સરકાર તમામ સહયોગ આપશે, એ મોદીની ગેરંટી : અમૂલ ફેડરેશનની આ છે તાકાત
PM મોદીએ અમૂલના 1200 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યુ.... GCMMFની સુવર્ણ જયંતી પર તમામને શુભકામના આપી.... ડેરી ઉત્પાદન સાથે સંકળાયેલા તમામ લોકોનું અભિવાદન કર્યું.... પશુધનની ભૂમિકાને પણ પીએમ મોદીએ બિરદાવી..
pm modi amul event golden jubilee : ગુજરાતમાં GCMMFના સુવર્ણ જયંતી સમારોહની ભવ્ય ઉજવણી પ્રસંગે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એક લાખથી વધુ દૂધ ઉત્પાદકો, સહકારી અગ્રણીઓ, ખેડૂતો, પશુપાલકો થયા સહભાગી થયા હતા. સહકારથી શક્તિ, સહકારથી સન્માન, સહકારથી સમૃદ્ધિ'ના સૂત્રને વર્ષોથી ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાર્થક કરતું આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન(GCMMF)ની ગોલ્ડન જયુબિલીની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યભરમાંથી એક લાખથી વધુ ખેડૂતો, દૂધ ઉત્પાદકો, સહકારી અગ્રણીઓ સહિત પશુપાલકો આ ભવ્ય ઉજવણીમાં સહભાગી થયા હતા.
સરકાર તમામ સહયોગ આપશે, એ મોદીની ગેરંટી
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડેશનને તેની સુવર્ણ જયંતી પર શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, 50 વર્ષ પહેલા ગુજરાતનાં ગામોએ મળીને સહકારી ક્ષેત્રે જે છોડ વાવ્યો એ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે અને તેની શાખાઓ દેશ વિદેશમાં ફેલાઈ છે. અમૂલ વિશ્વની નંબર વન ડેરી બને એ માટે સરકાર તમામ સહયોગ આપશે, એ મોદીની ગેરંટી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
ખેડૂતો માટે MSP કેમ જીવન-મરણનો સવાલ? આ કારણોસર મોદી સરકાર પાસે માગી રહ્યાં છે ગેરંટી
વધુમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે આઝાદી પછી દેશમાં ઘણી બધી બ્રાન્ડ બની, પરંતુ અમૂલનો વિકાસ અભૂતપૂર્વ રહ્યો છે, અમૂલ જેવું કોઈ નહીં એમ કહેતા વડાપ્રધાને કહ્યું કે, આજે અમૂલ દેશના પશુપાલકોના સામર્થ્યની ઓળખાણ બની ગયું છે. અમૂલ અને શ્વેતક્રાંતિની સફળતાની વાત કરતાં દેશના પશુધનના યોગદાનને યાદ કરીને વડાપ્રધાને પશુધનની વંદના કરી હતી.
પુત્રએ પિતાની લારીને ગુજરાતની ફેમસ ફુડ બ્રાન્ડ બનાવી, આજે વિદેશોમાં છે રેસ્ટોરન્ટ
ગુજરાતના બે સપૂતોએ આગેવાની લીધી
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૃતકાળમાં પોતાનો સુવર્ણ જયંતી મહોત્સવ મનાવી રહ્યું છે, એ સુભગ સંયોગ પણ છે. એટલું જ નહીં, સહકારી ક્ષેત્રની તાકાત કેટલી પ્રભાવશાળી છે, એ આજનો અવસર દર્શાવે છે. આઝાદીના આદોલનમાં અંગ્રેજો સામેની અસહકારની લડતની આગેવાની ગુજરાતના બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલે લીધી હતી. એવી જ રીતે ગુજરાતના બે પનોતા પુત્ર નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિત શાહની જોડીએ સહકારથી સમૃદ્ધિનું મિશન આપ્યું છે. આઝાદીના દાયકાઓ બાદ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી દેશમાં પ્રથમવાર સહકાર મંત્રાલય કાર્યરત થયું છે. કૃષિ, પશુપાલન, ગ્રામ ઉત્થાનના સર્મસમાવેશી પેટર્નને નરેન્દ્રભાઇએ વિકસાવી છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
11 લાખ જેટલી નારીશક્તિ
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને ડબલ એન્જિન સરકારનો ડબલ લાભ મેળવી સહકારી દૂધ ઉત્પાદક ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. બે દાયકામાં દૂધ ઉત્પાદક સંધોની સંખ્યા બમણી એટલે કે 12થી વધીને 23 થઇ છે. 36 લાખ જેટલા લોકો દૂધ ઉત્પાદન વ્યવસાય સાથે જોડાયેલા છે અને એમાંય 11 લાખ જેટલી નારીશક્તિ છે. સમગ્ર ગુજરાતમાં 16,384 દૂધ મંડળીઓમાંથી 3300 જેટલી મંડળીઓનો સંપૂર્ણ કારોબાર મહિલાઓ સંભાળે છે. આમ લાખો રૂપિયાની આવક આ નારી શક્તિ મેળવી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.
સહકારી ક્ષેત્રની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણે ત્યાં પુશપાલન એ ખેતીનો પૂરક વ્યવસાય પણ બની રહ્યો છે, દેશને વિશ્વની સૌથી મોટી પાંચમી આર્થિક મહાસત્તા બનાવવા માટે દૂધ ઉત્પાદક - સહકારી ક્ષેત્રએ પણ મોટું યોગદાન આપ્યું છે. 'માસ પ્રોડક્શનને બદલે પ્રોડક્શન બાય માસ' એ ગુજરાતમાં દૂધ ઉત્પાદન અને સહકારી ક્ષેત્રની આગવી ઓળખ બન્યું છે. દૂધ ઉત્પાદકોને દરરોજનું રૂપિયા 150 કરોડથી વધુનું પેમેન્ટ ડીબીટીથી કરીને વડાપ્રધાનશ્રીની ડિજિટલ ભારતની નેમ સાકાર થઇ રહી છે. મુખ્યમંત્રી એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન માં દેશના અમૃત કાળ માં ભારતનું દૂધ ઉત્પાદન સહકારી ક્ષેત્ર વધુ ઉન્નત બની વિશ્વ ખ્યાતિ હાંસલ કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
ડેરીઓના પાંચ પ્લાન્ટનું ઈ-લોકાર્પણ
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન હેઠળના વિવિધ ડેરીઓના પાંચ પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કર્યું હતું.
જેમાં સૌ પ્રથમ અમૂલ ડેરી, આણંદના નવા ઓટોમેટિક યુએચટી મિલ્ક પ્લાન્ટ, સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના ચીઝ પ્લાન્ટ અને મેન્યુફેકચરિંગ પ્લાન્ટ, કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ઓટોમેટિક આઈસ્ક્રીમ પ્લાન્ટ તથા ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. હેઠળ ડેરી પ્રોસેસિંગ પ્લાન્ટ, નવી મુંબઈનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના રાજકોટ ડેરી વિકાસ પરિયોજનાનું પણ ઈ-લોકાર્પણ કર્યું હતું.
પિતા-પુત્રી આત્મહત્યામાં સ્યૂસાઈડ નોટે ખોલ્યો ભેદ, પિતાએ મંદિર પાછળ છુપાવી હતી નોટ
આ પ્રસંગે GCMMFનો સ્મૃતિ કોઈન પણ વડાપ્રધાનના હસ્તે રિલીઝ કરવામાં આવ્યો હતો. અમૂલના આઇકોનિક ગીત 'મંથન' પર સુંદર સાંસ્કૃતિ કૃતિ પણ આ પ્રસંગે રજૂ કરવામાં આવી હતી, જેમાં 500 જેટલા કલાકારો દ્વારા ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે GCMMFના સુવર્ણ જયંતી સમારોહની ઉજવણી પ્રસંગે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ સી.આર.પાટીલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા આહિર તથા રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં પશુપાલકો, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
36 લાખથી વધુ ખેડૂતો સંકળાયેલા
GCMMFને અમૂલ ફેડરેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વિશ્વની સૌથી મોટી ખેડૂતોની માલિકીની ડેરી સહકારી સંસ્થા છે તથા ગુજરાતમાં ડેરી સહકારી સંઘોની સર્વોચ્ચ સંસ્થા છે, જે 'અમૂલ' બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે. GCMMF 9 જુલાઈ, 1973 ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું, જ્યારે 'અમૂલ' બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરવા માટે ભારતના મિલ્કમેન ડૉ. વર્ગીસ કુરિયનના નેતૃત્વ હેઠળ છ દૂધ સંઘો એક સાથે આવ્યા હતા.
અમૂલ ફેડરેશન સાથે હાલમાં ગુજરાતના 18 દૂધ સંઘો સાથે 18,600 ગામોના 36 લાખથી વધુ ખેડૂતો સંકળાયેલા છે. અમૂલ ફેડરેશનના દૂધ સંઘો દરરોજ 3 કરોડ લિટરથી વધુ દૂધની ખરીદી કરે છે. અમૂલ ફેડરેશન 50 થી વધુ દેશોમાં નિકાસ કરવા ઉપરાંત સમગ્ર ભારતમાં 86 શાખાઓ, 15000 વિતરકો અને 10 લાખ રિટેલર્સના નેટવર્ક દ્વારા 50 થી વધુ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે.
ભરશિયાળે ગુજરાતમાં આવ્યો વરસાદ : શિયાળુ પાકના સમયે જ સંકટ બનીને આવ્યો કમોસમી વરસાદ