નોકરી સામે દોડીને આવશે! ગુજરાતની આ યુનિવર્સિટીમાં 10થી વધુ ભાષામાં શરૂ કરાયો આ કોર્સ
તાજેતરમાં સુરતમાં ડાયમંડ બુર્સના ઉદઘાટન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોરેન લેગ્વેજ કોર્સ શરૂ કરવા ટકોર કરી હતી. નર્મદ યુનિવર્સિટી દ્વારા ફોરેન લેગ્વેજ કરવા ઈચ્છુક ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવી હતી અને આજથી ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશઅને રશિયન ભાષામાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યા છે.
પ્રશાંત ઢીવરે/સુરત: વીર નર્મદ યુનિવર્સિટીમાં ફ્રેન્ચ,જર્મન, સ્પેનિશ અને રશિયન સહિત અન્ય ફોરેન લેંગ્વેજ કોર્ષનો આજથી પ્રારંભ કરી દેવાયો છે. તાજેતરમાં સુરતમાં ડાયમંડ બુર્સના ઉદઘાટન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોરેન લેગ્વેજ કોર્સ શરૂ કરવા ટકોર કરી હતી. નર્મદ યુનિવર્સિટી દ્વારા ફોરેન લેગ્વેજ કરવા ઈચ્છુક ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવી હતી અને આજથી ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશઅને રશિયન ભાષામાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યા છે.
ગુજરાત સરકારે જ ખુદ કબલ્યું! વિકાસના મોડલ ગુજરાતમાં કુપોષિત બાળકોનો આંકડો ચિંતાજનક
યુનિવર્સિટીમાં અભ્યાસક્રમો સંબંધિત છે.ભાષાઓમાં ડિગ્રી, પ્રમાણપત્રો અને નિપુણતા ધરાવતા અનુભવી શિક્ષકો દ્વારા આ સર્ટિફિકેટ કોર્સનું શિક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ, રશિયન ભાષાઓમાં સવારે 8-10 અને સાંજે 6-8 સુધીના ક્લાસ VNSGUના અંગ્રેજી વિભાગ ખાતે શરૂ કરાયા છે. આ સર્ટિફિકેટ કોર્સ માટે રજીસ્ટ્રેશન હજુ પણ ચાલુ છે.
ગુજરાતના શિક્ષકો જ ગણિતમાં નબળા! બોર્ડની પરીક્ષામાં માર્યા ઉંધા ટોટલ, કરોડોનો દંડ
આ ઉપરાંત આ પ્રમાણપત્ર વિદ્યાર્થીઓની યુનિવર્સિટી અભ્યાસક્રમોને સુવિધા માટે ઑનલાઈન મોડમાં ઉપલબ્ધ કરાવવા માટે સક્રિયપણે કાર્ય કરી રહી છે. રસ ધરાવતી વ્યક્તિઓ કોર્સ માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
વિદેશ જેવો વટ પાડવામાં AMCનુ બુદ્ધિ પ્રદર્શન! ફૂટપાથ પહોળી,રોડ સાંકળો, રોશન વાળ્યું!