PM મોદીના જન્મદિવસની ઉજવણીમાં સવાયુ સાબિત થશે મહેસાણા, ક્યાંય નહિ થઈ હોય તેવી ઉજવણી થશે
પીએમ મોદી (PM Modi) નો આગામી 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ આવી રહ્યો છે. ત્યારે મહેસાણામાં પીએમ મોદીના જન્મદિવસની અલગ અંદાજમાં ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. મહેસાણા (Mehsana) ના એચએલ રાય ફાઉન્ડેશન અને રાજધાની ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રીના 71 માં જન્મ દિવસ નિમિત્તે 71 ફૂટ ઊંચું અને 28 ફૂટ પહોળું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવી રહ્યું છે. 71 ફૂટ ઊંચા સ્ટેચ્યુ ફરતે પીએમ (Narendra Modi) ના જન્મ દિવસે 171 કપલ દ્વારા ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવશે. આ જ દિવસે આ બંને ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારીમાં અસહાય બનેલા પરિવારને મદદ રૂપ થવા એક એપ પણ લોન્ચ કરવામાં આવશે. સાથે જ 71 ગામમાં કૃષિ લક્ષી સાધનોનું પણ વિતરણ કરવામાં આવશે.
તેજસ દવે/મહેસાણા :પીએમ મોદી (PM Modi) નો આગામી 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ આવી રહ્યો છે. ત્યારે મહેસાણામાં પીએમ મોદીના જન્મદિવસની અલગ અંદાજમાં ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. મહેસાણા (Mehsana) ના એચએલ રાય ફાઉન્ડેશન અને રાજધાની ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રીના 71 માં જન્મ દિવસ નિમિત્તે 71 ફૂટ ઊંચું અને 28 ફૂટ પહોળું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવી રહ્યું છે. 71 ફૂટ ઊંચા સ્ટેચ્યુ ફરતે પીએમ (Narendra Modi) ના જન્મ દિવસે 171 કપલ દ્વારા ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવશે. આ જ દિવસે આ બંને ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારીમાં અસહાય બનેલા પરિવારને મદદ રૂપ થવા એક એપ પણ લોન્ચ કરવામાં આવશે. સાથે જ 71 ગામમાં કૃષિ લક્ષી સાધનોનું પણ વિતરણ કરવામાં આવશે.
આ પણ વાંચો : આને કહેવાય અંબાણી કરતા પણ ચમકતુ નસીબ, મોત એક ડગલુ પાછળુ હતું, છતા બચી ગયા
વડાપ્રધાન મોદીનો જન્મદિવસને બે દિવસ બાકી રહ્યા છે. વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે આમ તો રાજ્યમાં અનેકવિધ કાર્યક્રમનું આયોજન થાય છે. પણ આ વખતે મહેસાણા આ ઉજવણીમાં સવાયું સાબિત થશે. સમગ્ર રાજ્યમાં ઉજવાતા કાર્યક્રમથી કંઈક અલગ અંદાજમાં મહેસાણાના પિન્ટુ પટેલ અને આલોક રાય નામના બે યુવાનોએ આયોજન કર્યું છે. મહેસાણાની રાજધાની સોસાયટીના ગ્રાઉન્ડમાં 71 ફૂટ નું ઊંચું અને 25 ફૂટ પહોળું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સ્ટેચ્યુ ફરતે 171 કપલ ભગવાન શ્રી રામની આરતી ઉતારશે. તેમજ વડાપ્રધાનના દીર્ઘાયુ આયુષ્ય માટે પ્રાર્થના કરશે. મહેસાણાના આ બે યુવાનોએ વડાપ્રધાનના કાર્યોથી પ્રેરાઈને પોતાના સ્વ ખર્ચે આ પ્રકારે અનોખા અંદાજમાં જન્મદિવસની ઉજવણીનું આયોજન કર્યું છે.
આ પણ વાંચો : ગાંધીનગરમાં મોટા બદલાવ : પંકજ જોશી મુખ્યમંત્રીના નવા ACS, અવંતિકા સિંઘને CMO સચિવ બનાવાયા
વડાપ્રધાન મોદીએ આપણા દેશમાં જ નહીં પણ વૈશ્વિક સ્તરે પણ પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. આ જ દિવસે આ બંને ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારીમાં નોંધારા બનેલા પરિવારને આર્થિક મદદ થઈ શકે તે માટે એક એપ્લિકેશન પણ લોન્ચ કરવાનું આયોજન કરાયું છે.
મહેસાણા વડાપ્રધાન મોદીનું માદરે વતન છે. મહેસાણાના વડનગરમાં જન્મેલા પીએમ મોદીએ આજે ભારતનું નામ વૈશ્વિક સ્તરે ગૂંજતું કર્યું છે. ત્યારે મહેસાણાના બે યુવાનો વડાપ્રધાનનું ઋણ ચૂકવવા આગળ આવ્યા છે. આ બંને યુવાનો દ્વારા આયોજિત કાર્યક્રમને લઈને મહેસાણાવાસીઓમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.