મૌલિક ધામેચા / અમદાવાદ: છેલ્લા ૫૫ દિવસથી રાજ્યભરમા લોકડાઉનની સ્થિતિ યથાવત છે, ત્યારે પાન મસાલા વેપારીઓ અને બંધાણીઓ ગેરકાયદેસર અને ઊંચા ભાવે પાન-મસાલાનું વેચાણ કરતા હોય તેવું અનેક વખત તમેં સાંભળ્યું હશે. પરંતુ કાગડાપીઠ પોલીસે બે એવા શખ્સોને પાન મસાલા સાથે ઝડપી પાડયા છે જે કોર્પોરેશનની રાહત સામગ્રી પોહચાડવા માટેનો પાસ ધરાવતી ઓટો રીક્ષા હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અમદાવાદ IIM નજીક શ્રમિકોએ કર્યો પથ્થરમારો, પોલીસે ઘટના સ્થળે પહોંચી કર્યો લાઠીચાર્જ


આમ તો સામાન્ય બાબત લાગશે પરંતુ પોલીસ ગિરફત રહેલા આરોપી જોગેન્દ્ર લાલ અરોરા અને ધર્મેન્દ્ર કાંચલીયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કંટ્રોલ ટીમનો ઈમરજન્સી પાસ ક્યાંથી મેળવી લાવ્યા તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. સાથે જ આ પાસ બનાવટી છે કે કોર્પોરેશન તરફથી ઇશ્યુ કરવામાં આવેલો પાસ છે તે અંગે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.


આ પણ વાંચો:- Smile Please: તમાકૂના બંધાણીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર, પાન પાર્લર ખૂલશે


ઉલ્લેખનીય  છે કે જોગેન્દ્ર અને ધર્મેન્દ્ર કાંકરિયા નજીક થી પસાર થવાના હોવાની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને તેમને રોકી તપાસ 440 જેટલા પાન મસાલાના પાઉચ મળી આવતા અટકાયત કરવામાં આવી હતી. હાલ પોલીસે પાન મસાલા તમામ જથ્થો અને ગેરકાયદેસર હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલી રીક્ષા પણ કબજે કરી છે, અને બંને આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube