‘તમે કેમ મને સાથે રાખતા નથી’ કહી પુત્રએ પિતાને કપડા ધોવાના ધોકાથી મોતને ઘાટ ઉતાર્યા
બાપુનગરમાં પુત્રએ પિતા સાથે ઝઘડો કરીને ધોકા ઝીંકી હત્યા કરી નાખી હતી. માતા-પિતા મનમેળ ન રહેતા વર્ષ 2007થી જુદા રહે છે. મોટો પુત્ર બેકાર હતો અને માતા સાથે રહેતો હતો જ્યારે નાનો પુત્ર પિતા સાથે રહેતો હતો. આ અંગે નાના ભાઈએ મોટા ભાઈ સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે, ત્યારે અમદાવાદના બાપુનગરમાં હત્યાની ઘટના બની છે. બાપુનગરમાં દીકરાએ જ પિતાની હત્યાં કરી હોવાનું સામે આવતા પોલીસે આરોપી દીકરાની ધરપકડ કરી લીધી છે.
લીલીપેન! ભાજપમાં હાંડલા કુસ્તી થશે, ચાવડા અને મોઢવાડીયા જીત્યા તો બગાડશે ખેલ
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ભીડભંજન પાસેની એક ચાલીમાં રહેતા અશોકભાઈની હત્યાં તેના જ દીકરા લોકેશે કરી છે. પારિવારિક ઝગડાને કારણે હત્યાં કરી હોવાનું સામે આવ્યું છે. હોળીના દિવસે પિતા દારૂ પીને ઘરે આવતા મોટા દીકરાએ વિરોધ કરતા ઘરમાં તકરાર થઇ હતી. ઘટનામાં લોકેશે ધોકાથી પિતાને માર મારતા અશોકભાઈને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ થયું હતું.
એવોર્ડ તો મળી ગયો! આ તસવીરો પરથી તમે જ નક્કી કરો કે સુરત સ્વચ્છ છે કે નહિ?
અશોકભાઈના પરિવારજનોમાં તેમની પત્ની અને બે દીકરા છે. અશોકભાઈની દારૂ પીવાની લતના કારણે અવારનવાર તેમના ઘરે ઝઘડા થતા હતા. હોળીના દિવસે પણ અશોકભાઈ દારૂ પીને આવતા તેમની અને તેમના મોટા દીકરા વચ્ચે તકરાર થઈ હતી. નાના દીકરાને શંકા જતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
કોણ હતા તે ક્રાંતિકારી જેમનો અસ્થિ કળશ પોતાના ખભા પર લાવ્યા હતા મોદી?
જો કે પરિવારે સમગ્ર મામલો છુપાવવાનો પણ પ્રયત્ન કરતા કારણ આપ્યું હતું કે અશોકભાઈ પડી જવાના કારણે મૃત્યુ પામ્યા છે. જોકે નાના દીકરાને સમગ્ર મામલે શંકા જતા પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરતા હત્યાનો બનાવ હોવાનું સામે આવ્યું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ અશોકભાઈના પેટના ભાગે બોથડ પદાર્થ હુમલો કરાયા હોવાનું સામે આવ્યું. પેટના ભાગે ઇજા થતાં લોહી જામી જવાના કારણે તેમનું મૃત્યુ થયું.
3 એપ્રિલે ઓપન થશે નવા નાણાકીય વર્ષનો પ્રથમ આઈપીઓ, એરટેલની કંપની ખોલશે ખાતું