ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદના ગીતા મંદિરમા સુતેલી 11 વર્ષની બાળકી સાથે પાડોશીએ શારિરીક અડપલા કર્યાની ઘટના સામે આવી છે. બાળકીની માતાએ પાડોશી યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કરી ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાજકોટમાં 8 વર્ષની સગીરા પર 17 વર્ષના હવસખોરે આચર્યું દુષ્કર્મ


ગીતા મંદિર વિસ્તારનો આ કિસ્સો છે. જેમાં 11 વર્ષની બાળકી વહેલી સવાલે ઉઘમાંથી ઉઠીને માતા પાસે આવી. અને કહેવા લાગી કે પાડોશમાં રહેતા દિપકે મારા શરીર સાથે અડપલા કર્યા. પરંતુ માતાએ દિકરીની વાત સાભંળીને દિપકને બોલાવીને ઠપકો આપ્યો. આરોપીએ આ કૃત્ય નહીં કર્યુ હોવાનુ જણાવતા મામલો ત્યાં જ પતી ગયો હતો.


આ પણ વાંચો:- અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં એક અઠવાડીયામાં કોરોનાના 77 કેસ નોંધાયા


આ ઘટનાથી 11 વર્ષની બાળકી દહેસતમાં રહેતી હતી. પરંતુ ગરમીના કારણે નિત્યક્રમ મુજબ આખો પરિવાર ધાબા પર સુતો હતો. ફરી એક વખત સવારે માતા વહેલી સવારે ઉઠીને ઘર કામમા જતી રહી. જયારે 11 વર્ષની દિકરી સુતી હતી. ત્યારે ફરી આરોપીએ તેની સાથે શારિરીક અડપલા કર્યો. ગભરાયેલી બાળકી ફરી મા પાસે પહોંચી અને આરોપીના કૃત્યનો ભાંડો ફોડયો. અંતે મહિલાએ આરોપી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી.


આ પણ વાંચો:- Coronavirus: વડોદરા, સુરત સહિત આ શહેરોમાં વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા


હાલમા તો આરોપી દિપક સોલંકી વિરૂધ્ધ કાગડાપીઠમા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube