નિલેશ જોશી/સરીગામ: વલસાડ જિલ્લાનાં ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે જમીનમાં ખાડો કરતા દરમિયાન તકરાર થઈ હતી. ફરિયાદી ગ્રીષ્માબેન માધવ જોશીના કુટંબિક જેઠ ભાઈઓ દ્વારા ઝઘડો ઉભો કરી ફરિયાદીની 62 વર્ષીય સાસુને લોખંડની પારઇનાં ફટકા મારી હાથના ભાગે ઇજા પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા ભિલાડ પોલીસ મથકે 2 ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માંડ આ 15 બેઠકો પર 1 લાખથી વધારે હતી લીડ, પાટીલનાં ધોળે દહાડે 5 લાખની લીડનાં સપનાં


સરીગામમાં ગ્રીષ્માબેન માધવભાઈ જોશી ઘર આગળ ખાનગી હોસ્પિટલમાં સુગર ચેક કરવા ગયા હતા. ત્યાં મજૂરો એમની જમીનમાં ખાડો ખોદી રહ્યા હતા. ખાડો કેમ ખોદો છો તેમ કહેતા બાજુમાં ઉભા નિમેશ ધનેશ્વર જોશી ગ્રીષ્માબેન સાથે ગાળા ગાળી કરી ગ્રીષ્માબેનનાં સાસુ જયશ્રીબેન અને સસરા કાંતિભાઈ ત્યાં આવી ગયા હતા. 


યુવતી પર લટ્ટુ બન્યા તો લોચા પડશે! બિલ્ડરને યુવતીનો ફોટો મોકલી મજા માણવાની ઓફર...


જયશ્રીબેને જમીન બાબત શા માટે ઝઘડો કરો છો તેમ કહેતા નિમેશ અને મિતેશ જોષી એ હાથમાં પારાઈ લઈ જયશ્રીબેનને ફટકા મારી ઇજા પહોંચાડી હતી. ઘરના સભ્યો વચ્ચે પડતા વધુ મારથી બચાવી હતી. બંને ભાઈઓએ જતા જતા ફરી વખત તમે આવશો તો મારી નાખવાની ધમકી આપતા ગયા હતા. બબાલનો આ સમગ્ર વિડીયો બાજુમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થયો છે.


રોહિત શર્મા અચાનક જાડેજા પર કેમ નારાજ થયો હતો? મુક્કો મારવાનું થયું હતું મન


આ બનાવ અંગે ગ્રીષ્માબેન જોશીએ ભીલાડ પોલીસ મથકે ઉપરોક્ત ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે. ભીલાડ પોલીસે પણ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


FREE માં તમારા ઘરે લાગશે Jio AirFiber, ₹599 માં બ્રોડબેંડ, ટીવી ચેનલ અને 13 OTT