Loksabha Election 2024 : દેશભરમાં ચૂંટણીનો માહોલ ગુજી રહ્યો છે. ‘અબ કી બાર 400 પાર’નો સિંહનાદ સાથે ભાજપ પ્રચારમાં તૂટી પડ્યું છે. દેશભરમાં પીએમ મોદીની સભાઓ થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં તેમની સભાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ત્યારે આ આતુરતાનો અંત આવી ગયો છે. હવે ગુજરાતના ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીની એન્ટ્રી થશે. પીએમ હવે ગુજરાતના ચૂંટણીમાં જલ્દી જ પ્રચાર કરવા આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની ચૂંટણીમાં હાલ એક જ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. એ છે રૂપાલા. રૂપાલાને કારણે ભાજપ વિરોધી જ્વાળા ભડકી છે. આ વિરોધમાં હવે પીએમ મોદીની એન્ટ્રી થશે. રાજકોટ વિવાદ વચ્ચે 22 તારીખે સભા સંબોધી પ્રચારના શ્રીગણેશ કરાવશે. હવે પીએમ મોદી ગુજરાતમાં પ્રચાર કરશે. ગુજરાતમાં 4 ઝોન પ્રમાણે પીએમની 10 થી વધુ સભાઓ થશે. એક દિવસ માં 2 સભા નો સાથે સાંજે રોડ શો યોજવામાં આવશે. ગુજરાતના ચાર ઝોન એટલે કે, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. 


જો ભાજપ અને મોદી ફરી સત્તામાં આવશે તો એવું માની લેજો કે આ છેલ્લી ચૂંટણી  


પીએમની એન્ટ્રીથી રૂપાલા વિવાદ શાંત થશે
પીએમ મોદીના ગુજરાતમાં પ્રચારની એન્ટ્રીથી રૂપાલા વિવાદ શાંત થાય તેવું લાગી રહ્યું છે. ભાજપ હંમેશા એવુ કહે છે કે, મોદીના નામે વોટ મળે છે. ત્યારે હાલ ગુજરાતમાં રૂપાલા વિવાદની આગ પીએમ મોદીના આગમન બાદ આપોઆપ શાંત થઈ શકે છે. બાકી રાજ્યોમાં જેમ પીએમનો પ્રચાર ચાલી રહ્યો છે એજ રીતે ગુજરાતમાં પણ પ્રચાર કરાશે. પ્રથમ ચરણના મતદાન બાદ પીએમ સાથે ભાજપના તમામ સ્ટાર પ્રચારકો ગુજરાત આવશે. તમામ કેન્દ્રિયો મંત્રીની સાથે ભાજપના તમામ મુખ્યમંત્રી ગુજરાતમાં પ્રચાર કરશે. ભાજપ ના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં પણ જંગી જનસભા, રોડ શો, નુક્કડ સભા, ડોર ટુ ડોર પ્રચાર કરતાં દેખાશે. 


રૂપાલાને માફ કરી દેવા જોઈએ, ગુજરાતના આ દયાળુ રાજવી રૂપાલાના સમર્થનમાં આવ્યા


સુરતમાં સરકારી બાબુઓને નથી કરવું ચૂંટણીનું કામ, 3143 કર્મચારીઓએ કરી અરજી