Junagadh માં સિંહની પજવણી કરવાનું 6 લોકોને પડ્યું ભારે, કોર્ટે કટકારી આટલા વર્ષની સજા

2018 માં સિંહને (Lion) મરઘી આપી પજવણી કરવાની ઘટના બાબરીયા રેન્જમાં (Babariya Range) બની હતી. આ ઘટનામાં વન વિભાગે (Forest Department) 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા

Junagadh માં સિંહની પજવણી કરવાનું 6 લોકોને પડ્યું ભારે, કોર્ટે કટકારી આટલા વર્ષની સજા

ભાવિન ત્રિવેદી/ જૂનાગઢ: 2018 માં સિંહને (Lion) મરઘી આપી પજવણી કરવાની ઘટના બાબરીયા રેન્જમાં (Babariya Range) બની હતી. આ ઘટનામાં વન વિભાગે (Forest Department) 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારે ગીર ગઢડા કોર્ટમાં (Gir Gadhada Court) કેસની સુનાવણી કરવામાં આવી હતી. જેમાં 6 આરોપીઓને 3 વર્ષની જેલ અને રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના બાબરીયા રેન્જના (Babariya Range) વાડી વિસ્તારમાં સિંહની પજવણી (Illegal Lion Show) કરવાની ઘટનાનો એક વીડિયો વાયરલ (Viral Video) થયો હતો. જેમાં એક સિંહને (Lion) મરધીની લાલચ આપી પજવણી કરતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે વન વિભાગે (Forest Department) વીડિયોના આધારે વન્ય પ્રાણી એક્ટ (Wildlife Act) મુજબ ગુનોહ દાખલ કરી 2018 માં તપાસ હાથ ધરી હતી. જેમાં સિંહની પજવણી કરનાર કુલ 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને ગીર ગઢડા કોર્ટમાં (Gir Gadhada Court) ચાર્જશીટ દાખલ કરી હતી.

ત્યારે કોર્ટમાં આ કેસની સુનાવણી (Hearing) કરવામાં આવતા કોર્ટે 8 માંથી 6 આરોપીઓને 3 વર્ષની જેલ અને 10 હજારનો દંડ ફટકાર્યો હતો. જેમાં મુખ્ય આરોપી ઇલ્યાસ અદ્રેમાન હોથની જમીન ગીર અભયારણ્યના (Gir Sanctuary) બાબરીયા રેન્જ (Babariya Range) ફોરેસ્ટમાં આવેલ ધુંબકવાડી વિસ્તારની સેટલમેન્ટ વાળી જમીન તમામ પરવાનગી રદ કરી ખાલસા કરવાનો કોર્ટે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યો છે.

જો કે, આ ઘટના મામલે વન વિભાગના સી.સી.એફ. દુષ્યંત વસાવડાએ જણાવ્યું હતું કે, જે ગેરકાયદેસર સિંહ દર્શન અને સિંહોને પજવણી કરનાર માટે લાલબત્તી સમાન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news