PM Modi Gujarat Visit: PM મોદી 27 જુલાઇએ ગુજરાત આવશે: સૌરાષ્ટ્રને મળશે મોટી ભેટ, જાણો બે દિવસીય કાર્યક્રમ
PM Modi Gujarat Visit: ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પીએમ મોદીનો ભોજન સમારંભ યોજાશે. પીએમના ભોજન સમારંભમાં મીલેટ વર્ષ અંતર્ગત ભોજન પિરસાશે. જેમાં બાજરી, મકાઈ અને જૂવારના રોટલા ભોજન સમારંભમાં પીરસાશે.
PM Modi Gujarat Visit, દિવ્યેશ જોશી/રાજકોટ: રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને પીએમ મોદીના સમગ્ર કાર્યક્રમની માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, પીએમ મોદીના હીરાસર એરપોર્ટ અને સભા એમ બે કાર્યક્રમ યોજાશે. સભા સ્થળ અને એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ મુલાકાત દમિયાન કડક બંદોબસ્ત રહેશે.
તથ્ય પટેલ અકસ્માત કેસમાં મોટા સમાચાર; 5000 પાનાની ચાર્જશીટ તૈયાર, આવતીકાલે કોર્ટમાં.
પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કુલ 3019 પોલીસ કર્મી તૈનાત રહેશે. જેમાં એક પોલીસ કમિશનર, 4 ડીસિપી, 5 એસપી, 18 એસીપી બંદોબસ્તમાં તેનાત રહેશે. 60 પી આઈ, 169 પી એસ આઈ, 27 વુમન પી એસ આઈ, 1286 પુરુષ પોલીસ, 142 વુમન પોલીસ તેનાત રહેશે. 118 એસ આર પી જવાનો, 370 ટ્રાફિક એલ આર ડી, 401 ગુજરાત હોમગાર્ડ, 408 ટી આર બી, 10 હોર્શ રાઇડર ખડે પગે બંદોબસ્તમાં રહેશે.
અરેરે! આ શું પકડાયું? અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન આ વસ્તુઓ સાથે ઝડપાયા નબીરા!
પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને રાજકોટમાં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં એસપીજીના કમાન્ડોની સાથે રાજકોટ પોલીસ દ્વારા પણ પ્રધાનમંત્રીના કાર્યક્રમ સ્થળોએ 3000 કરતા વધારે પોલીસ જવાનો તેનાત રહેશે.રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.પ્રધાનમંત્રીના કાર્યક્રમને કુલ 3019 પોલીસ કર્મીઓની સુરક્ષા કવચ રહેશે.એક પોલીસ કમિશનર,4 ડીસીપી, 5 એસ.પી,18 એસી.પી તૈનાત રહેશે.
જગત મંદિરે આરતીની જ્યોતમાં થયા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન, ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ
60 પી.આઈ,169 પી એસ આઈ, 27 મહીલા પી.એસ.આઈ,1286 પુરુષ પોલીસ,142 વુમન પોલીસ અલગ અલગ સ્થળ પર તૈનાત રહેશે..118 એસ. આર.પી જવાનો, 370 ટ્રાફિક એલ.આર.ડી, 401 ગુજરાત હોમગાર્ડ, 408 ટી આર બી, 10 હોર્શ રાઇડર રહેશે બંદોબસ્તમાં ખડે પગે.સાથે જ રાજકોટ પોલીસ દ્વારા અલગ અલગ શહેરના 14 અલગ અલગ રાજમાર્ગો વન-વે જાહેર કરવામાં આવ્યા છે.. તો રેસકોર્સ આસપાસ પાર્કિંગની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
આખરે ભાવનગર શહેરમાં અશાંતધારો લાગુ કરાયો; હિંદુ સંગઠનો અને લોકોમાં ખુશીનો માહોલ
હાઈલાઈટ મુદ્દાઓ:-
- રાજકોટમાં આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી પહોંચશે
- પ્રધાનમંત્રી ના કાર્યક્રમને લઈને ગ્રીનફીલ એરપોર્ટ ખાતે સજળ સુરક્ષા વ્યવસ્થાઓ
- રેસકોર્સ ગ્રાઉન્ડમાં સભા સ્થળે પણ સજળ સુરક્ષા વ્યવસ્થા
- 3000 કરતા વધારે પોલીસ જવાનો તેનાત રહેશે.
સ્માર્ટ સિટીના દાવા વચ્ચે AMCનો છબરડો! વેબસાઈટને નવો લૂક આપવાના ચક્કરમાં વાંટ્યો...
ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પીએમ મોદીનો ભોજન સમારંભ
ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પીએમ મોદીનો ભોજન સમારંભ યોજાશે. પીએમના ભોજન સમારંભમાં મીલેટ વર્ષ અંતર્ગત ભોજન પિરસાશે. જેમાં બાજરી, મકાઈ અને જૂવારના રોટલા ભોજન સમારંભમાં પીરસાશે. પીએમના ભોજનમાં કેસર મોહનથાળ પીરસાશે. આ સિવાય ગુજરાતી વાનગીઓ પીરસાશે. પીએમના ભોજન સમારંભ ‘ગુજરાતનું ગૌરવ’ થીમ પર હશે. 28 જૂલાઈએ મહાત્મા મંદીર કાર્યક્રમ બાદ ભોજન સમારંભ યોજાશે.
ધરતીનું ઋણ અદા! દેશના સિમાડે સેવા આપ્યા બાદ નિવૃત BSF જવાન યુવાનોને આપે છે ટ્રેનિંગ
આ સિવાય 28 તારીખે ગાંધીનગર સર્કિટ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ સરકારના મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, સાસદો અને ભાજપના મહત્વના પદાધિકારીઓ સાથે બપોરનું ભોજન કરશે. ગાંધીનગર સર્કિટ હાઉસમાં બપોરના ભોજન માટેની રાઉન્ડ ટેબલની વ્યવસ્થાથી માડીને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.