Petrol-Diesel Price Today : ગુજરાતમાં આજથી સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, અલગ અલગ શહેરોના લેટેસ્ટ ભાવ
Petrol-Diesel Latest Price : લોકસભા ચૂંટણી પહેલાં દેશવાસીઓને મોદી સરકારની મોટી ભેટ.. પેટ્રોલ અને ડીઝલમાં 2 રૂપિયાનો કરાયો ઘટાડો.. ઈંધણમાં ભાવ ઘટાડાથી લોકોને મોટી રાહત
Petrol Price in Ahmedabad Today : લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રાહત આપતાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ઘટેલા ભાવ સવારથી દેશભરના તમામ પેટ્રોલ પંપ પર લાગુ થઈ ગયા છે. મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને મોટી રાહત થઈ છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ઘટીને 94 રૂપિયા 44 પૈસા થઈ ગયો છે. તો ડીઝલનો ભાવ 90 રૂપિયા અને 11 રૂપિયા સુધી પહોંચી ગયો છે. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વીટ કરતાં લખ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ 2 રૂપિયા ઓછા કરીને પીએમ મોદીએ સાબિત કરી દીધું કે કરોડો ભારતીયોને પોતાના પરિવારનું હિત અને સુવિધા હંમેશા તેમનું લક્ષ્ય છે.
આ છે નવા ભાવ
કેન્દ્ર સરકારની નાગરિકોને ચૂંટણી પહેલા મોટી ભેટ મળી છે. લોકસભાની ચૂંટણી પહેલા લોકોને રાહત મળી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડો લોકોના ખિસ્સા પર મોટી અસર કરશે. ડીઝલ અને પેટ્રોલમાં પ્રતિ લીટર 2-2 રૂપિયાનો ઘટાડો થયો છે. ગઈ કાલ સુધી ડીઝલનો ભાવ 92 રૂપિયા 17 પૈસા પ્રતિ લીટરનો ભાવ હતો. તે આજે ડીઝલનો ભાવ 90 રૂપિયા 11 પૈસા થયા છે. તો ગઈ કાલ સુધી પેટ્રોલનો ભાવ 96 રૂપિયા 42 પૈસા પ્રતિ લીટરનો ભાવ હતો, તે આજે પેટ્રોલનો ભાવ 94 રૂપિયા 44 પૈસા થયા છે.
ગુજરાતમાં વાતાવરણમાં મોટી હલચલ : ઠંડી-ગરમી વચ્ચે આ તારીખથી હવમાનમાં મોટો પલટો આવશે
- અમદાવાદ - 94.44 પ્રતિ લીટર
- અમરેલી - 95.97 પ્રતિ લીટર
- ગાંધીનગર - 94.57 પ્રતિ લીટર
- જામનગર - 94.44 પ્રતિ લીટર
- મહેસાણા - 94.60 પ્રતિ લીટર
- રાજકોટ - 94.22 પ્રતિ લીટર
- સુરત - 94.44 પ્રતિ લીટર
- વડોદરા - 94.09 પ્રતિ લીટર
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પૂરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરી જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ભાવ ઘટાડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકવાર ફરીથી સાબિત કર્યું છે કે કરોડો ભારતીયોના પોતાના પરિવારનું હિત અને સુવિધા હંમેશા તેમનું લક્ષ્ય છે. અત્રે જણાવવાનું કે આજે સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગૂ થશે.
અંબાજીનો મોહનથાળ હવે ઓનલાઈન મળશે, આ રીતે કરો ઓર્ડર
તેલ કંપનીઓ કમાઈ રહી છે નફો
રેટિંગ એન્જસી ઇફ્રાના રિપોર્ટ અનુસાર સરકારી તેલ વિતરણ કંપનીઓએ જાન્યુઆરી 2024માં પેટ્રોલ પર 11 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર છ રૂપિયા પ્રતિ લીટરનો નફો કમાયો છે. સપ્ટેમ્બર 2023 પહેલા તેલ કંપનીઓની સ્થિતિ ઠીક રહી નથી, પરંતુ સપ્ટેમ્બર 2023 બાદથી પેટ્રોલ પર અને નવેમ્બર 2023થી ડીઝલ પર માર્જિન સુધર્યું છે. સરકારી તેલ કંપનીઓ પેટ્રોલ પર ચાર મહિનાથી અને ડીઝલ પર છેલ્લા બે મહિનાથી સારી કમાણી કરી રહી છે.