ગુજરાતના કુખ્યાત ગેંગસ્ટરને ભગાડવામાં BJP ના મહામંત્રીની સંડોવણી, પોલીસે કરી ધરપકડ
ગુજસીટોકના આરોપી નિખીલ દોંગાના કેસમાં ભુજ પોલીસે જેતપુર ભાજપના મહામંત્રીની ધરપકડ કરી છે. ભાજપના નેતાએ પણ નિખિલને ભગાડી જવામાં મદદગારી કરી હતી. ભુજની અદાણી સંચાલીત જનરલ હોસ્પિટલમાંથી નિખીલ દોંગાના ફરાર થવા મામલે મદદગારી કરનાર તમામ સુધી પહોંચવાના પોલિસ પ્રયત્નો કરી રહી છે. 8 એપ્રીલે આ સંદર્ભે પુછપરછ માટે જેતપુર ભાજપના મહામંત્રી વિપુલ દિનેશભાઇ સંચાણીયાને લવાયા બાદ તેની સંડોવણી ખુલતા પશ્ચિમ કચ્છ પોલિસે તેની ધરપકડ કરી છે.
રાજેન્દ્ર ઠાકર/ભુજ : ગુજસીટોકના આરોપી નિખીલ દોંગાના કેસમાં ભુજ પોલીસે જેતપુર ભાજપના મહામંત્રીની ધરપકડ કરી છે. ભાજપના નેતાએ પણ નિખિલને ભગાડી જવામાં મદદગારી કરી હતી. ભુજની અદાણી સંચાલીત જનરલ હોસ્પિટલમાંથી નિખીલ દોંગાના ફરાર થવા મામલે મદદગારી કરનાર તમામ સુધી પહોંચવાના પોલિસ પ્રયત્નો કરી રહી છે. 8 એપ્રીલે આ સંદર્ભે પુછપરછ માટે જેતપુર ભાજપના મહામંત્રી વિપુલ દિનેશભાઇ સંચાણીયાને લવાયા બાદ તેની સંડોવણી ખુલતા પશ્ચિમ કચ્છ પોલિસે તેની ધરપકડ કરી છે.
સ્મશાનમાં અસ્થિઓ મોક્ષની જૂએ છે રાહ,સ્વજનનાં અસ્થિઓ લેવા જતા લોકોમાં ડર !
નિખીંલ દોંગાને મદદ કરનાર તેના સાગરીતોને જેલમાં મળવા માટે તે મદદગારી કરતા હોવાનુ તપાસમાં ખુલ્યુ છે. અત્યાર સુધી આ મામલે 13 લોકોની પોલિસે ધરપકડ કરી છે. ત્યારે આજે નિખીલના રીમાન્ડ પુર્ણ થઇ રહ્યા છે. ત્યારે તેની મદદગારી કરનાર વધુ એક વ્યક્તિની પોલિસે ધરપકડ કરી છે. કોર્ટમાં રજુ કરી પોલિસે તેના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. વિપુલ જેતપુર ભાજપમાં મહામંત્રીનો હોદ્દો ધરાવે છે. જો કે તેણે હજી પણ કેવા પ્રકારની મદદ કરી તે અંગે તપાસ શરૂ કરાઇ છે. નિખીલ દોંગા સાથે સૌરાષ્ટ્રના અનેક મોટા નેતાના ધરોબા હોવાનુ અનેકવાર ચર્ચાયુ છે. જો કે હવે ભાજપના મહામંત્રીની મદદગારીમાં સંડોવણી ખુલતા નજીકના સમયમાં અન્ય મોટામાથાના નામ ખુલે તેવી પુરી શક્યતા છે.
રાજકોટના મ્યુનિસિપલ કમિશનર એક્શન મોડમાં, માસ્ક વગરના લોકો પાસેથી દંડ કર્યો વસુલ
આ સમગ્ર કેસ અંગે મીડિયા સાથે વાત કરતા Dysp જે એન પંચાલે જણાવ્યું હતું કે વિપુલ સંચાણીયા દ્વારા મધ્યસ્થી બનીને આરોપીના સાગરીતોને જેલમાં મળવા મટે મદદ કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ વાતચીત વોટસએપ કોલ પર કરવામાં આવી હતી. તમામ ડેટા પણ ડિલીટ કરી નાખવામાં આવ્યો હતો. પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. આ અંગે વિપુલ વિરૂદ્ધ તમામ પુરાવા મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube