ચેતન પટેલ/સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે ત્યારે તેઓએ યુએસની ફર્સ્ટ લેડી જીલ બિડેનને ખાસ હીરો ભેટમાં આપ્યો છે. 7.5 કેરેટનો આ હીરો સુરતમાં તૈયાર થયો છે. સૌથી અગત્યની વાત છે કે આ હીરા લેબગ્રોન ડાયમંડ છે એટલે આ હીરા પ્રાકૃતિક નહીં પરંતુ લેબમાં તૈયાર થયો છે. જેને ઇકો ફ્રેન્ડલી હીરા કહેવામાં આવે છે. આત્મનિર્ભર ભારત અને ખાસ કરીને આઝાદીના અમૃત મહોત્સવ એટલે 75મો વર્ષ હોવાના કારણે પીએમ યુએસની લેડીને આ હીરા ભેટ સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટિલે પટેલને ભરાવ્યા! ભરી સભામાં નીતિન કાકાએ જોડવા પડ્યા હાથ,વાયુવેગે VIDEO વાયરલ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે યુએસની ફર્સ્ટ લેડી જીલ બિડેન ને ખાસ 7.5 કેરેટનો હીરો ભેટ આપ્યો હતો. સૌથી વધુ આનંદિત સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ થયા છે. કારણ કે આ હીરા ને સુરતમાં તૈયાર કરવામાં આવ્યા હતા. લેબગ્રોન ડાયમંડને લેબમાં તૈયાર કરવામાં આવે છે ખાસ કેમિકલથી એને ઉગાવવામાં આવે છે. ત્યાર પછી તેને કટ કરી આકાર આપવામાં આવતું હોય છે. 


સરકારનો તગડો દાવ! એક ઝાટકે ગુજરાતના મુખ્યસચિવનો ઘટાડી દીધો પાવર, આ હતી રણનીતિ


સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી છે અને સૌથી મહત્વની વાત આજે કે એની ગુણવત્તા નેચરલ ડાયમંડની જેમ હોય છે. વેસ્ટર્ન ઝોન જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રવક્તા સ્મિત પટેલએ જણાવ્યું હતું કે, આ માત્ર સુરત જ નહીં પરંતુ દેશ માટે ગૌરવની બાબત છે. આને આત્મનિર્ભરથી બનેલો હીરો કહેવાય. આ હીરો સુરતમાં ઉગેલો છે અને કટ પોલીસડ થયલો છે. આ દુનિયાભરમાં જાય છે. આ હીરા કેમિકલ થી બનાવવામાં આવતું હોય છે સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી હોય છે. આ હીરાને લેબમાં બનાવવામાં આવતું હોય છે. આ હીરા નેચરલ ડાયમંડ ની જેમ હોય છે. તેની તમામ ગુણવત્તા એકસરખી હોય છે. 


અમદાવાદમાં આ જગ્યાએ બનશે ગુજરાતની સૌથી ઉંચી બિલ્ડિંગ, કયા વિસ્તારોમાં અપાઈ મંજૂરી?


આ હીરા બનાવવામાં અમે સોલાર અને વિન્ડ એનર્જી નો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ પ્રકૃતિને નુકસાન પણ કરતું નથી.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 7.5 કેરેટ હીરા અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે. આ ઇન્ડસ્ટ્રી લાખો લોકોને રોજગારી આપે છે. સાથે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આ ખૂબ જ સારું ક્ષેત્ર છે. દેશની અંદર આ હીરા તૈયાર કરવામાં આવે છે. 



PM મોદીના પ્રવાસ વચ્ચે USA એ H-1B વિઝા માટે રજૂ કર્યો નવો પ્લાન, ભારતીયોને ફાયદો


દેશની અંદર જ કટ અને પોલીસડ થાય છે અને દેશની અંદર જ આ હીરાથી જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. આ ક્ષેત્રમાં જે લોકો આ ઇન્ડસ્ટ્રીને આગળ લઈને આવ્યા છે તેમની આ મહેનત છે. આ હીરા લેબમાં તૈયાર થતા કેટલાંક મહિના લાગી જાય છે. લેબમાં હીરા તૈયાર થયા બાદ તેને એક્સિલન્ટ કટ અને પોલીસડ કરવામાં આવે છે. લેબગ્રોન ડાયમંડ આત્મનિર્ભર ભારતનો મોટો ઉદાહરણ બની શકે આ માટે પીએમ મોદીએ ઓર્ડર આપ્યા હતા.