નીલેશ જોશી/ દમણ: સંઘ પ્રદેશ દાદરા નગર હેવીલના (Dadra nagar haveli) સાંસદ મોહન ડેલકર આપઘાત કેસમાં (Mohan Delkar Suicide case) નવો વળાંક સામે આવ્યો છે. ત્યારે મોહન ડેલકર (Mohan Delkar) આપઘાત કેસમાં મુંબઇની મરીન દ્રાઈવ પોલીસે ગુજરાતના પૂર્વ ગૃહરાજ્યમંત્રી (Former Gujarat Home Minister) વિરૂધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઉપરાંત અનેક અધિકારીઓ અને રાજકારણીઓના નામ સામે આવતા રાજકારણ ગરમાયું છે. ત્યારે આ મામલે મુંબઇ પોલીસ (Mumbai Police) સઘન તપાસ કરશે અને મુંબઇમાં રચવામાં આવેલી એસઆઇટીની ટીમ તપાસ કરવા માટે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી જઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંઘ પ્રદેશ દાદરા નગર હેવીલના (Dadra nagar haveli) સાંસદ આપઘાત કેસમાં મોહન ડેલકરના (Mohan Delkar) પુત્ર અભિનવ ડેલકર (Abhinav Delkar) ગઈકાલે મુંબઇ ખાતે ગયા હતા. જ્યાં તેમના પિતા મોહન ડેલકરના આપઘાત (Mohan Delkar Suicide case) મામલે એફઆઇઆર નોંધાવી હતી. આ એફઆઇઆરમાં ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી (Former Gujarat Home Minister) અને દીવ-દમણ પ્રશાસક પ્રફુલ પટેલ (Praful Patel) સામે મુંબઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત આઇપીએસ, આઇએએસ અધિકારીઓ જેમાં કલેક્ટર અને એસપી સહિતના નામો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય રાજકારણીઓના નામ પણ સામે આવતા રાજકારણ ગરમાતા હડકંપ મચ્યો છે.


આ પણ વાંચો:- બે હાથ હવામાં લહેરાવીને સુરતના રસ્તાઓ પર બાઈક સ્ટંટ કરવું યુવતીને ભારે પડ્યું


ઉલ્લેખનીય છે કે, 22 ફેબ્રુઆરીના રોજ દાદરાનગર હવેલીના 58 વર્ષના સાંસદ મોહન ડેલકરનો (Mohan Delkar) મૃતદેહ દક્ષિણ મુંબઈની એક હોટલમાં છત પર લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ગુજરાતીમાં લખેલી સ્યૂસાઈડ નોટ (Suicide note) પણ હોટલમાંથી મળી આવી છે. આ ઘટનાની જાણકારી મળ્યા બાદ વરિષ્ઠ પોલીસ અધિકારી સાથે એક ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. 


આ પણ વાંચો:- હાર્દિક પટેલને મોટો ઝટકો, કાયમી ગુજરાત બહાર જવાની અરજી ગુજરાત હાઇકોર્ટે નકારી


પોલીસ આ સ્યૂસાઈડ નોટની (Suicide note) પણ તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યાં મુજબ સ્યૂસાઈડ નોટ પરથી લાગે છે કે મોહન ડેલકર ઘણા દિવસોથી ખુબ પરેશાન હતા. તેમણે રાજનીતિક ઉપેક્ષાનો શિકાર હોવાનો પણ સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હોવાનું કહેવાય છે. પોતાના સમર્થકો, પરિવારના લોકોની પણ માફી માંગવાની સાથે પોતાના આ પગલા માટે અનેક લોકોને જવાબદાર ઠેરવ્યા હતા.


આ પણ વાંચો:- Junagadh માં સિંહની પજવણી કરવાનું 6 લોકોને પડ્યું ભારે, કોર્ટે કટકારી આટલા વર્ષની સજા


એમ પણ કહેવાય છે કે આશરે 30થી 35 લોકોના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને દીવ-દમણ પ્રશાસક પ્રફૂલ પટેલના નામ સહિત દાદરાનગર હવેલીનાં આઇપીએસ, આઇએએસ અધિકારીઓ જેમાં કલેક્ટર અને એસપી સહિતના અનેક અધિકારી અને અલગ અલગ રાજનૈતિક દળના નેતાઓનું નામ પણ સુસાઇડ નોટમાં લેવાયું છે. આ મુદ્દો ગંભીર હોવાનાં કારણે મોહન ડેલરના પત્રમાં લેખીત તથ્યો અંગે મુંબઇ પોલીસ, સ્થાનિક તંત્ર પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 


આ પણ વાંચો:- રફતારની રાણીની તસવીરો થઈ વાયરલ, આ ગુજ્જૂ ગર્લના જલવા જોઈ થઈ જશે આંખો ચાર


ત્યારે સાંસદ મોહન ડેલકરના આપઘાત કેસમાં મુંબઇના મરીન દ્રાઈવ પોલીસ આગામી સમયમાં સઘન તપાસ કરશે. મુંબઇમાં બનાવવામાં આવેલી એસઆઇટીની ટીમ તપાસ કરવા માટે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી જઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube