અમદાવાદ : સામાન્ય વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી ગઇ છે. ફરી એકવાર કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા વિકાસનાં દાવા ધોવાઇ ચુક્યા છે.  શહેરના મેઘાણીનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલા જ સમારકામ કરેલો રોડ દબાઈ જતા અનાજ ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી, પરતું થોડા વરસાદમાં જ તંત્રની બે દરકાર બહાર આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યંત ધનાઢ્ય ફાર્મ હાઉસમાં ચાલતું હતું જુગારધામ, શંકા ન પડે તે માટે પરિવાર મુકવા આવતો


સ્થાનિકો નું કહેવું છે કે અહીં રોડ એવો છે કે વરસાદ આવે એટલે દબાઈ જાય છે અને આવી ઘટના બને છે. તો બીજી તરફ અમદાવાદના ખોખરા શ્રી લશ્રમીનારાયણ ટયુબવેલ પાસે હરિઓમ સ્કુલ નજીક થોડા થોડા અંતરે ચાર જગ્યાએ ભુવા પડયા તેમજ રોડ બેસી ગયો હતો. આજ માગઁ પર એક વષઁમાં અનેક વખત ભુવાઓ પડયા હોવા છતા નક્કર કામગીરી ના થતા અવાર નવાર રોડ પર ભંગાણ પડે છે. 


લોકડાઉન ખુલતા જ અમરાઇવાડીમાં ખુની ખેલ, પ્રેમપ્રકરણમાં યુવકની તલવારના ઘા મારીને હત્યા


તંત્રની સબ ઝોનલ કચેરી આજ માગઁ પર આવેલી હોવા છતા અધિકારીઓ આંખ આડા કાન કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદ પહેલા મોટી મોટી ગુલબાંગો હાંકવામાં આવતી હોય છે. જો કે એક જ વરસાદમાં તમામ દાવાઓ ધોવાઇ જતા હોય છે. આ વર્ષે પણ તમામ દાવાઓ ધોવાઇ ગયા હતા. અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઇ ગયા હતા. અનેક સ્થળોએ ભુવા પડી ગયા હતા.


(ઇનપુટ આશ્કા જાની અને અર્પણ કાયદાવાલા)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર