અમેરિકામાં આવ્યો ભૂકંપ, વૈજ્ઞાનિકોએ જે ભવિષ્યવાણી કરી હતી એવું જ થયું!

Earthquake in USA: લોસ એન્જલસ શહેરમાં સાંજે લોકો ભૂકંપના ઝાટકાથી ધ્રુજી ઉઠ્યા હતા, ઓરેન્જ કાઉન્ટીમાં 72 કિલોમીટર દૂર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા

અમેરિકામાં આવ્યો ભૂકંપ, વૈજ્ઞાનિકોએ જે ભવિષ્યવાણી કરી હતી એવું જ થયું!

Earthquake in USA: અમેરિકામાં ગુરુવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. અમેરિકાના લોસ એન્જલસમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નોકરી પરથી પરત ફરવાનો સમય હતો, પિક અવર્સ હતો, લોકો અવરજવર કરી રહ્યા હતા, ત્યારે જ ભૂકંપનો મોટો ઝટકો અનુભવાયો છે. પ્રાથમિક માહિતી મુજબ લોસ એન્જલસમાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.

ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું
યુ.એસ. જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ માલિબુથી સાત કિલોમીટર ઉત્તરમાં કેન્દ્રિય 4.7 તીવ્રતાનો ભૂકંપ નોંધ્યો હતો. યુએસજીએસએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 11 કિલોમીટર નીચે હતું. ઓરેન્જ કાઉન્ટીમાં 72 કિલોમીટર દૂર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપથી કેટલું નુકસાન થયું?
કેલિફોર્નિયાના 'ગવર્નર ઑફિસ ઑફ ઇમર્જન્સી સર્વિસ'એ કહ્યું કે તે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને કોઈપણ નુકસાનની ખાતરી કરવામાં આવી રહી છે. આ વર્ષે આ વિસ્તારમાં અનેક ભૂકંપ આવ્યા છે. ઓગસ્ટમાં લોસ એન્જલસ વિસ્તારથી સાન ડિએગો સુધી 4.4 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

વૈજ્ઞાનિકોએ આપી છે મહાભૂકંપની ચેતવણી
અમેરિકાના પશ્ચિમ કિનારે સમુદ્રની નીચે અંડરવોટર ફોલ્ટ લાઇન (Underwater Faultline) છે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે આ ફોલ્ટલાઈન કોઈપણ દિવસે ભયાનક ભૂકંપ અને સુનામીનું કારણ બની શકે છે. આ ફોલ્ટ લાઇન 600 માઇલ એટલે કે લગભગ 966 કિલોમીટર લાંબી છે. દક્ષિણ કેનેડાથી ઉત્તરી કેલિફોર્નિયા સુધી. વૈજ્ઞાનિકોએ તાજેતરમાં આ દરિયાઈ વિસ્તારનો નક્શો બનાવ્યો છે. પાણીની અંદર મેપિંગ કર્યું. આ વિસ્તારને કાસ્કેડિયા સબડક્શન ઝોન (Cascadia Subduction Zone) કહેવામાં આવે છે. સામાન્ય રીતે ફોલ્ટ લાઇન બે ભાગમાં વહેંચાયેલી હોય છે. પરંતુ આ ફોલ્ટ લાઇન ચાર ભાગમાં વહેંચાઈ રહી છે. આ મોટા જોખમની નિશાની છે. જો અહીં ટેકટોનિક પ્લેટ્સમાં સહેજ પણ હલચલ થાય તો આ ફોલ્ટ લાઇન જમીનની ઉપરની સપાટી પર મોટા પ્રમાણમાં વિનાશ સર્જશે. જેના કારણે એક પછી એક ભૂકંપના વધુ તીવ્રતાના આંચકા આવવાની શક્યતા છે. વૈજ્ઞાનિકો માને છે કે કાસ્કેડિયા સબડક્શન ઝોનમાં એટલી તાકાત છે કે તે 9 થી વધુની તીવ્રતાનો ભૂકંપ લાવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news