PM Modi એક દિવસ ગુજરાતમાં વિતાવશે, કાર્યક્રમનું આખું શિડ્યુલ આવ્યું સામે
PM Modi In Gujarat : ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસ 8મી માર્ચે મોડી સાંજે આવશે ગુજરાત...... પ્રધાનમંત્રી મોદી એરપોર્ટ પર કરી શકે છે સ્વાગત.... ભારત ઓસ્ટ્રેલિયાની મેચમાં બન્ને નેતાઓ કોમેન્ટરી કરે તેવી શક્યતા...
PM Modi In Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 9 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમની સાથે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્ટોની અલ્બેનીઝ પણ આવશે. બંને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ નિહાળશે. ત્યારે બે દેશોના પીએમ વચ્ચેના આ ખાસ મુલાકાતને લઈને ખાસ માહિતી સામે આવી છે.
8 માર્ચે મોડી સાંજે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ગુજરાત પહોંચશે. તેઓ ઓસ્ટ્રેલિયાથી સીધા જ અમદાવાદ પહોંચશે. ઉલ્લેખનીય છે કે, પીએમ એન્થોની અલ્બેનિસનો આ પહેલો ભારત પ્રવાસ છે. જ્યાં પીએમ મોદી તેમનું એરપોર્ટ પર સ્વાગત કરે તેવી શક્યતા છે. પીએમ મોદી પણ 8 માર્ચે ગુજરાત પહોંચશે અને રાત્રિ રોકાણ કરશે. 9 માર્ચે સવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને નેતાઓ સાથે મેચ જોવા પહોંચશે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ નિહાળશે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે કિક્રેટ મેચના 75 વર્ષની ઉજવણીમાં ભાગ લેશે. બંને પીએમ આ મેચ દરમિયાન કોમેન્ટરી કરે તેવી પણ શક્યતા રહેલી છે. કાર્યક્રમને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેથી તેમની વધુ માહિતી સામે આવશે.
પીએમ મોદીનું શિડ્યુલ
8 માર્ચે રાત્રે 8 કલાકે અમદાવાદ પહોંચશે
ગાંધીનગરમાં રાજભવન ખાતે કરશે રાત્રિ રોકાણ
9 માર્ચે સવારે 8 કલાકે અમદાવાદ જવા રવાના થશે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચશે
ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે ટેસ્ટ મેચ નિહાળશે
10 વાગે પીએમ મોદી ગાંધીનગર જવા રવાના થશે
બપોરે 2 વાગ્યા સુધી રાજભવન રોકાશે
2 વાગ્યા બાદ દિલ્હી જવા રવાના થશે
રાજ્યભરના ભાજપી કાર્યકર્તાઓ મેચ જોશે
PM નરેન્દ્ર મોદી 9 માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ નિહાળશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્ટોની અલ્બેનીઝ પણ તેમની સાથે રહેશે. આખા રાજ્યમાંથી ભાજપના કાર્યકરો પણ ટેસ્ટ મેચ જોવા માટે આવશે.