રાજકોટના મ્યુનિસિપલ કમિશનર એક્શન મોડમાં, માસ્ક વગરના લોકો પાસેથી દંડ કર્યો વસુલ

રાજકોટમાં (Rajkot) કોરોનાની સ્થિતિ વણસતા અંતે મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner) ફિલ્ડમાં નીકળ્યા છે. શહેરના હનુમાન મઢી ચોકમાં દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) જાળવવા વેપારીઓને અપીલ કરી હતી

રાજકોટના મ્યુનિસિપલ કમિશનર એક્શન મોડમાં, માસ્ક વગરના લોકો પાસેથી દંડ કર્યો વસુલ
  • શહેરમાં 3000 માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન
  • અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ ખાનગી હોસ્પિટલને અપાયો

ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટમાં (Rajkot) કોરોનાની સ્થિતિ વણસતા અંતે મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner) ફિલ્ડમાં નીકળ્યા છે. શહેરના હનુમાન મઢી ચોકમાં દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) જાળવવા વેપારીઓને અપીલ કરી હતી. જ્યારે માસ્ક વગર નીકળતા લોકોને માસ્ક આપી 1 હજાર રૂપિયાનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો.

મ્યુ. કમિશનર (Municipal Commissioner) ઉદિત અગ્રવાલે (Udit Agarwal) જણાવ્યું હતું કે, લોકોને સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) અને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી રહી છે. મોત વધતા 6 સ્મશાનમાં અંતિમ વિધિ માટે મંજૂરી આપવામાં આવી છે. સ્મશાનમાં કતારો ન લાગે તે માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. દર એક પોઝિટિવ દર્દીના (Corona Positive Patient) સંપર્કમાં આવેલ 70 લોકોનું કોન્ટેક ટ્રેસિંગ (Corona Testing) કરવામાં આવી રહ્યું છે.

કોમ્યુનિટી હોલ ખાનગી હોસ્પિટલને અપાયો ભાડે
રાજકોટમાં (Rajkot) કોરોનાનું સંક્રમણ (Corona Case) વધતા હોસ્પિટલો વધારવાના આદેશ આપવામાં આવ્યા છે. જોકે રાજકોટ મનપાએ કોમ્યુનિટી હોલને (Rajkot Municipal Corporation) ખાનગી હોસ્પિટલને ભાડે આપી દીધો છે. અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલમાં ગુરુવાર સુધીમાં સીનર્જી હોસ્પિટલ સંચાલિત 200 બેડની કોવિડ હોસ્પિટલ (Covid Hospital) શરૂ કરવામાં આવશે.

માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન 3000
મ્યુ. કમિશનર (Municipal Commissioner) ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટમાં 3000 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન (Micro Containment Zone) છે. માસ્ક વગર ફરતા લોકો પાસેથી તંત્રને દંડ વસુલ કરવામાં રસ નથી. લોકડાઉન (Lockdown) ન કરવું પડે તે માટે ખુદ લોકો જ માસ્ક પહેરી મોં અને નાક લોકડાઉન કરે તેવી અપીલ છે.

સલ્મ વિસ્તારમાં કેસ વધ્યા-અગ્રવાલ
કોરોનાની પહેલી લહેરમાં સલ્મ વિસ્તાર કોરોનાના ઓછા કેસ આવતા હતા પરંતુ આ વખતે અનેક સલ્મ વિસ્તારોમાં કેસ નોંધાયા છે. લોકો ભીડ એકત્ર ન કરે તેવી અપીલ મ્યુ.કમિશ્નરએ અપીલ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news