આને કહેવાય અંબાણી કરતા પણ ચમકતુ નસીબ, મોત એક ડગલુ પાછળુ હતું, છતા બચી ગયા

અકસ્માતમાં ભલભલાના રામ રમી જાય છે. રોડ પર ગાડી ચલાવતા સમયે મોત ક્યાંથી આવી ચઢે છે તે કોઈને ખબર હોતી નથી. પરંતુ ક્યારેક એવા ચમત્કારિક કિસ્સા પણ બનતા હોય છે, જેમાં મોત એક ડગલુ પાછળ હોય છતા લોકો બચી જાય છે. આને ચમકતુ નસીબ જ કહેવાય. આવામાં દાહોદના બે અલગ અલગ અકસ્માતના વીડિયો સામે આવ્યા છે. જેમાં ગજબનુ નસીબ લઈને પેદા થયા છે આ બંને ભાઈઓ, મોતને ઘડીના છઠ્ઠા ભાગમાં ભગાવી દીધું, અને રસ્તા પર ફરી ઉભા થયા હતા.  
આને કહેવાય અંબાણી કરતા પણ ચમકતુ નસીબ, મોત એક ડગલુ પાછળુ હતું, છતા બચી ગયા

હરીન ચાલીહા/દાહોદ :અકસ્માતમાં ભલભલાના રામ રમી જાય છે. રોડ પર ગાડી ચલાવતા સમયે મોત ક્યાંથી આવી ચઢે છે તે કોઈને ખબર હોતી નથી. પરંતુ ક્યારેક એવા ચમત્કારિક કિસ્સા પણ બનતા હોય છે, જેમાં મોત એક ડગલુ પાછળ હોય છતા લોકો બચી જાય છે. આને ચમકતુ નસીબ જ કહેવાય. આવામાં દાહોદના બે અલગ અલગ અકસ્માતના વીડિયો સામે આવ્યા છે. જેમાં ગજબનુ નસીબ લઈને પેદા થયા છે આ બંને ભાઈઓ, મોતને ઘડીના છઠ્ઠા ભાગમાં ભગાવી દીધું, અને રસ્તા પર ફરી ઉભા થયા હતા.  

અકસ્માત-1 
દાહોદ નજીક ગરબાડા ચોકડી પાસે હૃદય કંપાવી દે તેવો અકસ્માત બન્યો હતો. ટ્રેકટર તેમજ બાઇક વચ્ચેના અકસ્માતમાં એક દંપતી અને બાળકનો આબાદ બચાવ થયો છે. ટ્રેક્ટરની ટક્કરથી બાઇક પર સવાર દંપતી અને બાળક નીચે પડ્યા હતા, અને બાઈક ચાલકનામાથા પર ટ્રેકટરની ટ્રોલીનું પૈડું ફરી વળ્યું હતું. જોકે બાઈક ચાલકે પહેરેલા હેલ્મેટના કારણે તેનો બચાવ થયો હતો. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 

અકસ્માત-2
દાહોદ શહેર નજીક રાબડાળ ગામે હાઇવે પર વળાંકમાં બાઇક સવાર યુવકનો ચમત્કારિક બચાવ થયો હતો. ‘રામ રાખે એને કોણ ચાખે’ની ઉક્તિને સાર્થક કરતો વીડિયો છે. હાઇવે પર આવેલ વળાંક લેતા સમયે પર એસટી બસની અડફેટે બાઇક સવાર યુવક આવ્યો હતો, જેનો ચમત્કારિક બચાવ થયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલ એસટી બસે બાઇક સવાર યુવકને અડફેટે લેતા યુવક એસટી બસ બસ નીચે ઢસડાઈ પડ્યો હતો, જોકે યુવકનો બચાવ થયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સોમવારે સાંજે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 14, 2021

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news