અમદાવાદ IIM નજીક શ્રમિકોએ કર્યો પથ્થરમારો, પોલીસે ઘટના સ્થળે પહોંચી કર્યો લાઠીચાર્જ

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી પરપ્રાંતિય અને શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ વતન જવા માટે ઉતાવળીયા બનેલા બનેલા શ્રમિકોએ અમદાવાદના આઇએમએમ વિસ્તારમાં આવેલા પરપ્રાંતિય કોલોની પાસે શ્રમિકો પોલીસ પર પથ્થરમારો કર્યો છે.

અમદાવાદ IIM નજીક શ્રમિકોએ કર્યો પથ્થરમારો, પોલીસે ઘટના સ્થળે પહોંચી કર્યો લાઠીચાર્જ

અમદાવાદ, ગૌરવ પટેલ: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી પરપ્રાંતિય અને શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ વતન જવા માટે ઉતાવળીયા બનેલા બનેલા શ્રમિકોએ અમદાવાદના આઇએમએમ વિસ્તારમાં આવેલા પરપ્રાંતિય કોલોની પાસે શ્રમિકો પોલીસ પર પથ્થરમારો કર્યો છે. શ્રમિકો વતન જવાની માગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. જે બાદ કેટલાક શ્રમિકોએ પથ્થરમારો કર્યો હતો. મજુરોએ ન્યુ આઇઆઇએમ કેમ્પસ ખાતેની પીએસપી કંસ્ટ્રક્શન સાઇટની ઓફીસ અને વાહનોમાં કરી તોડફોડ કરી છે. આ પથ્થરમારામાં પોલીસની બે ગાડીઓને નુકસાન થયું છે. 

ઘટના અંગેની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા હતા. અને પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. લેબર કોલોનીમાંથી ૨૦૦ થી વધારે લોકોની પોલીસે અટકાયત કરી છે. આ લોકોનીમાં 1100  લોકો વસવાટ કરે છે. જે પૈકી 500 લોકોને વતન મોકલવામાં આવ્યા છે જ્યારે બાકીના લોકોને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ 22 તારીખ પછી ટ્રેન હોવાથી તેઓને હજુ મોકલી શક્યા નથી. આજની ઘટનાને મુદ્દે પોલીસે રાયોટીંગનો ગુન્હો દાખલ કરી તપાસ આદરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે રાજકોટ ગોંડલ હાઇવે પર સવારના 7.30 વાગ્યા અરસામાં શાપર વેરાવળ નજીક રસ્તા પર શ્રમિકોના ટોળા એકઠા થયા હતા. આ ટોળાઓએ કાયદો હાથમાં લઇ રસ્તે જતા લોકોના વાહનોમાં તોડફોડ કરી પત્રકાર હાર્દિક જોષી અને રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મિણા તેમજ તેમના કમાન્ડો સહિત 3 પોલીસ કર્મી પર જીવલેણ હુમલો કર્યો હતો. ટોળાએ ફ્રન્ટ લાઇન કોરોના વોરિયરની સાથે છેલ્લા 54 દિવસથી પરિવારની ચિંતા કર્યા વગર જતા મીડિયા કર્મી પર જીવલેણ હુમલો કરી તેમના કેમેરાની લૂંટ ચલાવી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે વીડિયોના આધારે 29 આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસ અને પત્રકાર ઉપર હુમલો કરનારનો વીડિયો આવ્યો સામે
વહેલી સવારના સમયે ટોળાએ પોલીસ અને પત્રકાર પર હુમલો કર્યો હતો. જેમાં પત્રકાર હાર્દિક જોશીને માથાના ભાગે ગંભીર તેમજ હાથ પગના ભાગે ઈજા પહોંચી છે. તેઓ ઘટના સ્થળે જ લોહીલુહાણ થઈ ગયા હતા. સમગ્ર ઘટના બાદ આજે બપોરના સમયે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં પત્રકાર હાર્દિક જોષીને ટોળાએ બેરહેમીથી માર માર્યો હોવાનું સ્પષ્ટ જણાતા સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનામાં કડક હાથે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news