તેજસ દવે, મહેસાણા : ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસને લઈને લોકડાઉનની સ્થિતિ છે. આ સંજોગોમાં પીએમ મોદી ફોનના માધ્યમથી ગુજરાતના પૂર્વ ધારાસભ્યોની હાલચાલ પૂછી રહ્યાં છે. થોડા દિવસ પહેલા પીએમ મોદીએ મેંદરડા- માળીયાના પૂર્વ ધારાસભ્ય રત્નાબાપા ઠુંમરને ફોન કરીને તબિયત પૂછી હતી. આજે પીએમ મોદીએ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલને ફોન કરીને તેમની તબિયત પૂછી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદીએ ફોન કરતા શરૂઆતમાં નારણભાઈ તેમને ઓળખી શક્યા નહોતા અને પૂછ્યું કે કોણ બોલે છે? ત્યારે મોદીએ કહ્યું કે, ‘લો આવું કરવાનું નારણકાકા…મારું નામ છે નરેન્દ્ર મોદી.’ આટલું કહેતા જ નારણભાઈ ઓળખી ગયા અને પૂછ્યું સાહેબ મજામાં? ફોન પર વાતચીત દરમિયાન મોદીએ નારણભાઈને કોરોનાની સ્થિતિ અંગે જણાવતા કહ્યું કે, ‘ઉમિયા માતાની કૃપા રહી એટલે આપણે બચી ગયા’


રાજ્યમાં આવેલા કોરોના (Coronavirus) ના નવા કેસના આંકડાએ ફરી એકવાર સૌને ચોંકાવી દીધા છે. ગઈકાલ સાંજ બાદ ગુજરાતમાં 152 નવા કેસ સામે આવ્યા છે અને 2 લોકોના મોત નિપજ્યા છે. નવા કેસોમાં અમદાવાદ 94 નવા કેસ સાથે ટોચ પર છે. એ પછી સુરતમાં 30 કેસ, વડોદરામાં 14, આણંદમાં 3, બનાસકાંઠા અને ગાંધીનગરમાં 2 કેસ છે. તો અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ અને વલસાડમાંથી નવા 1-1 કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 2559 પર પહોંચી ગઈ છે અને કુલ મૃત્યુ 105 થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube