પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં ઘોડદોડ રોડના કાપડના વેપારીએ 28 વર્ષીય મોડલ પર દુષ્કર્મ આચર્યું છે.મિતેષ જૈનએ ફોટો શૂટ કરવાના બહાને ગોવા દમણ લઇ જઈ મોડલ સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.14 દિવસ પેહલા એરપોર્ટ સામેના સાયલન્ટ ઝોનમાં વેપારી અને તેની મહિલા મિત્ર વચ્ચે ઝઘડો થતાં ફાયરીંગનો બનાવ ડુમસ પોલીસ મથકે નોંધાયો હતો. આ બનાવ બાદ મોડલા મહિલાએ અલથાણ પોલીસ મથકમાં વેપારી વિરૂદ્ધ દુષ્કર્મની નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણામાં નીતિન પટેલ કે રજની પટેલ? ભાજપ જૂના જોગીઓને મોકો આપશે કે 'ખો'


સુરતના ડુમસ રોડ વિસ્તારમાં આવેલ સાયલન્ટ ઝોનમાં કાપડના વેપારી અને તેની મહિલા મિત્ર વચ્ચે ઝઘડો થયો હતો. ગત તા. ૯ ફેબ્રુઆરીના રોજ બનેલ આ બનાવમાં મહિલા મિત્રે પોતાના બચાવમાં અન્ય પોતાના મિત્રોને બોલાવ્યા હતા. દરમિયાન ઘોરદોર રોડ ખાતે રહેતા કાપડના વેપારી મિતેશ સંપતલાલ જૈનએ પોતાની પરવાનાવાળી પિસ્તોલ કાઢી હતી, જેને મહિલાએ બોલાવેલા તેના સાગરિતો પૈકીના એક એ પિસ્તોલને ઝુંટવી લઇને એક રાઉન્ડ હવામાં ફાયરીંગ કર્યુ હતુ. જેમાં કાપડના વેપારી મિતેશ જૈન એ ડુમસ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


આવી બન્યું સમજો! પવનના તોફાનો, આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ત્રાટકશે


ત્યાર બાદ મિતેશ જૈન વિરુધ્ધ તેની મહિલા મિત્રે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ફોટો શુટ કરવાના બહાને ગોવા, મુંબઈ અને દમણ ખાતે લઇ જઈને તેણીની મરજી વિરુધ્ધ બળજબરીપુર્વક શરીર સબંધ બાંધીને મિતેશ જૈન દુષ્કર્મ આચરતો હતો. ઉપરાંત તેણીનો પીછો કરીને હેરાન પરેશાન કરતો હતો. મોડેલ મહિલાએ મિતેશ જૈન વિરુધ્ધ અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી મિતેષ જૈનની ધરપકડ કરી છે.


રાજકીય રોજગારી મળ્યા બાદ પહેલીવાર ગુજરાતના બેરોજગારો વિશે બોલ્યા હાર્દિક પટેલ


આરોપી મિતેષ જૈન નો મોડલ મહિલા સાથે 2017 માં મુલાકાત થઈ હતી. આરોપીનો કાપડનો વેપાર હોવાથી કાપડની જાહેરાત કરવા ફોટો શૂટ કરવા મોડલ મહિલા સાથે ચર્ચા થઈ હતી. બંને જણા એક બીજા સંપર્કમાં આવતા રહેતા હતા. 2020 સુધી આરોપીએ મોડલ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપી વારમ વાર શારીરિક શોષણ કરતો રહેતો હતો. જેથી મોડલ મહિલાએ તંગ આવી આરોપી વિરૂદ્ધ અલથાણ પોલીસ મથકે દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવી હતી.હાલ તો સમગ્ર મામલે અલથાણ પોલીસે આરોપી મિતેષ જૈનની ધરપકડ કરી કાયદસરની કાર્યવાહી હાથ છે.