લોકડાઉન ખુલતા જ અમરાઇવાડીમાં ખુની ખેલ, પ્રેમપ્રકરણમાં યુવકની તલવારના ઘા મારીને હત્યા

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં વરસતા વરસાદમાં ખેલાયો ખૂની ખેલ. જેમા યુવકને તલવારના 10થી વધુ ઘા ઝીંકી હત્યા કરવામા આવી. દરજીની ચાલીમા રહેતા જતીન ઉર્ફે ભોલા નામના યુવકને દિલીપ ઉર્ફે ટાઈગર નામના માથાભારે શખ્સની બહેન સાથે પ્રેમસંબંધ હતો. અને તેની અદાવત રાખી જતીન નામના યુવક સાથે ઝગડો કર્યો હતો. યુવકને તલવારના 10થી વધુ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.

Updated By: Jun 7, 2020, 06:43 PM IST
લોકડાઉન ખુલતા જ અમરાઇવાડીમાં ખુની ખેલ, પ્રેમપ્રકરણમાં યુવકની તલવારના ઘા મારીને હત્યા

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં વરસતા વરસાદમાં ખેલાયો ખૂની ખેલ. જેમા યુવકને તલવારના 10થી વધુ ઘા ઝીંકી હત્યા કરવામા આવી. દરજીની ચાલીમા રહેતા જતીન ઉર્ફે ભોલા નામના યુવકને દિલીપ ઉર્ફે ટાઈગર નામના માથાભારે શખ્સની બહેન સાથે પ્રેમસંબંધ હતો. અને તેની અદાવત રાખી જતીન નામના યુવક સાથે ઝગડો કર્યો હતો. યુવકને તલવારના 10થી વધુ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.

આણંદ: તારાપુર હાઇવે પર સ્ત્રીવેશે ડ્રાઇવરોને લલચાવી લૂંટનારી ડફેર ગેંગ ઝબ્બે

જે અંગે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવકની કરપીણ હત્યા મામલે પરિવારનો આક્ષેપ છે કે હત્યા કરનાર દિલીપ ઉર્ફે ટાઇગરનો આ વિસ્તારમાં ત્રાસ હતો. અંગત અદાવતમાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. હત્યાને અંજામ આપ્યા પહેલા મોડા સુધી આરોપી અને મૃતક સાથે બેઠા હતા. બાદમા નશાની હાલતમાં તીક્ષ્ણ હથિયારના 10 થી વધુ ઘા ઝીંકી હત્યા કરી હતી.

ગુજરાતમાં શ્રીકાર વર્ષા: સૌરાષ્ટ્રમાં પાંચ દિવસથી તો મધ્ય ગુજરાતમાં 3 દિવસથી તબક્કાવાર વરસાદ

ભોલાની હત્યાના ગુનામા દિલીપનું નામ સામે આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જોકે પરિવાર અને અન્ય સ્થાનિકોની પુછપરછમાં  વાત સામે આવી છે કે ભોલાએ છેલ્લા કેટલાંક સમયથી દિલીપની બહેન સાથે સંબંધ પૂરા કરી નાખ્યા હતા. તે જ કારણ હોઈ શકે છે કે દિલીપે તેની હત્યા નિપજાવી. હાલ તો પ્રેમ પ્રકરણમાં 22 વર્ષના યુવકની હત્યા થયાનું સામે આવ્યું છે ત્યારે  આરોપી ઝડપાયા બાદ શું નવા ખુલાસા થાય છે તે જોવુ રહ્યુ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર