Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : NCB ના હાથે અમદાવાદ એરપોર્ટે પરથી વિદેશી મહિલા ડ્રગ્સ હેરાફેરી કરતી ઝડપાઈ છે. NCB એ 2.12 કિલો હેરોઇનના જથ્થા સાથે ફિલિપાઇન્સની મહિલાની ધરપકડ કરી. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ની હેરાફેરી કનેક્શન ખુલતા NCB એ મહિલાની પૂછપરછ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NCB એ 41 વર્ષીય ફિલિપાઇન્સની મહિલા જીનાલીન પડીવાન લીમોનની હેરોઇનના જથ્થા સાથે એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. NCB ને બાતમી મળી હતી કે, વિદેશમાંથી ડ્રગ્સની હેરાફેરી કરવા માટે એક મહિલા અમદાવાદ ઈન્ટર નેશનલ એરપોર્ટ પર આવી રહી છે. જેને લઈને NCB ની ટીમે એરપોર્ટ પરથી મહિલાની અટકાયત કરી હતી. તપાસ કરતા સ્કૂલ બેંગમાં હેરોઇનનો જથ્થો છુપાવેલો હતો. સ્કૂલ બેંગમાંથી જે  2.121 કિલો હેરોઇન મળ્યું તેની કુલ કિંમત 15 કરોડની થવા પામી છે. 


વિદેશી મહિલા Laos દેશના Vientiane એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. જોકે વિદેશી મહિલા ડ્રગ્સ કેરિયર તરીકે કામ કરી રહી છે અને વિદેશથી ડ્રગ્સ ભારતમાં ઘુસાડવા માટે એક ટ્રીપના 5 હજાર ડોલર મળતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.


વડતાલના સ્વામીની લંપટલીલાથી ગુસ્સે થયા હરિભક્તો, 300 હરિભક્તોએ કર્યું હલ્લાબોલ


આ અગાઉ પણ ભારતમાં ડ્રગ્સ ડિલીવરી કરી ચૂકી છે 
ફિલિપાઇન્સની મહિલાની ધરપકડ બાદ પૂછપરછ કરતા અત્યાર સુધી 3 વખત ભારત ડ્રગ્સની ડિલિવરી કરવા આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં અગાઉ ટ્રાવેલ્સ હિસ્ટ્રી જોતા વર્ષ 2022 માં એપ્રિલ અને જૂન મહિનામાં દિલ્હી આવી હતી. ત્યારે પણ ડ્રગ્સ ડિલિવર કર્યું હોઇ શકે છે. ત્યારે વિદેશી મહિલા ટુર એન્ડ ટ્રાવેલ્સ તેમજ કોસ્મેટિક્સ વસ્તુઓનો ધંધાના બહાને ડ્રગ્સની હેરાફેરી કરે છે. 


ઝડપાયેલ મહિલાને 3 બાળકો છે અને પતિ સાથે છૂટાછેડા થયા હોવાથી એકલી રહે છે. પણ ડ્રગ્સ માફિયાના સંપર્કમાં આવી ગઈ હોવાથી ડ્રગ્સની હેરાફેરી કરી રહી હોવાનું કબૂલાત કર્ઉં હતું. જોકે ભારતમાં ડ્રગ્સની ડિલિવરી કરવાની Laos દેશમાં બેઠેલા ડ્રગ્સ માફિયા ફોનમાં સૂચના મળ્યા બાદ આપવાનું હતું. જોકે ડ્રગ્સ કોઈ પાસે પહોંચે તે પહેલાં જ NCB ટીમે હેરોઇનનાં જથ્થા સાથે મહિલાની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.


ગુજરાતમાં ફરી એક વખત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા ડ્રગ્સ એરપોર્ટથી ડ્રગ્સ ઘુસાડી રહ્યાં છે. ત્યારે આ મહિલાએ અત્યાર સુધી કેટલી વખત ડ્રગ્સની હેરાફેરી કરી અને ડ્રગ્સ પહોંચાડ્યું છે જેને લઇ વધુ તપાસ શરૂ કરી છે.


માનવતાને શર્મસાર કરતો કિસ્સો : મૃત મિત્રની બારમાની વિધિમાં મોબાઈલ ચોરી 3 લાખ ઉપાડ્યા