મોરબીમાં કોરોનાના દર્દીનો મૃતદેહ રઝળ્યો, 2 સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે ચોખ્ખી ના પડાઈ
વારંવાર કહેવાય છે કે, કોવિડના દર્દીઓ સાથે ખરાબ વ્યવહાર ન કરવો, છતાં લોકો દુર્વ્યવહાર કરે છે. એટલું જ નહિ, કોરોનાના દર્દીને મોત બાદ પણ અંતિમ સંસ્કાર કરવા માટે સમસ્યા ઉભી કરે છે. તાજેતરમાં જ ભરૂચ અને અંકલેશ્વરમાં કોરોનાના દર્દીના મોત બાદ અંતિમ સંસ્કાર માટે વિવાદો ઉભા કરાયા હતા. ત્યારે હવે મોરબીમાં પણ વિવાદો ઉઠ્યા છે. મોરબીમાં કોરોનાના દર્દીની અંતિમ વિધિ માટે વધુ એક સ્મશાન પાસે વિરોધ કરાયો છે. જેને કારણે મૃતકના પરિવારજનોને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે.
હિમાંશુ ભટ્ટ/મોરબી :વારંવાર કહેવાય છે કે, કોવિડના દર્દીઓ સાથે ખરાબ વ્યવહાર ન કરવો, છતાં લોકો દુર્વ્યવહાર કરે છે. એટલું જ નહિ, કોરોનાના દર્દીને મોત બાદ પણ અંતિમ સંસ્કાર કરવા માટે સમસ્યા ઉભી કરે છે. તાજેતરમાં જ ભરૂચ અને અંકલેશ્વરમાં કોરોનાના દર્દીના મોત બાદ અંતિમ સંસ્કાર માટે વિવાદો ઉભા કરાયા હતા. ત્યારે હવે મોરબીમાં પણ વિવાદો ઉઠ્યા છે. મોરબીમાં કોરોનાના દર્દીની અંતિમ વિધિ માટે વધુ એક સ્મશાન પાસે વિરોધ કરાયો છે. જેને કારણે મૃતકના પરિવારજનોને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે.
સુરતનો ITI પાસ ભેજાબાજ ઈસ્માઈલ નકલી ટોસિલિઝુમેબ ઈન્જેક્શન ઘરે બનાવતો હતો!!!
મોરબીમાં કોરોનાના દર્દીની અંતિમ વિધિ માટે પરિવારજનો હેરાન કરવામાં આવી રહ્યાં છે. કોરોનાના દર્દી હીરાભાઈ મોહનભાઈ ડાભીનુ ગત રાત્રે 10.15 કલાકે નિધન થયું હતું. ત્યારે વિદ્યુત સ્માશન ગૃહમાં હીરાભાઈનો મૃતદેહ અંતિમવિધિ માટે સ્મશાનમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ સ્મશાન ગૃહના સંચાલકોએ કોરોનાના દર્દીનો મૃતદેહ સ્મશાનમાં લાવવાની ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, મોરબીના વિદ્યુત સ્મશાનમાં કોરોનાના દર્દી માટે એક ભઠ્ઠી તંત્ર દ્વારા અનામત રાખવામાં આવી છે. પરંતુ સ્મશાન સંચાલકે પોઝિટિવ દર્દીના પરિવારજનોને મૃતકની અંતિમ વિધિ માટે ના પાડી દીધી હતી.
દર્દીને નકલી ટોસિલિઝુમેબ ઈન્જેકશન પહોંચાડનાર માં ફાર્મસીના આશિષ શાહે કર્યો આ ખુલાસો...
જોકે, આ ઘટના મોડી રાતની છે. પરંતુ હજી સુધી હીરાભાઈનો મૃતદેહ હજી સુધી અંતિમ સંસ્કાર માટે રઝળી રહ્યો છે. હજુ સુધી તેમના મૃતદેહને અગ્નિદાહ દેવાયો નથી. દર્દીની અંતિમવિધિ માટે વિદ્યુત સ્મસાન પાસે વિરોધ બાદ ધોળેશ્વર સ્મશાન પાસે પણ વિરોધ કરાયો હતો. કોરોનાના દર્દીના પરિવારજનોને મૃતકની અંતિમ વિધિ ક્યા કરવી તે સૌથી મોટો પ્રશ્ન બન્યો હતો. પરંતુ બાદમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ધોળેશ્વર સ્મશાનમાં જ હીરાભાઈના અંતિમ સંસ્કાર કરાયા હતા.
લોકો માનવતા ભૂલીને સતત કોરોનાના મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે વિરોધ કરી રહ્યાં છે. લોકોને કોરોના ફેલાવાનો ડર લાગે છે, પરંતુ આવામાં લોકો માનવતા ભૂલી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર