઔદ્યોગિક નગરી સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા ઉદ્યોગોને જરૂરી કોલસો વિદેશમાંથી મંગાવી પૂરો પાડવામાં આવે છે, આ કોલસો મગદલ્લા પોર્ટ પર આવે છે, અને ત્યાંથી ઔદ્યોગિક એકમોમાં મોકલવામાં આવે છે. જોકે કોલસાના ટ્રાન્સપોર્ટને કારણે સમગ્ર વિસ્તારને કાળો મેસ કરી નાંખ્યો છે. પ્રતિદિન 700થી વધુ ટ્રકોની આવનજાવનને કારણે આ વિસ્તારના રસ્તાઓની પણ હાલત બદતર થઇ ગઇ છે. સ્થાનિક લોકોએ અનેક રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ આવતું નથી. તેમનો આરોપ છે કે અહીં ગેરકાયદેસર રીતે કોલસાનો સ્ટોરેજ થાય છે, જેને કારણે સ્થાનિક રહેવાસીઓ અલગ અલગ રોગથી પીડાઈ રહ્યાં છે.
સુરત શહેરની ટેક્સટાઇલ સહિત અલગ અલગ ઇન્ડસ્ટ્રીને કોલસો પહોંચાડતા મગદલ્લા પોર્ટે આખા શહેરની ખૂબસૂરતી ઉપર કાળી મેસ ચોપડી દીધી હોય તેવું ચિત્ર બહાર આવ્યું છે. સુરત મહાનગરપાલિકા એરપોર્ટથી ડુમસ અને ઉધના મગદલ્લા રોડનું બ્યુટિફિકેશન કરી શહેરની શાનમાં ચાર ચાંદ લગાવવા મથામણ કરે છે. પણ મનપાના આ પ્રયાસો વચ્ચે મગદલ્લા પોર્ટ સુરતની ખૂબસૂરતી ઉપર કાળી ટીલ્લી સમાન સાબિત થઇ રહ્યું છે.
આ પણ વાંચો : ભડકે બળી રહ્યુ છે ગુજરાત, ખંભાત-હિંમતનગર બાદ માણસાનું ઈટાદર સળગ્યું
મગદલ્લા પોર્ટનાં સૂત્રોનું માનીએ તો, મગદલ્લા પોર્ટ ઉપર વર્ષે દહાડે પચાસ લાખ ટન કોલસો ઊતરે છે. આ કોલસાને પોર્ટના ગોદામ ઉપરથી અલગ અલગ ઈન્ડસ્ટ્રીને મોકલવા માટે રોજની 700થી વધુ ટ્રકોની આવનજાવન છે. જેને લઈને આસપાસના વિસ્તારના લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. મગદલ્લા પોર્ટ ઉપર ઊતરતા કોલસાને લઇ સુરત શહેરની તાપી નદીને પણ પ્રદૂષણની વ્યાપક અસર થઇ રહી છે. તાપી નદી અને અરબી સમુદ્રના મુખમાં પણ પ્રદૂષણ ફેલાઇ રહ્યું છે.
આ અંગે શહેરના પયાર્વરણીયશાસ્ત્રીઓએ અવારનવાર રજૂઆતો કરી હતી. પરંતુ સ્થાનિક લોકોના આરોગ્યના ભોગે પોર્ટ ઉપર બેરોકટોક કોલસો ઊતરી રહ્યો છે અને સાથે જ સ્ટોરેજ પણ કરવામાં આવી રહ્યો છે. અને તેની સમાંતરે ચાર ગણી સ્પીડે રોજ વહન પણ થઇ રહ્યો છે. મગદલ્લા પોર્ટ ઉપરથી પસાર થતી કોલસા ભરેલી ટ્રકો પૂરેપૂરી તાડપત્રીથી ઢાંકેલી પણ નથી હોતી. જ્યારે જે ટ્રકો ઉપર તાડપત્રી પાથરેલી જોવા મળે છે તે પણ તૂટેલીફૂટેલી હોય છે. જેને લઇને મગદલ્લા પોર્ટ ઉપરથી કોલસા ભરી પસાર થતી ટ્રકો આખા રસ્તે કોલસાની ભૂકી વેરતા વેરતા જાય છે. જેને લઇને મગદલ્લા પોર્ટથી લઇને ઉધના-મગદલ્લા રોડ ઉપર ઠેર ઠેર સડકના કિનારે કાળી મેસની ચાદર છવાઇ જાય છે.
આ પણ વાંચો : હનુમાન જયંતી : સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, મંગળા આરતીમાં નારા ગુંજ્યા
કોલસાના વહનમાં કેટલાક ટ્રાન્સપોર્ટર સરાજાહેર કાયદાઓનો ભંગ કરે છે. પરંતુ કમનસીબી એ છે કે, એકપણ સરકારી વિભાગ કોલસા વહન કરનારા ટ્રાન્સપોર્ટરને કાયદાનું ભાન નથી કરાવી શકતું. જેને લીધે ખૂબસૂરત સુરતની તસવીર બગડી રહી છે. સ્થાનિક લોકોએ આ સમસ્યા અંગે અનેક રજૂઆતો કરી છે, પરંતુ તેમનું સાંભળનાર કોઈ નથી. જેથી આગામી દિવસોમાં કલેક્ટરને આવેદનપત્ર આપી તેઓ પોતાનો વિરોધ નોંધાવશે, સાથે જ જો આ સમસ્યાનું નિરાકાન નથી આવે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.