ગુજરાતીઓનું આવી બન્યું સમજો! પવનના તોફાનો, આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ત્રાટકશે

Gujarat Weather Forecast: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જે નવી આગાહી કરી છે તેનાથી તમે હચમચી જશો. કારણ કે, ગુજરાત પર એકસાથે પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકશે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે. હાલ સમગ્ર ગુજરાત ઠંડીના બાનમાં છે. ગુજરાતના અનેક શહેરોમાં સુસવાટાભર્યો પવન ફૂંકાઈ રહ્યો છે. તો દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ સપ્તાહમાં ઠંડી, ગરમી કે વરસાદનું જોર વધશે. 

1/7
image

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે. આવતીકાલ સોમવારથી ગુજરાતમાં લઘુત્તમ તાપમાન વધશે. જેથી મધ્ય ગુજરાતમાં  લઘુત્તમ 18 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. આ વખતે કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠામાં માવઠું પડી શકે છે. શિયાળો પુરો થતો નથી, ઉનાળો આવતો નથી અને આ સ્થિતિની વચ્ચે દસ્તક દઈ રહ્યું છે ચોમાસું! આને કઈ સિઝન કહેવી એ હવામાન શાસ્ત્રીઓ માટે પણ એક કોયડું છે. ઠંડી પડી રહી છે અને આ દરમિયાન વરસાદ મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે.

1થી 5 માર્ચ વચ્ચે પવન સાથે કમોસમી વરસાદ

2/7
image

ગુજરાતના વાતાવરણમાં ભારે ફેરફારની શક્યતાની આગાહીકાર અંબાલાલ પટેલની તોફાની આગાહી આવી ગઈ છે. હવામાન નિષ્ણાતે ગુજરાતમાં પવનના તોફાનો, વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદની આગાહી કરી છે. જે મુજબ 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી રાજ્યાના વાતાવરણમાં મોટો પલટો આવશે. ગુજરાતમાં 1થી 5 માર્ચ વચ્ચે પવન સાથે કમોસમી વરસાદ ત્રાટકી શકે છે. તો આ દિવસોમાં કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠામાં માવઠું પડી શકે છે. 

10 માર્ચ થી 12 માર્ચમાં મોટા ફેરફાર

3/7
image

અંબાલાલ પટેલે આ સાથે જ વરસાદની આગાહી કરતા કહ્યું કે, આગામી માર્ચ મહિનામાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. 1 થી 5 માર્ચે પવનના યોગ સર્જાતા, ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા જેવા વિસ્તારોના હવામાનમાં મોટા ફેરફાર જણાશે. આ દિવસોમાં પવનનું જોર પણ રહેશે. 10 માર્ચ થી 12 માર્ચમાં મોટા ફેરફાર થશે.

26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી કંઈક મોટું થશે

4/7
image

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે. આવતીકાલ સોમવારથી ગુજરાતમાં લઘુત્તમ તાપમાન વધશે. જેથી મધ્ય ગુજરાતમાં  લઘુત્તમ 18 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.   

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી

5/7
image

અંબાલાલ પટેલે આ સાથે જ વરસાદની આગાહી કરતા કહ્યું કે, આગામી માર્ચ મહિનામાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. 1 થી 5 માર્ચે પવનના યોગ સર્જાતા, ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા જેવા વિસ્તારોના હવામાનમાં મોટા ફેરફાર જણાશે. આ દિવસોમાં પવનનું જોર પણ રહેશે. 10 માર્ચ થી 12 માર્ચમાં મોટા ફેરફાર થશે. 

અંબાલાલની ગરમીની આગાહી

6/7
image

તો ગરમી ક્યારે આવશે તે વિશે પણ કહ્યું કે, 20-21 માર્ચથી સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમીની શરૂઆત થશે. હાલ ગરમી ચાર માર્ચથી ક્રમશ વધશે. આ સાથે જ અંબાલાલ પટેલે ખેડૂતોને સાવચેતીના પગલાં લેવાની સલાહ આપી છે. ગુજરાતનું વાતાવરણ પલટાતા ખેડૂતોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

7/7
image

ફેબ્રુઆરી મહિનામાં હિમવર્ષાના કારણે જમ્મુ-કાશ્મીરથી હિમાચલ પ્રદેશ સુધીના હિલ સ્ટેશનો ધમધમી રહ્યા છે. હિમવર્ષાના કારણે ઉધમપુરના પર્યટન સ્થળ પટનીટોપમાં પ્રવાસીઓ આવવા લાગ્યા છે. બીજી તરફ પ્રવાસીઓ પણ ગુલગારમમાં બરફવર્ષાની મજા માણી રહ્યા છે. હવામાન વિભાગે 26 ફેબ્રુઆરીથી જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાના કારણે વિસ્તારોમાં સફેદ ચાદર જોવા મળી રહી છે. હિમવર્ષાનો આનંદ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ મનાલી પહોંચ્યા છે. ઉત્તરાખંડના ચમોલીમાં પણ આવું જ દ્રશ્ય છે. ચારે બાજુ માત્ર બરફ જ દેખાય છે. પહાડોમાં હિમવર્ષાના કારણે તાપમાનનો પારો પણ ગગડી રહ્યો છે.