સ્માર્ટ સિટીના દાવા વચ્ચે AMCનો મોટો છબરડો! વેબસાઈટને નવો લૂક આપવાના ચક્કરમાં વાંટ્યો ભાંગરો

AMCએ કરેલા છબરડાની વાત કરીએ તો વર્તમાન કમિશનરના સ્થાને પૂર્વ કમિશનરનું નામ બતાવ્યું છે. એમ થેન્નારસનના સ્થાને લોચન શહેરાનું નામ દર્શાવ્યું છે.

સ્માર્ટ સિટીના દાવા વચ્ચે AMCનો મોટો છબરડો! વેબસાઈટને નવો લૂક આપવાના ચક્કરમાં વાંટ્યો ભાંગરો

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: સ્માર્ટ સિટીના દાવા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સૌથી મોટો છબરડો સામે આવ્યો છે. AMC વેબસાઈટને નવો લૂક આપવાના ચક્કરમાં ખોટી માહિતી મૂકી છે. જી હા.. વેબસાઈટને નવો લૂક આપવાના ચક્કરમાં ઉચ્ચ અધિકારીઓના નામ નંબરની યાદીમાં તંત્રએ મોટો ભાંગરો વાંટ્યો છે.

પોતાની વેસબાઇટને નવો લુક આપવાના ચક્કરમાં મૂકી દીધી ખોટી માહિતી

ઉચ્ચ અધિકારીઓના નામ નંબરની યાદીમાં તંત્રએ વાટ્યો ગંભીર ભાંગરો#Ahmedabad #AMC #News #ZEE24Kalak pic.twitter.com/aPwJQbfz0W

— Zee 24 Kalak (@Zee24Kalak) July 26, 2023

AMCએ કરેલા છબરડાની વાત કરીએ તો વર્તમાન કમિશનરના સ્થાને પૂર્વ કમિશનરનું નામ બતાવ્યું છે. એમ થેન્નારસનના સ્થાને લોચન શહેરાનું નામ દર્શાવ્યું છે. બદલી થયેલા નવા IAS અધિકારીઓના બદલે જૂના અધિકારીઓના નામ હજું પણ લોકોને દેખાઈ રહ્યા છે. 

કેટલાક ડેપ્યૂટી કમિશનરો બદલાઈ ચૂક્યા છે, તેમ છતાં નવી વેબસાઈટ પર તેમના નામ હજું પણ યથાવત છે. સોલીડ વેસ્ટ વિભાગના નિધન પામેલા ડેપ્યૂટી ડાયરેક્ટરનું નામ પણ વેબસાઈટમાં યથાવત છે. જેના કારણે સમગ્ર વિવાદ સામે આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news