રવિ અગ્રવાલ/વડોદરાઃ એક તરફ કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે. તો બીજીતરફ અંધશ્રદ્ધા ફેલાવનારા પણ વધી રહ્યાં છે. ત્યારે વડોદરામાં કોરોના નામે અંધશ્રદ્ધાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વડોદરામાં કાલુપુરા મેઈન રોડ પર આવેલા ભાથુજી મહારાજના મંદિરના ભુવા હસમુખ બારોટનો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ હવે પોલીસે તેની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે મામલો
વડોદરા પાલિકાના અતિથિગૃહના કમ્પાઉન્ડમાં ભાથીજી મહારાજનું મંદિર  આવેલું છે. ત્યારે આ મંદિરના ભુવા લોકોને કહી રહ્યાં છે કે, તેમનો જાપ કરેલ દોરો પહેરવાથી કોરોના ભાગી જશે તેવો કરે છે. આવો દાવો ભુવા હસમુખ બારોટ દ્વારા કરવામાં આવ્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો બાદ પોલીસ પણ એક્શનમાં આવી હતી. હવે પોલીસે અંધશ્રદ્ધા ફેલાવનાર હસમુક બારોટની ધરપકડ કરી છે. પોલીસે તેના વિરુદ્ધ મહામારીમાં અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. 


સમગ્ર દેશને હચમચાવી દેનાર સુરત તક્ષશિલા અગ્નિકાંડની આજે પ્રથમ વરસી


વડોદરામાં શનિવારે નવા કેસ 
વડોદરામાં કોરોનાના આજે નવા 34 પોઝિટિવ કેસ આવ્યા છે. આ સાથે વડોદરામાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 825 થઈ ગઈ છે. કોરોનાથી આજે વધુ 15 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યારસુધી કુલ 492 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે. તો અત્યાર સુધી શહેરમાં કુલ 38 દર્દીના મોત નિપજ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube