ગાંધીનગર : ડિફેન્સ એક્સ્પો -૨૦૨૨ના આયોજન માટેની એપેક્સ કમિટીની બેઠક ગાંધીનગરમાં સંપન્ન થઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રક્ષા રાજ્યમંત્રીએ એક્સ્પોના આયોજનની તલ્સ્પર્શી સમીક્ષા હાથ ધરી હતી.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશાદર્શનથી રક્ષા ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’નું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં ‘ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨’ અગત્યનું સોપાન સિદ્ધ થશે. એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સ્પોનું આયોજન સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ ઘટના હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીએ ડિફેન્સ એક્સપો અંગે જણાવ્યું કે, ગુજરાત સરકાર આ એક્સપો મુદ્દે ખુબ જ ઉત્સાહિક છે અને સરકાર તરફથી સંપૂર્ણ સહયોહગની ભૂપેન્દ્ર પટેલની ખાતરી આપી હતી. આ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ મેજર ફોરેન ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEMs) ને ભારતીય સંરક્ષણ ઉદ્યોગ સાથે સહયોગ કરવાની તક પૂરી પાડશે. ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ની થીમ ‘પાથ ટુ પ્રાઈડ’ છે. ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ માટે અત્યાર સુધીમાં ૬૩ દેશોના ૧૨૧ વિદેશી પ્રદર્શકો સહિત કુલ ૯૭૩ પ્રદર્શકો નોંધાયા હતા. હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર (HEC) ખાતે પ્રદર્શન; મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર (MMCEC) ખાતે ઇવેન્ટ્સ અને સેમિનાર અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જાહેર જનતા માટે લાઇવ એક્ઝિબિશનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. 


ખેલ મહાકુંભનો શંખ ફૂંકાયો, હર્ષ સંઘવીએ રાજ્યનાં તમામ યુવાનો ઉત્સાહભેર આમાં ભાગ લેવા અપીલ કરી


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ની તૈયારીઓની ગાંધીનગરમાં આયોજીત સમીક્ષા બેઠકમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનથી રક્ષા ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’નું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ અગત્યનું સોપાન સિદ્ધ થશે. મુખ્યમંત્રીએ દેશના રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટની સહ-અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આયોજીત ડિફેન્સ એક્સ્પોના આયોજન માટેની એપેક્સ કમિટીની યોજાયેલી બેઠકમાં કહ્યું કે, ૧૦ થી ૧૪ માર્ચ દરમિયાન એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સ્પોનું આયોજન સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ ઘટના છે.


મુખ્યમંત્રીએ ભારત સરકારના રક્ષા મંત્રાલયને ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ના સફળ અને ભવ્ય આયોજન માટે રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની પ્રતિબદ્ધતા આ સમિક્ષા બેઠકમાં વ્યક્ત કરી હતી. રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે જણાવ્યું કે, ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ના આયોજનથી રક્ષા ક્ષેત્રના ઉદ્યોગો અને તે માટેના મૂડી રોકાણકારોને ગુજરાતમાં સ્થાયી થવાની તક મળશે. તેમણે ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ના આયોજન માટેની ગુજરાત સરકારની તૈયારીઓ અને વ્યવસ્થાઓને બિરદાવી હતી. રક્ષા રાજ્યમંત્રી એ વધુમાં જણાવ્યું કે, ડિફેન્સ એક્સ્પોની આ ૧૨મી આવૃત્તિ લેન્ડ, નેવલ અને હોમલેન્ડ સિક્યુરિટી સિસ્ટમ્સના પ્રદર્શન પરની મેગા ઈવેન્ટ છે. ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ મેજર ફોરેન ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEMs) ને ભારતીય સંરક્ષણ ઉદ્યોગ સાથે સહયોગ કરવાની તક પૂરી પાડશે. 


GUJARAT: આપણે હિજાબની વાતો કરતા રહ્યા અને અહીં હજારો લોકોનાં જીવ જતા જતા બચી ગયા, ચોંકાવનારો બનાવ


'આઝાદીના અમૃત મહોત્સવ'ની ઉજવણીના વર્ષે આયોજીત ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ની થીમ ‘પાથ ટુ પ્રાઈડ’ છે જે ભારતના લોકોની સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસને પણ પ્રદર્શિત કરશે, તેમ તેમણે ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ૬૩ દેશોના ૧૨૧ વિદેશી પ્રદર્શકો સહિત કુલ ૯૭૩ પ્રદર્શકો ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ માટે નોંધણી કરાવી ચૂક્યા છે. આગામી દિવસોમાં આ સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ હાઇબ્રિડ ફોર્મેટમાં યોજવામાં આવશે, જેમાં ફિઝિકલ અને વર્ચ્યુઅલ એમ બંને પ્રકારના સ્ટોલ હશે. ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨નું આયોજન ત્રણ સ્થળોએ-ત્રણ ફોર્મેટમાં કરવામાં આવી રહ્યું છે. 


GUJARAT CORONA UPDATE: નવા 367 કેસ, 902 રિકવર થયા, 4 નાગરિકોનાં મોત


જેમાં હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર (HEC) ખાતે પ્રદર્શન; મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર (MMCEC) ખાતે ઇવેન્ટ્સ અને સેમિનાર અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જાહેર જનતા માટે લાઇવ એક્ઝિબિશન નો સમાવેશ થાય છે. ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ની એપેક્સ કમિટીની આ બેઠકમાં ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજકુમારે એક્સપોની તૈયારીઓમાં રાજ્ય સરકારના સહકાર અને ડિફેન્સ ક્ષેત્રે રાજ્ય સરકારની વિવિધ પહેલની માહિતી આપી હતી. આ બેઠકમાં ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ભારતીય સેના, ભારતીય વાયુસેના, ભારતીય નૌકાદળ, કોસ્ટ ગાર્ડ, CISF, CRFP, NDRF, NSG, BSF અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube