હોસ્પિટલની ભૂલના લીધે માતા-પિતાને ના મળ્યું બાળક, દિકરાનો જન્મ થતાં જ...!

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નર્સિંગ હોમની એક ભૂલના લીધે માતા-પિતાને તેમનું બાળક નથી મળી રહ્યું. હોસ્ટિલમાં બાળકનું જન્મ થયું પણ ડોક્યુમેન્ટમાં બાળકી લખતા વિવાદ વકર્યો.

હોસ્પિટલની ભૂલના લીધે માતા-પિતાને ના મળ્યું બાળક, દિકરાનો જન્મ થતાં જ...!

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં એક નર્સિંગ હોમમાં જન્મેલા છોકરાના બદલે ડોક્યુમેન્ટમાં છોકરી લખી નાખ્યું. જો કે બાદમાં આ ભૂલને સુધારી પણ લેવામાં આવી છે. પરંતુ સરકારી નિયમો બતાવી નવજાતને પરિવારને સોંપવાનો ઇનકાર કર્યો. નર્સિંગ હોની ભૂલના લીધે માતા-પિતા હવે તેના જ બાળકથી વંચિત છે. અને બાળક સરકારી ઘરમાં રહેવા મજબૂર છે.  હાલ નવજાતને કોલકાતાની બાળ કલ્યાણ સમિતિની શાખામાં રાખવામાં આવે છે. ત્યારે શાખાના પ્રમુખનું કહેવું છે કે નવજાતના પિતા અને તમામ સંબંધિઓએ જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યાછે. પોલીસ રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો છે. જેથી હવે શાખાના પ્રતિનિધિઓ છોકરીના પિતા અને કાકાના ઘરે જશે. જેની તપાસના રિપોર્ટ બાદ નવજાતને માતા-પિતાને સોંપવામાં આવશે.

જન્મ બાળકનો અને લખ્યું બાળકી:
કુલપીના પદમપુકુરની રહેવાસી રુમા હલદારે 9 ફેબ્રુઆરીએ બરુઈપુરના એક નર્સિંગ હોમમાં પુત્રને જન્મ આપ્યો હતો. જન્મ પછી નવજાત બાળકને શ્વાસની ગંભીર સમસ્યાઓ થઈ હતી. જેથી તેને NRS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારે એ જ રૂમમાં અન્ય એક બાળકને પણ લાવવામાં આવ્યો હતો જેને SNCUમાં દાખલ કરવામાં આવ્યો હતો. NRS સૂત્રોના જણાવ્યા મુજબ નવજાત શિશુને દાખલ કરવા સમયે બરુઈપુરના નર્સિંગ હોમે સબમિટ કરેલ રેફર પેપર પર છોકરી લખ્યું હતું. પરંતુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે બાળક ખરેખર છોકરો હતો. સમગ્ર મામલે શંકા જતા અજ્ઞાત તરીકે બાળકને દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે હોસ્પિટલના અધિકારીઓએ દાવો કર્યો છે બાળકને દાખલ કરવા આવેલ બંને વ્યક્તિ પણ તેની યોગ્ય રીતે ઓળખ કરી શક્યા નથી.

એક ભૂલથી બાળક માતા-પિતાથી વંચિત:
NRS હોસ્પિટલે રાત્રે બરુઈપુરના નર્સિંગ હોમમાં ફોન કર્યો ત્યારે અધિકારીઓને તેમની ભૂલની જાણ થઈ હતી. જેથી બીજા દિવસે ભૂલ સુધારવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવામાં આવ્યા હતા. તો ઘટનાની જાણ થતા બાળકના પિતા પણ કોલકાતા દોડી આવ્યા હતા. પિતાએ દાવો કર્યો છે પોલીસને જરૂરી દસ્તાવેજ આપી દેવાયા છે છતા NRS હોસ્પિટલના અધિકારીઓ આ વાતને માનવા તૈયાર નથી. તો બરુઈપુરના નર્સિંગ હોમના માલિક કહે છે અમે અમારી ભૂલ સુધારી લીધે છે. જે બાળકને અજ્ઞાત બતાવ્યું હતું તેને અમે રૂમા હલદરની બેબી કરી આપ્યું છે. તેમ છતા NRS અધિકારીઓ બાળકીને પરિવારને સોંપવાની ના પાડી દીધી.

હોસ્પિટલના અધિકારીઓ શું કહે છે?
હોસ્પિટલના અધિકારીઓનું કહેવું છે કે 9 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યે નવજાત શિશુને દાખલ કરવા આવેલા બંનેએ તેમના ઓળખ પત્ર બતાવ્યા નહોંતા.એટલું જ નહીં પણ તેઓ બાળક સાથેના સંબંધને પણ સાબિત કરી શક્યા નહોંતા. જેથી અમે બાળકને અજ્ઞાત દર્શાવ્યું હતું. જો કે NRS સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું કે તેમણે ભૂલ સુધારી દસ્તાવેજો યોગ્ય રીતે સબમિટ કર્યા છે. પરંતુ મામલો વિવાદાસ્પદ હોવાથી અમે તમામ પક્ષે તપાસ કર્યા બાદ જ તેને માતા-પિતાને સોંપીશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news