સતત 21માં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં લાગી આગ, જાણો તમારા જિલ્લાનો ભાવ
આજે ડીઝલ 21 પૈસા તો પેટ્રોલ 25 પૈસા મોંઘુ થયું છે. છેલ્લા 21 દિવસમાં ડીઝલ 11 રૂપિયા તો પેટ્રોલ 9.12 રૂપિયા મોંઘુ થઈ ચુક્યુ છે.
નવી દિલ્હીઃ ખેડૂતોથી લઈને ટ્રક ચલાવનારના વિરોધ છતાં દેશમાં ડીઝલ-પેટ્રોલની કિંમતો (Petrol-Diesel price today)માં વધારો યથાવત છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં નરમી વચ્ચે આજે 21માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે ડીઝલ 21 પૈસા તો પેટ્રોલ 25 પૈસા મોંઘુ થયું છે. છેલ્લા 21 દિવસમાં ડીઝલ 11 રૂપિયા તો પેટ્રોલ 9.12 રૂપિયા મોંઘુ થઈ ચુક્યુ છે.
ગુજરાતના બધા જિલ્લામાં ભાવ વધારો
સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવથી સામાન્ય લોકો પરેશાન છે. આજે ગુજરાતમાં પણ બધા જિલ્લાઓમાં આ ભાવ વધારો જોવા મળ્યો છે. વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર સહિત રાજ્યના બધા જિલ્લામાં ભાવમાં વધારો થયો છે.
જાણો ગુજરાતમાં શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ
શહેર | પેટ્રોલ | ડીઝલ |
અમદાવાદ | 77.70 | 77.56 |
અમરેલી | 78.45 | 78.33 |
આનંદ | 77.62 | 77.48 |
અરવલ્લી | 78.63 | 78.48 |
બનાસ કંથા | 77.87 | 77.75 |
ભરૂચ | 78.06 | 77.95 |
ભાવનગર | 78.93 | 78.81 |
બોટાદ | 78.58 | 78.46 |
છોટાઉદેપુર | 77.89 | 77.78 |
દાહોદ | 78.30 | 78.19 |
દેવભૂમિ દ્વારકા | 77.36 | 77.26 |
ગાંધીનગર | 78.13 | 77.99 |
ગીર સોમનાથ | 78.69 | 78.6 |
જામનગર | 77.58 | 77.48 |
જુનાગઢ | 78.08 | 77.99 |
ખેડા | 77.56 | 77.45 |
કચ્છ | 77.47 | 77.36 |
મહીસાગર | 77.72 | 77.61 |
મહેસાણા | 77.77 | 77.69 |
મોરબી | 78.31 | 78.22 |
નર્મદા | 77.86 | 77.75 |
નવસારી | 77.71 | 77.62 |
પંચ મહેલ | 77.40 | 77.3 |
પાટણ | 77.77 | 77.69 |
પોરબંદર | 77.98 | 77.87 |
રાજકોટ | 77.42 | 77.33 |
સાબરકાંઠા | 77.94 | 77.84 |
સુરત | 77.52 | 77.44 |
સુરેન્દ્રનગર | 77.72 | 77.64 |
તાપી | 78.00 | 77.91 |
ડાંગ | 78.25 | 78.15 |
વડોદરા | 77.27 | 77.17 |
વલસાડ | 78.05 | 77.96 |
21 દિવસમાં 11 રૂપિયા મોંઘુ થયું ડીઝલ
આંતરરાષ્ટ્રીય બજારમાં આમ તો 21 દિવસમાં મોટાભાગે ક્રૂડ આયાતની કિંમતો સામાન્ય રહી, પરંતુ ઘરેલૂ બજારમાં ભાવ સતત વધી રહ્યાં છે. હાલ ઈન્ડિયન બાસ્કેટ કાચા તેલની કિંમત 42 ડોલર પ્રતિ બેરલ ચાલી રહી છે. પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તે પ્રમાણે ઘટાડો થયો નથી. તેની અસર છે કે છેલ્લા 21 દિવસમાં ડીઝલની કિંમતોમાં 11 રૂપિયા પ્રતિ લીટર તો પેટ્રોલમાં 9.12 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube