ગાંધીનગર : ગુજરાતમાં હાલ કોરોનાને લઇને સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવેલું છે. જો કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી અંગે માહિતી આપતા રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, લોકડાઉનનાં ત્રીજા તબક્કામાં સંક્રમણ ન ફેલાય તે માટે કાળજી સાથે લોકોની અગવડતા ઘટાડવા માટે તંત્ર દ્વારા જરૂરી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે રેલ મંત્રાલય દ્વારા શ્રમીક ટ્રેન ઉપરાંત કેટલીક બીજી ટ્રેન શરૂ કરામાં આવી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગાઇડ લાઇન જાહેર કરાયેલી છે. લોકો દ્વારા આ ગાઇડ લાઇનનું પાલન થાય તે ખુબ જ જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ નર્સ દિવસે જ SVPમાં નર્સિંગ સ્ટાફની હડતાળ, પુરતા સંસાધનો નહી મળતા લીધો નિર્ણય


ખાસ તો હાલમાં જે ટ્રેન ચાલુ કરવામાં આવેલી છે. તેનું બુકિંગ માત્ર ઓનલાઇન થાય છે. માટે રેલવે સ્ટેશન ખાતે કાઉન્ટર પરથી કોઇ જ ટિકિટ મળતી નથી. જેથી લોકોએ ટિકિટ લેવા માટે રેલવે સ્ટેશ પર જવું નહી. ઓનલાઇન બુકિંગ મારફતે મળેલી કન્ફર્મ ઇ ટિકિટ પર જ મુસાફરોને રેલવે સ્ટેશન પર પ્રવેશ અપાશે. રેલવે સ્ટેશન પર આવતા દરેક વ્યક્તિએ માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું. પોલીસ દ્વારા આ ગાઇડ લાઇનનું પાલન થાય તે માટે સુચના આપી દેવાઇ છે. લોકડાઉન દરમિયાન વિદેશમાં ફસાયેલા નાગરિકોને પણ પરત લાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ આ ફ્લાઇટ્સ આવવાની શરૂ થઇ છે આ માટે પણ સરકાર દ્વારા જરૂરી નિયમો બનાવાયા છે.


દક્ષિણ ગુજરાતમાં કામદારો કંપનીઓ સામે લડી લેવાના મૂડમાં, નથી ચૂકવાયો પગાર


વિદેશથી આવનારા લોકોને હેલ્થ વિભાગ દ્વારા નિયમ સમય અને નિયત સ્થળ પર ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. જેના માટે તેમને કેટલાક વિકલ્પો પણ અપાઇ રહ્યા છે. માટે વિદેશથી આવતા લોકો આવા ક્વોરન્ટાઇનમાં જ રહે તે માટે પોલીસ પણ જરૂરી વોચ રાખશે. વિદેશથી પરત આવતા લોકો સહિતનાં એવા તમામ લોકો જેને આરોગ્ય વિભાગ દ્વારા ક્વોરન્ટાઇનમાં રહેવા સુચના કરવામાં આવેલ હોવા છતા પણ નિયમ ભંગ કરશે તો તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થશે. ક્વોરન્ટાઇન થયેલા વ્યક્તિને મળવાનું ટાળો.


કચ્છ : પરપ્રાંતિયો ધીરજ ખૂટી અને SDM કચેરી બહાર 500 શ્રમિકો ઉતર્યા રસ્તા પર


લોકડાઉન દરમિયાન જે વસ્તુઓનાં વેચાણ પ્રતિબંધિત છે તેનાં વેચાણ અને હેરાફેરી પર પોલીસ નજર રાખી રહી છે. આવશ્યક વસ્તુઓની આડમાં પ્રતિબંધિત વસ્તુઓનાં વેચાણ અને પરિવહનનાં કેટલાક કિસ્સા ધ્યાને આવ્યા છે અને તેની પર કાર્યવાહી પણ થઇ છે. અમદાવાદના સોલામાં આવો જ એક ગુનો દાખલ થયો છે. રાજકોટ શહેરમાં પણ શાકભાજીના વાહનમાં બિનકાયદેસર થતી તંબાકુની હેરફેર પકડી પડાઇ છે. આવો એક જિલ્લો તાપીમાં બન્યો જ્યાં એક વાહનમાં કાંદાની બોરીઓ વચ્ચે દારૂ છુપાવીને લવાઇ રહ્યો હતો. આ બનાવમાં 1.92 લાખની કિંમતનો દારૂ અને 2 આરોપીઓની ધરપકડ કરાઇ છે. 


રાજકોટમાં બંધ પડેલા ઉદ્યોગો ફરી ધમધમતા થાય તે માટે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત
- ડિટેઇન કરાયેલા વાહનો પૈકી કાલે રાજ્યમાં કુલ 5839 વાહનો મુક્ત કરવામાં આવેલા છે. 223266 વાહનો કુલ મુક્ત થયા છે.
- સોસાયટીનાં સીસીટીવીના આધારે રાજ્યમાં કુલ 678 ગુનાઓમાં 944 લોકોની ધરપકડ થઇ છે. 
- ડ્રોન, સીસીટીવી અને એએનપીઆરના માધ્યમથી નજર રાખવામાં આવે છે. 
- રાજ્યમાં ડ્રોનના ફુટેજનાં આધારે કાલે 201 ગુના દાખલ થયા છે, આજ સુધીમાં કુલ 12444 ગુના દાખલ કરી 22803 લોકોની ધરપકડ કરાઇ છે. 
- સીસીટીવી ફૂટેજના આધારે કુલ 98 ગુના દાખલ કરીને 100 લોકોની અટકાયત કરવામાં આવેલી છે, કુલ 3130 ગુના નોંધી 4256 લોકોની ધરપકડ થઇ છે.
- સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવા બદલ કાલે 14 ગુના દાખલ થયા છે. અત્યાર સુધીમાં કુલ 768 ગુનામાં કુલ 1584 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલી છે.
- સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવા બદલ અત્યાર સુધીમાં કુલ 726 એકાઉન્ટ બંધ કરવામાં આવેલા છે. 
- એએનપીઆરનાં એનાલીસીસથી કુલ 42 અને કુલ 1359 ગુના દાખલ થયા છે. 
- વીડિયો ગ્રાફર દ્વારા થયેલા શુટિંગના આધારે ગઇ કાલે કુલ 198 ગુના અને આજ સુધીમાં કુલ 3704 ગુના દાખલ થયા છે. 
- પ્રહરી જેવા ખાસ વાહનો દ્વારા ગઇ કાલે 40 ગુના અને આજ સુધીમાં 1221 ગુના દાખલ થયા છે. 
- જાહેર નામા ભંગના ગુનાની સંખ્યા 2008
- ક્વોરન્ટાઇન કરેલા લોકો દ્વારા ગુના ભંગની સંખ્યા 752
- અન્ય ગુના 448
- ગઇ કાલના કુલ ગુના 3208
- અત્યાર સુધીનાં કુલ ગુના 154722
- આરોપી અટક કરેલા 3728
- જપ્ત વાહનો 5794


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube