બ્રિજેશ દોશી, ગાંધીનગર: પાકિસ્તાન સાથે વધતા તણાવની વચ્ચે ભારત અને પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતને અડીને આવેલી સમુદ્રી અને જમીન બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને સમગ્ર રાજ્યમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આ તણાવ ભર્યા માહોલમાં પીએમ નરેન્દ્ર મોદી 4 માર્ચ અને 5 માર્ચ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: એક સમયનો આ છે રિયલ બાહુબલી, પોતાના હાથે ઉંચક્યો હતો 1200 કિલોનો વજનદાર પથ્થર


પુલવામા આંતકી હુમલા બાદ મંગળવારે (26 ફેબ્રુઆરી) ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં આતંકી શિબિરો પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે વળતો પ્રહાર કરવા માટે પાકિસ્તાન દ્વારા બુધવારે (27 ફેબ્રુઆરી) પાક વાયુસેનાના વિમાનો ભારતની સીમામાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાની વાયુસેનાના વિમાનોને ભારતની બોર્ડરમાંથી ખદેડી દેવામાં આવ્યા હતા. તે દરમિયાન ભારતીય વાયુસેનાનું મિગ-21 વિમાન ક્રેશ થઇ જતા તેના પાઇલટ અભિનંદન પીઓકેમાં જઇને ઉતર્યા હતા. તે દરમિયાન પાકિસ્તાનની સેના દ્વારા અભિનંદનને પકડી લેવામાં આવ્યો હતો.


વધુમાં વાંચો: મહિસાગરમાં જાવા મળ્યા બાળ વાઘના પગલા, વન વિભાગે હાથ ધર્યું સર્ચ ઓપરેશન


ત્યારે ભારતની ચેતવણી બાદ અભિનંદનને આજે વાઘા બોર્ડર દ્વારા પાકિસ્તાન ભારતને સોંપશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાલ તણાવ ભર્યા માહોલ વચ્ચે ગુજરાતની સમુદ્રી અને જમીન બોર્ડર હાઇ એલર્ટ પર છે. ભારતીય સેના અને પોલીસ દ્વારા બોર્ડર વિત્તારનું સઘન તાપાસ કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યના પૂર્વ સીએમ અને વર્તમાન સમયમાં દેશના પીએમ નરેન્દ્ર મોદી 4 અને 5 માર્ચે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. બે દિવસના ગુજરાત પ્રવાસે પીએમ મોદી જામનગરમાં ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલનું ઉદ્ઘાટન, અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન જેવા કાર્યક્રમોમાં હાજરી આપશે અને ત્યારબાદ પીએમ મોદી ઇન્દોર જવા રવાના થશે.


વધુમાં વાંચો: અમદાવાદમાં ટ્રિપલ અકસ્માત: ટ્રકની પાછળ બાઇક અને કાર ઘૂસી, ત્રણના મોત


જાણો પીએમ મોદીનો 4 અને 5 માર્ચેનો સમગ્ર કાર્યક્રમ


4 માર્ચ:
- સવારે 11.30 કલાકે પીએમ જામનગર પહોંચશે.
- પીએમ મોદી 750 પથારીની ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.
- સૌની પ્રોજેકટનું પણ ઉદ્ઘાટન કરશે.
- જામનગરમાં જનસભાનું પણ સંબોધન કરશે.
- બપોર પીએમ જામનગરથી રવાના થઇ અમદાવાદ પહોંચશે.
- અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ કોમ્પ્લેક્ષનું ભૂમિપૂજન કરશે.
- ત્યાંથી વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન પહોંચશે અને ત્યાં મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.
- મેટ્રો પ્રોજેક્ટના બીજા તબક્કાનું ભૂમિપૂજન કરશે.
- મેટ્રોમાં સવારી કરી પીએમ મોદી સાંજે સિવિલ હોસ્પિટલ ખાતે જનસભાને સંબોધન કરશે.
- 1200 પથારીની સિવિલની નવી બિલ્ડીંગનું લોકાર્પણ કરશે.
- આયુષમાન ભારતના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે.
- પીએમ મોદી ગાંધીનગર ખાતે રાત્રી રોકાણ કરશે.


વધુમાં વાંચો: 'એક શામ, શહીદોં કે નામ' : સુરતીઓએ આપ્યું 5 કરોડનું દાન


5 માર્ચ:
- પીએમ મોદી સવારે 10 કલાકે અડાલજ ખાતે શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન કરશે.
- 11.30 કલાકે વસ્ત્રાલ ખાતે શ્રમયોગી માન ધન યોજનાની શરૂઆત કરશે.
- જનસભાને સંબોધન પણ કરશે.
- ત્યારબાદ બપોરે અમદાવાદ ઍરપોર્ટથી ઇન્દોર જવા રવાના થશે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...