વડતાલના સ્વામીની લંપટલીલાથી ગુસ્સે થયા હરિભક્તો, 300 હરિભક્તોએ કર્યું હલ્લાબોલ

Rape FIR Against Three Vadtal Swaminarayan Saint : વડતાલ સ્વામિનારાયણ મંદિર પર હરિભક્તોનો હલ્લાબોલ... મંદિરના સ્વામી પર દુષ્કર્મના આરોપ મુદ્દે હરિભક્તોમાં ભારે આક્રોશ... મંદિર પરિસરમાં પોસ્ટર્સ લગાવી દર્શાવ્યો વિરોધ.. 
 

ગુજરાતભરમાંથી આવેલા હરિભક્તોનો વિરોધ 

1/7
image

સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓનો મામલો બહાર આવતા હરિભક્તો ગુસ્સે થયા છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાતના અલગ અલગ સ્થળોથી આવેલા હરિભક્તો એકત્રિત થયા હતા. ગુજરાતમાંથી 300 જેટલા હરિભક્તોએ વિરોધ દર્શાવ્યો હતો. વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિભક્તોએ મંદિર પરિસરમાં લંપટ સાધુઓનો વિરોધ દર્શાવતા બેનરો લગાવ્યા હતા. આ ઉપરાંત હરિભક્તો સમગ્ર મામલાને લઈને આવેદનપત્ર પણ આપ્યું હતું.   

ગાયબ છે જગત પવન સ્વામી

2/7
image

દુષ્કર્મની ફરિયાદ બાદ જગત પવન સ્વામી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે વડતાલ ખાતે પહોંચી તપાસ કરી હતી, જગત પાવન સ્વામીના રૂમમાં પોલીસે સર્ચ હાથ ધર્યું હતું. વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ જે.પી.સ્વામી અંડર ગ્રાઉન્ડ થઈ ગયા છે. 

યુવતીએ કરી દુષ્કર્મની ફરિયાદ

3/7
image

વડતાલ સ્વામીારાયણ સંપ્રદાયના સ્વામીઓ ફરી વિવાદમાં આવ્યા છે. વડોદરામાં વડતાલના સ્વામી સામે યુવતી દ્વારા દુષ્કર્મની ફરિયાદ કરવામા આવી છે. વાડી પોલીસ મથકે સગીરાએ જગત પાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ કરીને ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતી સાથે ફોન પર અભદ્ર વાતચીત કરી હોવાનો પણ આરોપ તેણે મૂક્યો છે. 2016 માં સ્વામીએ ગિફ્ટ આપવાના બહાને યુવતીને રૂમમાં બોલાવી હતી. ત્યારે યુવતીએ અન્ય બે સ્વામીનારાયણ સંતો એચ પી સ્વામી, કેપી સ્વામી સામે પણ મદદગારીની ફરિયાદ કરી છે. સાથે જ સ્વામીને કડક સજા થાય તેવી યુવતીએ માંગ કરી છે. 

સંત સંમેલનમાં સ્વામીનારાયણ સંતો સામે વિરોધ

4/7
image

સનાતન ધર્મની રક્ષા કાજે ફરી સંતો મેદાને આવ્યા છે. રાજકોટના ત્રંબા ગામ ખાતે આજે 11 જુનના રોજ સંત સંમેલન મળ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ધાર્મિક પુસ્તકોમાં હિન્દૂ દેવી દેવતાઓને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે જેને લઈને ત્રીજું મહાસંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં દેવી-દેવતા વિશે પુસ્તકોમાં કરવામાં આવેલા ખોટા અવલોકનો સામે રણનીતિ તૈયાર કરાઈ હતી. જેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના વિવાદ મુદ્દે ચાપરડાના સંત મુક્તાનંદ બાપુએ કહ્યું, આ સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાંથી લખાણો દૂર કરવાની માંગ કરાઈ છે. સ્વામીનારાયણ ગુરુકુલમાં બનેલી ઘટના અંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પગલાં લેવા જોઈએ. સ્વામીનારાયણ સંપ્રદાયમાં બનતી ઘટનાઓ ન બને તેની તકેદારી સંપ્રદાયના સંતોએ રાખવી જોઈએ. 

જે પિતા હોય તે પિતા રહે છે અને જે દીકરા હોય એ દીકરા રહે

5/7
image

મુક્તાનંદ બાપુએ કહ્યું હતું કે, જે પિતા હોય તે પિતા રહે છે અને જે દીકરા હોય એ દીકરા રહે છે. સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને વિવાદ ઉઠ્યો હતો. હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનનૈા દાસ દર્શાવતા સનાતનીઓમાં રોષ ફેલાયો હતો. વિવાદ વકરતા મંદિર પરિસરમાંથી ભીંતચિત્રો હટાવાયા હતા.  અમારી પાસે એ લખાણોની યાદી છે અને એ લખાણો દૂર કરવા અંગે અમે વિનંતિ કરીએ છીએ. કારણ કે ભાઈઓ તેનાથી એક જ ધર્મના લોકો વચ્ચે તિરાડ પડે છે, આ ત્રુટીઓ સુધારી લે. કોઈપણ દેવી દેવતાને નીચા ચીતરવા એ વ્યાજબી નથી. મનસ્વી રીતે પોતાની લીટી મોટી કરવા માટે એ બિલકુલ વ્યાજબી નથી.

અમે અમારા સંપ્રદાયની ભૂલ લેખિતમાં સ્વીકારીએ છીએ: એસ.પી.સ્વામી

6/7
image

ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રતિનિધિ એસ.પી.સ્વામીએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે વડતાલ મૂળ સંપ્રદાયના આચાર્ય એવું માને છે કે, સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો જ એક ભાગ છે. સનાતન ધર્મને કોઈ ગાળ આપે તો અમને પણ ન ગમે. સ્વામિનારાયણ ભગવાને પણ આદેશ કરેલો છે કે કોઈ દેવી દેવતાઓનું અપમાન ન કરવું. શિક્ષાપત્રીમાં પણ ક્યાંય કોઈ સનાતન ધર્મના દેવી-દેવતાઓ વિશે આવું લખવામાં આવેલું નથી. અમે અમારા સંપ્રદાયની ભૂલ લેખિતમાં સ્વીકારીએ છીએ. જે પુસ્તકોમાં લખવામાં આવેલું છે તે અમારા પુસ્તકો નથી. જે પણ સંપ્રદાય લખ્યું હોઈ તેની સામે પગલાં લેવામાં આવે.  

7/7
image