દર્દીને નકલી ટોસિલિઝુમેબ ઈન્જેકશન પહોંચાડનાર માં ફાર્મસીના આશિષ શાહે કર્યો આ ખુલાસો...

હાલ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ટોઝિલિઝુમેબ ઈન્જેક્શન ચર્ચાઈ રહ્યાં છે. કોરોનાના દર્દીને ટ્રીટમેન્ટ માટે વપરાતા ટોસિલિઝુમેબ ઈન્જેક્શન (tocilizumab injection) નો કાળો કારોબાર પણ ગુજરાતમાં શરૂ થઈ ગયો છે. ત્યારે અમદાવાદ અને સુરતમાં તપાસ પહોંચી છે. અમદાવાદના એક દર્દીને નકલી ટોસિલિઝુમેબ ઈન્જેક્શન આપવામાં આવી રહ્યું હતું. ત્યારે દર્દીના સગાને નકલી ટોસિલિઝુમેબ ઈન્જેકશન પહોંચાડનાર માં ફાર્મસીના આશિષ શાહ સાથે ઝી કલાકે કરી ટેલિફોનિક વાતચીત કરી હતી.

દર્દીને નકલી ટોસિલિઝુમેબ ઈન્જેકશન પહોંચાડનાર માં ફાર્મસીના આશિષ શાહે કર્યો આ ખુલાસો...

અતુલ તિવારી/અમદાવાદ :હાલ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ટોઝિલિઝુમેબ ઈન્જેક્શન ચર્ચાઈ રહ્યાં છે. કોરોનાના દર્દીને ટ્રીટમેન્ટ માટે વપરાતા ટોસિલિઝુમેબ ઈન્જેક્શન (tocilizumab injection) નો કાળો કારોબાર પણ ગુજરાતમાં શરૂ થઈ ગયો છે. ત્યારે અમદાવાદ અને સુરતમાં તપાસ પહોંચી છે. અમદાવાદના એક દર્દીને નકલી ટોસિલિઝુમેબ ઈન્જેક્શન આપવામાં આવી રહ્યું હતું. ત્યારે દર્દીના સગાને નકલી ટોસિલિઝુમેબ ઈન્જેકશન પહોંચાડનાર માં ફાર્મસીના આશિષ શાહ સાથે ઝી કલાકે કરી ટેલિફોનિક વાતચીત કરી હતી.

વડોદરામાં વધુ એક ભાજપી નેતાનું કોરોનાથી મોત, ઉપપ્રમુખ મહેશ શર્માના મોતથી ભાજપમાં સન્નાટો

આશિષ શાહના જણાવ્યા અનુસાર, રાત્રે 12 વાગે ઈન્જેકશન સાલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. નકલી ઈન્જેકશન આપતા સમયે પોતે ઈન્જેકશન નકલી છે તે બાબતથી અજાણ હોવાનું તેઓએ કહ્યું છે. આશિષ શાહે સાલ હોસ્પિટલમાં ઈન્જેકશન ડિલિવરી આપતા સમયે રૂપિયા 1,35,000 રોકડ લીધા હતા. દર્દીના સગાએ આશિષ શાહને જણાવ્યું હતું કે આ ઈન્જેકશન નકલી છે. ઈન્જેકશન નકલી હોવાની જાણ થતાં આશિષ શાહે દર્દીના સગાના ડ્રાઈવરના ખાતામાં ગુગલ પેથી 25 હજાર રૂપિયા પરત કર્યાનું જણાવ્યું હતું. 

ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના કાળા કારોબારનો પર્દાફાશ, નકલી ઈન્જેક્શનનું પગેરુ સુરતમાં પહોંચ્યું 

આશિષ શાહના જણાવ્યા અનુસાર, તેમણે ઈન્જેકશન વીએસ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી લીધા હતા. વીએસ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હર્ષ ઠાકોર નામના વ્યક્તિએ તેઓને નકલી ઈન્જેકશન આપ્યા હતા. હર્ષ ઠાકોરના પિતા અને ભાઈ SVP માં નોકરી કરતા હોવાનું આશિષ શાહે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું. SVP ના કોલ્ડ સ્ટોરેજમાંથી ઈન્જેકશન કાઢીને આપવા અંગે હર્ષે આશિષ શાહને જણાવ્યું હતું. નકલી ઇન્જેક્શનની આખરી ડિલ 12 જુલાઈની આસપાસ થઈ હોવાનું આશિષ શાહે કહ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news