નચિકેત મહેતા/ ખેડા: ઉત્તરાયણનો તહેવાર સામે છે, ત્યારે ચાઈનીઝ દોરીએ સમગ્ર રાજ્યમાં કાળો કહેર વરતાવ્યો છે. ત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ખેડા જિલ્લામાં ચાઈનીઝ દોરી વેંચતા અને ખરીદતા લોકો થઇ જજો સાવધાન નહિતર જેલની હવા ખાવી પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, કપડવંજ પોલીસ કપડવંજ કાલી બસ્તીમાં નવા બસ સ્ટેશન સામે એક ઇસમ ચાઇનીઝ દોરી વેચતો હોવાની બાતમી મળતા જે આધારે સર્વેલન્સના પોલીસ માણસો સાથે રેઇડ કરતા આરોપી સમીરભાઇ મલેક, રહે. કપડવંજ નવા બસ સ્ટેશન પાછળ, કાલીબસ્તી, તથા મહમંદઅબુબક્ર ઉર્ફે મહમ્મદઅલી બિસ્મીલ્લાખાન પઠાણ હાલ રહે, કપડવંજ મોઇનપાર્ક મુળ રહે. જુના મદ્રેસા વાળી ફળી ઇસ્લામપુરાને ચાઇનીઝ દોરીના ફીરકી 5000 વારના અલગ અલગ કલરના નંગ.29 નંગ,જે એક નંગ ની કિ.રૂ.300 લેખે 29 નંગના કિ.રૂ.8700ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જાહેરનામા ભંગની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.


ગુજરાતના યાત્રાધામો પર વરસી ભૂપેન્દ્ર પટેલ સરકાર, વિકાસ પાછળ ધૂમ રૂપિયા ખર્ચશે


આ ઉપરાંત કપડવંજ કઠલાલ બાયપાસ રોડ ઉપર એક ઇસમ ઇકો ગાડીમાં ચાઇનીઝ દોરી લઇને આવતાં વોચ તપાસમાં રહેલ અને બાતમીવાળી ઇકો ગાડીમાં બેસેલ આરોપીઓ મહંમદસાહીલ મકસુદહુસેન શેખ રહે. મહુધા, ફીણાવ ભાગોળ, ગુલર ફળીયુ, તથા ઇલીયાસમીયા યુસુબમીયા મલેક રહે.દાસલવાડા, મલેકવાડાને ચાઇનીઝ દોરી ના ફીરકા 5000 વારના અલગ અલગ કલરના નંગ -48 ,જે એક નંગ ની કિ.રૂ.300/- લેખે ૪૮ નંગના કિ.રૂ.14400/- તથા ઇકો ગાડીજી.જે.01.આર.યુ.9142 કિ.રૂ.1,50,000/- મળી કુલ્લે કિ.રૂ.1,64,400/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જાહેરનામા ભંગની કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.


મોદી સરકારમાં ફેરફાર: ગુજરાતનો ઘટી શકે છે દબદબો, આ 4 મંત્રીઓના પદ પર ખતરો


ચકલાસી પોલીસે નરસંડા ચોકડી પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની રિલ નંગ 30 કિંમત રૂપિયા 9 હજાર સાથે આરોપી ચિરાગભાઈ અરવિંદભાઈ પરમાર (રહે.મોટી નહેર પાસે, ફતેપુરા, તા.નડિયાદ)ને ઝડપી લીધો છે અને તેની સામે જાહેરનામા ભંગા અન્વયે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી દીધી છે.


ગુજરાતમાં અહીં 100 કિમીની ઝડપે પવન ફૂંકાયો, આગામી 48 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે


મહેમદાવાદ પોલીસ મથક હદ વિસ્તારમાં ઢાકણીવાડ વિસ્તારમાં રહેતા સલીમ મલેક અને મહંમદ પઠાણ મોનોસ્કાય કંપની ની ચાઈનીઝ દોરી વેંચતા હોવાની માહિતી મળતા મહેમદાવાદ પોલીસે રેડ કરી 60 નંગ ફીરકા સાથે બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તો મહેમદાવાદના ગ્રામ્યના કચ્છાઈ વિસ્તારમાં ખેતરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા મહેશ ઉદેસિંહ ઝાલા ને પોલીસે 23 નંગ ચાઈનીઝ દોરીના ફીરકા સાથે ઝડપી પાડી કાયદેસરની કર્યવાહી હાથ ધરી છે.


પેટ્રોલ-ડીઝલ કે લાઈટ નહીં, હવે 'હવા' થી ચાલશે વાહનો! ગુજરાતમાં એક જ નવો જ અવિષ્કાર


બીજી તરફ ખેડા પોલીસના તમામ પોલીસ અધિકારીઓને ખેડા એસપી દ્વારા દુકાનોમાં સઘન ચેકીંગની સૂચના આપતાં ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં પોલીસના અધિકારીઓ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.