પ્રશાંત ઢીવરે/સુરત: સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અવાર નવાર વિવાદમાં આવતી હોય છે. આમ તો સુરત પાલિકા કમિશનરે મોટા ઉપાડે સ્મીમેર હોસ્પિટલની કાયા પલટની જાહેરાત કરી છે પણ તેમાંથી કોઈ ફરક દેખાતો નથી. સ્મીમેર  હોસ્પિટલમાં ફરી કુતરા- બિલાડી બોર્ડમાં ફરતા હોવાના ફોટો વાયરલ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે અલ-નીનોની અસરથી સમગ્ર દેશમાં દુકાળનો ખતરો! માત્ર સારા વરસાદની 10 ટકા સંભાવના


સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી દુર કરવા માટે ખાસ અધિકારીની નિમણુંક કરવામાં આવી હતી. શરૂઆતમાં પંદરેક દિવસ સુધી સ્મીમેર હોસ્પિટલમાં સુવિધા અને વ્યવસ્થા રાખવામાં સફળતા મળી હતી. પરંતુ જાહેરાતના થોડા જ દિવસો બાદ સ્મીમેર હોસ્પિટલમાં ફરીવાર અવ્યવસ્થાનો માહોલ સર્જાઈ રહ્યો છે. 


Oops Moment નો શિકાર બની હતી 'નેશનલ ક્રશ'! છુપાના ભી નહી આતા...દિખાના ભી નહી આતા..


સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કેટલાક વોર્ડમાં કુતરા અને બિલાડા આંટા મારી રહ્યાં હોવાના ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ ફોટા જુના હોવાના સ્મીમેર હોસ્પિટલ ના સુપરિટેન દાવા કરી રહ્યા છે. આ દાવાની સામે જ્યારે બોર્ડમાં આ ફોટા અંગે તપાસ કરવામાં આવતા બોર્ડમાં દાખલ દર્દીના સગાએ આજે પણ બિલાડી આંટા મારી રહ્યા હોવાનું જણાવ્યું છે. સ્મીમેર માંથી અવ્યવસ્થા કાયમી ધોરણે  દુર કરવાનો દાવો થોડા જ દિવસોમાં પોકળ સાબિત થયો છે.પણ હોસ્પિટલ ના ડીન લૂલો બચાવ કરતા નજરે પડ્યો છે.


રાજકોટમાં આશાસ્પદ ક્રિકેટરનું મોત, ક્રિકેટ રમીને પરત ફરતાં જિંદગીની ઈનિંગ પુરી કરી


સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પીટલના રેઢિયાળ તંત્રને દુર કરવા માટે સુરત પાલિકા કમિશ્નર શાલિની અગ્રવાલે સ્મીમેર હોસ્પિટલમાં ખાસ અધિકારી તરીકે રાજ્ય સરકારમાંથી આવેલા ડેપ્યુટી કમિશનર જે.એન.વાઘેલાને મુક્યા હતા. માત્ર પંદર દિવસમાં જ સ્મીમેર હોસ્પિટલમાંથી 40 કિલો જેટલા ગુટખા અને તમાકુ ઝડપી પાડ્યા બાદ સ્મીમેર હોસ્પિટલની સફાઈની કામગીરી પણ સારી થઈ હતી. આ માટે પાલિકા તંત્રએ મોટા ઉપાડે જાહેરાત કરીને સ્મીમેર હોસ્પિટલમાં કાયમી ધોરણે સફાઈ રહે અને કોઈ અવ્યવસ્થા ન થાય તે માટે દરકે વોર્ડ અને દરેક માળ દીઠ અધિકારીઓની જવાબદારી નક્કી કરી હતી.


'તે લગ્ન પહેલાં પણ મારી હતી અને લગ્ન બાદ પણ મારી છે, ભૂલથી પણ પાછળ ન આવતો'


સમીમેર હોસ્પિટલની વાહવાહી થઈ હતી ત્યાર બાદ સ્મીમેર હોસ્પિટલનો વહીવટ ફરી રેઢિયાળ બની ગયો છે. સ્મીમેર હોસ્પિટલમાં સફાઈના મોટા દાવા વચ્ચે સ્મીમેર હોસ્પિટલ ફીમેલ વોર્ડમાં કુતરા અને બિલાડીના આંટા ફેરા શરૂ થઈ ગયાં છે. બીમાર દર્દીઓ વચ્ચે કુતરા અને બિલાડીના આંટા ફેરા શરૂ થતાં  દર્દીઓના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે. 


હોસ્પિટલની ભૂલના લીધે માતા-પિતાને ના મળ્યું બાળક, દિકરાનો જન્મ થતાં જ...!


ખાસ કરીને ફીમેલ વોર્ડમાં નવજાત બાળકો માતા સાથે હોય છે અને આવી સ્થિતિમાં બિલાડી વોર્ડમાં જ આટા મારતી હોય લોકોમાં ભય જોવા મળી રહ્યો છે, જ્યારે આ બિલાડીને પકડીને વોર્ડમાંથી દૂર કરવામાં આવે તેવી માંગ  દર્દી, દર્દીના સગાં કરી રહ્યા છે.