Loksabha Election 2024: આ તારીખે ફરી PM મોદી ગુજરાતના બનશે મહેમાન, મોડી સાંજે આવશે અમદાવાદ
Loksabha Election 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. જી હા...6મેના રોજ મોડી સાંજે પીએ મોદી ગુજરાત આવશે અને 7 તારીખે અમદાવાદ ખાતે મતદાન કરશે. પીએમ મોદી સવારે 7.30 વાગ્યાની આસપાસ રાણીપમાં મતદાન કરશે. મતદાન બાદ ચોથા તબક્કાના ચુંટણી પ્રચાર માટે રવાના થશે.
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીઓને લઈને ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે. 7 મે ના રોજ યોજાનાર મતદાન પહેલાં ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો પોતાની જીતને મજબૂત કરવા માટે પ્રચાર પ્રસારને વેગ આપી રહ્યાં છે.
સલામ છે...જીવન સાથીની વસમી વિદાય ભૂલી ત્રીજા દિવસે કામે લાગ્યા વડોદરા ચૂંટણી અધિકારી
પ્રધાનમંત્રી મોદી પણ 2 દિવસમાં પોતાના ગૃહરાજ્ય ગુજરાતની તમામ 26 બેઠકો પર પ્રચાર પ્રસાર કરીને પરત ફર્યા છે, ત્યાં ફરી એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. જી હા...6મેના રોજ મોડી સાંજે પીએ મોદી ગુજરાત આવશે અને 7 તારીખે અમદાવાદ ખાતે મતદાન કરશે. પીએમ મોદી સવારે 7.30 વાગ્યાની આસપાસ રાણીપમાં મતદાન કરશે. મતદાન બાદ ચોથા તબક્કાના ચુંટણી પ્રચાર માટે રવાના થશે.
ભાજપનો ભરતીમેળો! ધાનાણીને ઝટકો અને રૂપાલાને હાશકારો, આ નેતાઓ ભાજપમાં જોડાયા
ગુજરાતમાં આગામી તા. 7 મે ના રોજ લોકસભાનાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા. 7 મે ના રોજ લોકસભાનાં ત્રીજા તબક્કાનું મતદાન કરવા માટે ગુજરાત આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. પ્રધાનમંત્રી મોદી સવારે 8.30 કલાકે મતદાન કરશે.
IPLમાં નબળું પ્રદર્શન છતાં હાર્દિકની કેમ થઈ પસંદગી? ચીફ સિલેક્ટરે આપ્યો જવાબ
કેન્દ્રીય ગૃહમંત્રી નારણપુરામાં મતદાન કરશે. અમિત શાહ નારણપુરાની શાળામાં મતદાન કરશે. જ્યારે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મતદાન માટે ગુજરાત આવશે. આનંદીબેન પટેલ શીલજમાં મતદાન કરશે. સવારે 11 વાગ્યા પહેલા તમામ મોટા નેતાઓ મતદાન કરશે.