અમદાવાદઃ કોરોના સંક્રમણને રોકવા રામોલ શાકમાર્કેટમાં પોલીસે કર્યો નવતર પ્રયોગ
લૉકડાઉનમાં ઘણી જગ્યાએ શાકભાજી અને જીવન જરૂરીયાતની ખરીદી કરવા સમયે લોકોની ભીડ જોવા મળી રહી હોય છે. આ ઘટના બાદ રામોલ શાકમાર્કેટમાં પોલીસે નવો પ્રયોગ કર્યો છે.
આશ્કા જાની/અમદાવાદઃ અમદાવાદમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે. શાકભાજીની લારીવાળા તો કોરોનાના સુપર સ્ર્પેડરમાં સામેલ છે. શાકભાજી વેંચતા લોકોમાં પણ કોરોના વાયરસના કેસો સામે આવ્યા છે. ત્યારબાદ તંત્ર વધુ એલર્ટ થઈ ગયું છે. કારણ કે શાકમાર્કેટમાં ખરીદી કરતા સમયે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન ન થતાં હવે પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. રામોલ શાકમાર્કેટમાં દરેક લારી વચ્ચે ચાર મીટરનું અંતર રાખવામાં આવી રહ્યું છે.
લૉકડાઉનમાં ઘણી જગ્યાએ શાકભાજી અને જીવન જરૂરીયાતની ખરીદી કરવા સમયે લોકોની ભીડ જોવા મળી રહી હોય છે. આ ઘટના બાદ રામોલ શાકમાર્કેટમાં પોલીસે નવો પ્રયોગ કર્યો છે. કોરોના સંક્રમણને રોકવા માટે હવે દરેક લારીઓ વચ્ચે ચાર મીટરનું અંતર રાખવામાં આવી રહ્યું છે. આ માટે પોલીસે માર્કિંગ કરવાની કામગીરી પણ કરી છે. એક સમયે એક લારી પર ત્રણ ગ્રાહકો ઉભા રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ અને સિવિલ ડિફેન્સનો સ્ટાફ આ માટે સતત પેટ્રોલિંગ કરી રહ્યો છે.
ગુજરાત સ્થાપના દિવસઃ જાણો શું છે ખાંભી સત્યાગ્રહ અને તેનું મહત્વ
અમદાવાદમાં 2551 એક્ટિવ કેસ
અમદાવાદમાં અત્યાર સુધી કોરોના વાયરસના 3026 કેસ નોંધાયા છે. જેમાંથી હાલ 2551 એક્ટિવ કેસ છે. 35 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 2516 સંક્રમિતો સ્ટેબલ છે. તો અત્યાર સુધી 149 લોકોના મૃત્યુ થયા છે.
અમાવાદમાં ઝોન વાઇસ એક્ટિવ કેસની સંખ્યા
મધ્ય ઝોન - 1084
ઉત્તર ઝોન - 257
દક્ષિણ પશ્ચિમ ઝોન- 57
પશ્ચિમ ઝોન - 229
ઉત્તર પશ્ચિમ ઝોન - 58
પૂર્વ ઝોન - 205
દક્ષિણ ઝોન - 661
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર