કિજલ મિશ્રા/અમદાવાદ : એક તરફ રૂપાણી સરકાર એક વર્ષ પૂર્ણ કરવાની ઉજવણીના મૂડમાં છે. ત્યાં બીજી તરફ યાત્રા ધામ બોર્ડ દ્વારા પાવાગઢ મામલે કથિત ઓડિયો કલીપે સરકારની  ભ્રષ્ટાચાર મુક્ત સરકારની સ્લોગનના લીરે લિરા ઉડાવી દીધા છે. જો કે, સમગ્ર કેસમાં 3 કલાકમાં સરકાર એ યુ ટર્ન લઇ લીધો હોય એવું લાગી રહ્યું છે. કેબિનેટ બેઠક શરૂ થાયએ પહેલાં આ અંગે નિવેદન આપતા પ્રવાસન મંત્રી દિલીપ ઠાકોરએ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે એવું જણાવ્યું હતું. જો કે કેબીનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી. કેબિનેટ બેઠક બાદ સરકારના સુર બદલાયેલા નજર આવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર સત્યતાની તપાસ કરવાને બદલે દોષનો ટોપલો અધિકારિયો પર નાખતી હોવાનું નજરે ચઢ્યું. આ અંગે પ્રતિક્રિયા આપતા Dy cm નીતિન પટેલે જણાવ્યું હતું કે, કેટલાક અધિકારીઓ સરકારને બદનામ કરવા ખોટા આક્ષેપો કરી રહ્યા છે. આવા અધિકારીઓ સામે સરકાર કડક પગલાં લેશે. અહીં એ બાબતનો ઉલ્લેખ કરવો જરૂરી છે ,કે આ ઓડિયો કલીપ અંગે અધિકારી અનિલ પટેલ સાથે પણ ઝી 24 કલાકે વાત કરી હતી. ત્યારે એમને ઓડિયો કલીપ સાચી હોવાની અને જે પણ ઘટના થઈ છે એનો ટેલીફોનિક ચર્ચામાં ઉલ્લેખ કર્યો હોવાનો જણાવ્યો હતો.


વધુ વાંચો...સરકારે સ્વિકાર્યું: રાજ્યમાં સૌથી વધારે પોલીસ ખાતામાં અને મહેસુલ ખાતામાં ભ્રષ્ટાચાર


ત્યારે Dy CM નીતિન પટેલે સમગ્ર મામલે સરકારનો બચાવ કરતા સવાલોના કઠેડામાં તત્કાલ સચિવ અનિલ પટેલને ઉભા કરી દીધા છે. નીતિન પટેલે અધિકારીઓ પર નિશાન સાધતા જણાવ્યું હતું સરકારમાં કેટલાક અધિકારી એવા પણ છે જેમને પોતાની પસંદગીની પોસ્ટિંગના મળતાં અથવા સાઈડ ટ્રેક કરાતા સરકાર સામે આ પ્રકાર આક્ષેપ બાજી કરે છે. શા માટે ફરજ બજાવતા હોય ત્યારે સરકારના રજુઆત કરવામાં નથી આવતી? સત્તામાં રહીને તમામ સવલતો અધિકારીઓ ભોગવે છે. અને નિવૃત્તિ બાદ આ રીતે આક્ષેપ બાજી કરે છે. 


આ તમામ બાબતોની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. આ પ્રકારે ખોટા આક્ષેપો કરનાર અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવશે. જો કે, નીતિન પટેલ માત્ર સરકારી બાબુઓ સુધી સીમિત રહ્યા ના હતા. સમગ્ર ઘટના જે ઓડિયો કલીપ થકી બહાર આવી એવા rti એક્ટીવીસ્ટ કિશોર નથવાણી પર પણ તેમણે નિશાન સાધ્યું હતું. અને જણાવ્યું હતું કે, કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે ખોટી અરજીઓ કરતા હોય છે. આ રીતે વાયરલ કરતા હોય છે. 


વધુ વાંચો...આગામી પાંચ વર્ષમાં સરકારી તમામ પ્રમાણ પત્રો ઓનલાઇન થશે: વિજય રૂપાણી


જો કે અરજદાર દ્વારા સમગ્ર માહિતીને લઈને હાઈકોર્ટમાં અરજી કરવાની પણ તૈયારી બતાવવામાં આવી છે. ત્યારે સવાલએ ઉભો થાય છે કે, પગલાં ભ્રષ્ટાચાર કરનાર સામે લેવવા જોઈએ કે, તેને ઉજાગર કરનાર સામે? સમગ્ર કેસમાં હકીકતોની તાપસ કર્યા વિના આ રીતે અપાયેલા નિવેદનો જ દાળમાં કૈક કાળું હોવાની શંકા ઉપજાવે છે. સાથે જ આગામી દિવસોમાં ભ્રષ્ટચાર મામલે ગુજરાત સરકારમાં મંત્રીઓ સરકાર આમને સામને આવે તો નવાઈ નહીં.


અહિ ક્લિક કરી જુઓ ગુજરાતના વધુ સમાચાર