અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત ફાર્મસી કાઉન્સિલ દ્વારા 54 ફાર્મસીસ્ટના લાયસન્સ 1 વર્ષ માટે રદ્દ કરી દેવાયા છે. સાથે જ તમામને રૂપિયા 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. 54 ફાર્મસીસ્ટના લાયસન્સ રદ્દ થવા અંગે વાત કરતા ગુજરાત ફાર્મસી કાઉન્સીલના પ્રમુખ મોન્ટુ પટેલે જણાવ્યું હતું કે, ફાર્મસીસ્ટ તરીકે પોતાનું લાયસન્સ મેડીકલ સ્ટોર માટે ભાડે આપી શકે છે. પરંતુ પણ લાઇસન્સ ભાડે આપી બીજા સ્થળે નોકરી કરવી ગુનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યભરના આવા જ આશરે 2 હજાર જેટલા ફાર્મસીસ્ટ વિરુદ્ધ કાઉન્સિલને ફરિયાદ મળી છે. ફરિયાદના સંદર્ભમાં તપાસ ચાલુ છે. પરંતુ હાલ 54 ફાર્મસીસ્ટ છેલ્લા 5 થી 10 વર્ષથી પોતાનું લાયસન્સ ભાડે આપીને પોતે અન્ય સ્થળે નોકરી કરી રહ્યા છે તે સાબિત થયું છે. 


ગુજરાત પર બે એર સાયક્લોનિક સરક્યુલેશનની અસર, આ 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી


  • 54 ફાર્મસીસ્ટના લાયસન્સ 1 વર્ષ માટે સસ્પેન્ડ

  • ગુજરાત ફાર્મસી કાઉન્સિલ દ્વારા કરાયો નિર્ણય

  • તમામને રૂપિયા 5 હજારનો ફટકાર્યો દંડ

  • લાયસન્સ ભાડે આપી નોકરી કરતા હોવાનો આવ્યું છે સામે

  • કાઉન્સિલને 2 હજાર જેટલા ફાર્મસીસ્ટ વિરુદ્ધ મળી છે ફરિયાદ

  • તમામ ફાર્મસીસ્ટ વિરુદ્ધ કરાઈ રહી છે તપાસ

  • 1500 થી વધુ ફાર્મસીસ્ટને સ્પષ્ટતા માટે કાઉન્સીલે બોલાવ્યા

  • ફરિયાદ સાચી સાબિત થતા તમામ સામે લેવાશે પગલા


જૂઓ LIVE TV....



આવા 54 ફાર્મસીસ્ટના લાયસન્સ 1 વર્ષ માટે રદ્દ કરીને રૂપિયા 5 હજારનો દંડ કરવામાં આવ્યો છે. બાકીના 1500 વધુ ફામર્સીસ્ટ સામે હાલ તપાસ ચાલી રહી છે તે તમામને કાઉન્સિલ સમક્ષ બોલાવવામાં આવી રહ્યા છે. ફરિયાદ મુજબ ગુનો સાબિત થશે તે તમામના લાયસન્સ સસ્પેન્ડ કરીને દંડ ફટકારવામાં આવશે સાથે જ બીજી વખત આજ ગુનામાં ઝડપાશે તો હમેશા માટે લાયસન્સ રદ્દ કરવા સુધીના કાઉન્સિલ દ્વારા પગલા ભરવામાં આવશે.