અલકેશ રાવ, બનાસકાંઠા: એક બાજુ સરકાર દ્વારા જળસંચય યોજના અંતર્ગત શહેર અને ગામડાઓના તળાવો ઊંડા કરવાની સરાહનીય કામગીરી ચાલી રહી છે. તો બીજી બાજુ પાલનપુર નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે શહેરના ઐતિહાસિક માનસરોવર તળાવ માંદગીનું તળાવ બની ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર દ્વારા ચોમાસાને ધ્યાનમાં લઈને વરસાદીપાણીનો સંગ્રહ થાય અને પાણીની તંગી ન સર્જાય તે માટે સુજલામ સુફલામ જળસંચય યોજનાનો પ્રારંભ કરીને તળાવો ઊંડા કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તો બીજી તરફ પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના લોકો માટે પાણીની સમસ્યા હલ કરવાની વાત તો દૂર રહી પરંતુ શહેરના ઐતિહાસિક માનસરોવર તળાવની દુર્દશા કરવામાં આવી રહી છે.


વધુમાં વાંચો:- વરસાદ બાદ સોળે કળાએ ખીલ્યો ગીરાધોધ, પ્રવાસીઓના ટોળા ઉમટ્યા


માનસરોવર તળાવની સાફ સફાઈ તો દૂર રહી પરંતુ નગરપાલિકા દ્વારા ગટરોનું ગંદુ પાણી તળાવમાં ઠલવાઇ રહ્યું છે જેના કારણે રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. જોકે તળાવની ગંદકીના કારણે આવતી દુર્ગંધના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નવાબી શહેર પાલનપુરનું ઐતિહાસિક માનસરોવર તળાવ એ શહેરની શાન હતું. જેનું બાંધકામ પાલનપુરના જાલોરી શાસક મલિક મુજાહિદ ખાને ઇ.સ 1628માં બંધાવ્યું હતું અને તેમની રાણી માનબાઈ જાડેજાને સમર્પિત કર્યું હતું.


વધુમાં વાંચો:- વડોદરા: ડભોઇમાં 3 ઈંચ વરસાદથી પાણી-પાણી, લોકો મુશ્કેલીઓમાં મુકાયા


જે તળાવ પાલનપુરની શાનમાં ચાર ચાંદ લગાવતું હતું. અને શહેરના લોકો ત્યાંથી પાણી પીતા હતા. પરંતુ હાલ પાલિકાની જ બેદરકારીના કારણે શહેરની ભૂગર્ભ ગટરનું પાણી તળાવમાં ઠાલવતા ગંદુ તળાવ બની ગયું છે. લોકોને આ તળાવ પાસેથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે લોકો તળાવની બદતર હાલત માટે પાલિકા સામે ફિટકાર વરસાવી રહ્યા છે. પાલિકા દ્વારા માનસરોવર તળાવની દુર્દશા ખરાબ કરી દેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


વધુમાં વાંચો:- રાજ્યમાં મેઘરાજા મહેરબાન: ક્યાંક ધોધમાર તો ક્યાંક નહિવત વરસાદ, નર્મદા ડેમમાં પાણીની આવક


તો બીજી બાજુ સ્વચ્છતાની મસમોટી વાતો કરતા પાલિકાના સત્તાધીશોએ તળાવની દુર્દશા બાબતે મોન સેવી લીધું છે. પાલનપુરના ઐતિહાસિક માનસરોવર તળાવની જાળવણી તો દૂર રહી પરંતુ પાલિકા દ્વારા તળાવને ગંદકીનું તળાવ બનાવી દીધું છે. ત્યારે તળાવમાં ગટરનું પાણી ઠલવાતા રોગચાળો ફેલાવાની સંભાવના પ્રબળ થઈ છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાલિકા કુંભકર્ણની નિંદ્રા માંથી ક્યારે જાગી ઐતિહાસિક તળાવની જાળવણી કરે છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...