એક સમયનો આ છે રિયલ બાહુબલી, પોતાના હાથે ઉંચક્યો હતો 1200 કિલોનો વજનદાર પથ્થર

આઝાદી પહેલા 1902માં વિશ્વ પ્રખિયાત કુશ્તીબાજ ગુલામ મહંમદ ઉર્ફે ગામા પહેલવાને વડોદરાના માંડવીમાં આવેલા નજરબાગ પેલેસમાં એક સ્પર્ધામાં 1200 કિલો વજનદાર પથ્થર પોતાના હાથથી ઉંચકી પીઠ પર મુકી સૌ કોઇને ચોકાવી દીધા હતા.

એક સમયનો આ છે રિયલ બાહુબલી, પોતાના હાથે ઉંચક્યો હતો 1200 કિલોનો વજનદાર પથ્થર

રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરાના કમાટીબાગના મ્યૂઝિયમમાં એક એવો પથ્થર મુકાયો છે કે, જેને કુશ્તીબાજ ગામા પહેલાને ઉઠાવ્યો હતો. જે પથ્થરને આજ દિવસ સુધી કોઇ હલાવી પણ શક્યું નથી. આ પથ્થર દેશ-વિદેશના પર્યટકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે જાણો શું છે પથ્થરની ખાસિયત અને કોણ છે આ ગામા પહેલવાન....

આઝાદી પહેલા 1902માં વિશ્વ પ્રખિયાત કુશ્તીબાજ ગુલામ મહંમદ ઉર્ફે ગામા પહેલવાને વડોદરાના માંડવીમાં આવેલા નજરબાગ પેલેસમાં એક સ્પર્ધામાં 1200 કિલો વજનદાર પથ્થર પોતાના હાથથી ઉંચકી પીઠ પર મુકી સૌ કોઇને ચોકાવી દીધા હતા. ગામા પહેલવાનના 1200 કિલો વજનનો પથ્થર ઉચક્યા બાદ આજ દિવસ સુધી આ પથ્થરને કોઇ હલાવી પણ શક્યું નથી. જેના કારણે આ પથ્થરને ગામા પથ્થર નામ આપવામાં આવ્યું છે.

ગામા પથ્થરને 1912માં વડોદરાના કમાટીબાગના મ્યૂઝિયમમાં મુકવામાં આવ્યો હતો. જે આજે પણ ત્યાં હયાત છે. કમાટીબાગના મ્યૂઝિયમમાં દેશ વિદેશમાંથી આવતા મુલાકાતીઓ માટે ગામા પથ્થર એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગામા પથ્થરને સેન્ટ્રલ કન્ઝર્વેશન લેબોરેટરી ગુજરાત સ્ટેટ વિભાગના સિનીયર કેમીસ્ટ યજ્ઞેશ દેવ સાર-સંભાળ રાખે છે. તેમણે જણાવ્યું કે આ પથ્થર ગામા પહેલવાનની યાદ આજે પણ અપાવે છે.

કોણ હતો ગામા પહેલવાન
ગુલામ મહંમદ ઉર્ફે ગામા પહેલવાનનો જન્મ 1878માં અમૃતસરમાં થયો હતો. ગામા પહેલવાને 10 વર્ષની ઉમરથી કુશ્તીની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. જો કે, મધ્યપ્રદેશના રાજવી સ્ટેટ દતિયાના મહારાજા ભવાનીસિંહે ગામા પહેલવાનને આશરો આપ્યો છે. તેમની હાઇટ લગભગ 5 ફૂટ 8 ઇંચ અને બાયસેપની સાઇઝ 22 ઇંચ હતી. તેઓ ભોજનમાં રોજ 7થી 10 લિટર દૂધ પીતા હતા. તો આ સાથે દુધની બનાવટો, છ દેશી મરઘી, ઘી અને બદામના ટોનીકનો ઉપયોગ કરતા હતા.

1910માં તેમને વર્લ્ડ હેવી વેઇટનું ટાઇટલ મળ્યું હતું. લંડનમાં યોજાયેલ કુશ્તીની રમતમાં તેઓએ આતંરરાષ્ટ્રીય કુશ્તીબાજને હરાવ્યો હતો. કુશ્તીમાં હંમેશા તેઓ અજેય હતા, તેમને હરાવી શકે તેવું કોઇ હતું નથી. જ્યારે 23 મે 1960માં પાકિસ્તાનમાં તેઓનું અવસાન થયું હતું. પથ્થર ઉચકવા બદલ ગામા પહેલવાનને 1902માં 50 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું.

પથ્થર ઉપર ગામા પહેલાવને પથ્થર ઉચકોય હતો તેવું લખાણ લખવામાં આવ્યું છે. દેશ વિદેશથી પથ્થર જોવા આવતા લોકો કહે છે કે, 1200 કિલોનો પથ્થર આજના યુગમાં કોઇ જ ઉચકી ન શકે છે. આ પર્યટકો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. ગામા પહેલવાન બાદ 1200 કિલોના પથ્થરને આજ દિવસ સુધી કોઇ ઉચકી કે હલાવી શક્યું નથી. એટલું જ નહીં પથ્થને ઉચકવા કે હટાવવા માટે હાઇડ્રોલીક ક્રેનનો ઉપયોગ કરવો પડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news